STORYMIRROR

Ishita Chintan Raithatha

Drama Horror

3  

Ishita Chintan Raithatha

Drama Horror

એ કોણ હતી - ૧૧

એ કોણ હતી - ૧૧

2 mins
253

સાહિલ:( ડરેલો હોય છે. અને રાડો પાડે છે.) શેફાલી, શેફાલી, જલ્દીથી અહીં આવ.

શેફાલી:સાહિલ શું થયું ? શુકામ આટલો ડરેલો છે ?

  (સાહિલ હાફતોહાફતો બધી વાત કરે છે.)

શેફાલી:સાહિલ માટે જ હું તને કહું છું કે તું અહીંથી જતો રહે, પણ તું માનતો જ નથી.

સાહિલ: મેં પણ તને કહ્યું છે કે, હું તને ખૂબ પ્રેમ કરું છું. જ્યારે પણ અહીંથી બહાર જઈશ ત્યારે તેને લઈને જ જઈશ.

શેફાલી: તું જિદ ના કર, મારી વાત માન અને અહીંથી જતો રહે.

સાહિલ:એ બધી વાત પછી કરશું. તું પહેલા મને કહે કે શું તારી સાથે આવું કંઈ થયું છે ?

શેફાલી: હા, દરરોજ રાત્રે મારા રૂમની બારીમાંથી સફેદ પ્રકાશ મારી તરફ આવતો હોય એવું લાગે, સાથેસાથે જોરજોરથી અલગઅલગ અવાજ પણ આવતા હોય છે. અચાનક બધા બારીબારણાં ખૂલે અને જોરથી બંધ થઈ જાય. અને હું અહીંથી બહાર પણ નથી જઈ શકતી. મેં ક્યારેય સાદું બાઈક પણ નથી ચલાવ્યું અને મને બુલેટ ચલાવવાનું મન થાય છે. હું રોજ મારા પપ્પા અને અહીં કામ કરતા રાણી બહેનની રાહ જ જોતી, કોઈ આવે અને હું તેને બધી વાત કરું. પરંતુ તારા સિવાય કોઈ ના આવ્યું.

આ બધી વાતો કરતા હોય છે ત્યારે અચાનક બંનેના કાનમાં જોરથી કોઇ રાડ પાડીને જતું હોય તેવું લાગ્યું. બંને આજુબાજુ બધું જોવે છે પણ કોઈ હોતું નથી. બંને ખૂબ ડરી જાય છે, અને એકબીજાનો હાથ પકડીને સોફા પર સૂઈ જાય છે.

સવાર પડતાની સાથે સાહિલ ત્યાં આજુબાજુમાં લોકોને પૂછવા જાય છે, કે આ ફાર્મહાઉસમાં કંઈ થયું હતું ? અને રાણીબહેનને પણ ગોતે છે. તપાસ કરતાકરતા સાહિલને જાણવા મળે છે કે, એક વર્ષ પહેલા ફાર્મહાઉસની બહાર કોઈ સમીર નામના છોકરાએ ગળાફસો ખાઈને આપઘાત કર્યો હતો. પરંતુ શા કારણે તે બનાવ બન્યો હતો તેની કોઈને ખબર નહોતી. સાહિલને એમ થાય છે કે કોઈ તેની પાછળ આવે છે. અને સાંજ પણ થઈ જાય છે, આ બાજુ શેફાલી પણ સાહિલની રાહ જોતી હોય છે.

 સાહિલ ત્યાંના નજીકમાં એક પોલીસ સ્ટેશન પર તપાસ કરવા જાય છે.

ક્રમશ:


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama