એ બોલી નથી શકતી!
એ બોલી નથી શકતી!
એ બોલી નથી શકતી કેમકે તે સાંભળી નથી શકતી. એ ગરીબ ઘરની નાની છોકરી જે ચાર વરસની થઈ.... ત્યારે માબાપને ખબર પડે છે કે તે બોલી નહિ શકે. હુંકારા કરતી છોકરી બોલશે એવી આશા હતી. પણ પછી ડૉક્ટરને બતાવવા ખબર પડી કે તે સાંભળી નથી શકતી અને તેથી બોલી નહીં શકે. પછી ગરીબ માબાપને જેટલી ત્રેવડ હતી તેટલા દવાદારુ કર્યાં. પણ તે નિષ્ફળ ગયા. એકતો ગરીબને ઉપરથી છોકરી એ પણ બોબડી..
દીકરી દિવસેના વધે તેટલી રાતે વધે પણ તેની મા ભલે અભણ હતી. છતાં દીકરી ને ગુજરાતી શાળામાં ભણવા મૂકી. બોબડી સાંભળી નથી પણ, છે બહું હોંશિયાર ઇશારાથી સમજી જાય અને સમજાવે. શરુઆતમાં જોરથી લહેકા કરી સમજાવાની કોશિશ કરે .પણ હવે ધીમે ધીમે તે હુંકારની જગ્યાએ ઇશારા કરવા લાગી હતી. તેની મમ્મી પણ તેને પોતાની રીતે બધું શીખે તે માટે વધુ કામ તેને સોંપી દે. રોજ વસ્તુ ખરીદવા જવાનું કેમકે રોજ રોજ લાવીને ખાવાવાળું કુટુંબ હતું....એટલે એની મમ્મી તેને જાણી જોઇને દિવસ દરમ્યાન દસવાર દુકાને વસ્તુ ખરીદવા મોકલે. સવારે ચા ખાંડ, શાક..ઘરનું બધું કરિયાણું લેવા તે જ જાય ઇશારાથી બધું સમજાવે.લહેકા કરી બધી વસ્તુઓ લે.
બોબડી હતી પણ તેનો ચહેરો સદા હસતો જ હોય. પોતાની ભાષામાં બધાને ઇશારા કરી ખૂબ હસાવતી.કોઈ વાર દુકાનદારને સમજ ન પડે તેવી વસ્તુ હોય તો તેનું કાગળ સાચવીને રાખતી.અને વસ્તુ લઇ જતી. કામપણ ચોકકસ હતું. કોઈવાર મમ્મીને મદદ કરવા.... ઘરકામ કરવા પણ જતી.
આમ કરતા છોકરીને ધોરણ દસ સુધી ભણાવી અને દુકાન, ઘર, ખેતરના બધા જ કામ એને બાખૂબી આવડતા જેથી દીકરીની મા તેને જોઈ રાહતનો શ્વાસ લેતી.લગ્ન ન થાય તો પણ ચિંતા નહિ પોતે પોતાનું તો કરશે.....તોયે આતો માનું મન ચિંતા થાય તે સ્વાભાવિક વાત છે&nb
sp;અમે માબાપ ન હોઈ તો!! ભાઇ તો ખૂબ સારો છે પણ આવનાર ભાભી જો સારી નહિ હોય અને તેને રાખશે કે નહીં. તેવા મા વિચારો કરતી. ગરીબ ન હોત તો દીકરી માટે ઘર અને થોડા પૈસા તો ભેગા કરત શું કરે ? તેમનું ભરણપોષણ થઇ રહેતું હોય ને! દીકરી માટે કયાંથી લાવે. બોબડી ને જોઈ મા ની આંખો માંથી રોજ આંસુ નીકળે. મારી દીકરીનું શું થશે. હસતી બોબડી મમ્મી ને ભેટી એટલો વ્હાલ કરતી કે મમ્મી બધી ચિંતા ભૂલી જતી. મમ્મી તેની માટે રોજ ભગવાન પાસે આજીજી કરતી ભગવાન તું જ રખેવાળ છે. ભગવાન તો દયાળુ છે તેની અર્ચના ભગવાનને એક દિવસ સ્વીકાર લીધી. બોબડી માટે તેના જેવો જ બોલી ન શકે તેવો છોકરો મળી જાય છે. જાણે ભગવાનને એકબીજા માટે બનાવ્યા હોય તેવા. બન્ને ના લગ્ન થાય છે. અને સુખી છે.
આ સત્ય ઘટના છે. જ્યારે એ છોકરીને હું મળી તે ખૂબ ખુશ હતી. હું મારા ઘરે ગઇ તો મને સામેથી મળવા આવી. દૂરથી હસતી આવી અને પોતાનું મંગળસૂત્ર બતાવીને ઇશારાથી કહે છે. મારા લગ્ન થયા ગયા છે. એટલે મે એને ઇશારા પુછ્યું બધું બરાબર છે તો ઇશારા કરતી તે ખૂશ હતી. અને મોબાઈલ ખોલીને તરત તેના પતિનો ફોટો બતાવી તેની ઇશારા થી જણાવી રહીતી કે કેવો દેખાય છે? મે એને ઇશારાથી કહ્યું બહું મસ્ત તેની હસ્તી હસતી જતી.....રહી
આપણે લાગે કેટલું સહેલું છે પણ નથી સહેલું તમે પંદર મિનિટ કોઈ પણ શબ્દ કોઈને પણ કહ્યા વગર બેસો તો તમને કેવું લાગે છે....કે પછી તમને કોઈ પર ગુસ્સો આવી રહ્યો છે તમારે તેમને તમારી વાત કહેવી છે ના આવું નહીં આવું છે, કે પછી કોઈ પ્રેમની વાત કરવી કરવી છે કંઇક કહેવું છે પણ બોલી જ ન શકાય તો કેટલું અઘરું લાગે છે. પણ આ બોબડી છોકરી બધી વાતો હસી ને કરી નાંખતી.