એ દાનવ બન્યો હતો દેવ
એ દાનવ બન્યો હતો દેવ
અચાનક મકાન બદલી કરીને બીજા શહેરમાં આવેલા લતા બહેન હજુ સામાન ગોઠવતાં હતાં અને હાથમાં એકનાં એક દીકરા દેવનો ફોટો હતો. અને બાજુના ઘરમાંથી જોર જોરથી ગાવાનો અવાજ આવ્યો..
'ઓળી ઝોળી પીપળ પાન ફોઈએ પાડ્યું દેવ નામ'
અને લતાબેને જોરદાર ચીસ પાડીને કહ્યું દેવ નામ નહીં...
એ દાનવ બન્યો હતો દેવ...
દેવ નામ નહીં...
આજુબાજુના બધાં ભેગાં થઈ ગયાં અને લતાબેન બેભાન થઈ ગયાં ને દેવનો ફોટો હાથમાંથી પડી ગયો.
