એ અણધાર્યું મિલન
એ અણધાર્યું મિલન
આલોકને નવી જોબ અમદાવાદની એમએનસીમાં મળી.
આલોકનું કુટુંબ વડોદરા રહેતું.
આલોક પોતાના ફોઈના ઘરે ઉતર્યો હતો.
આજે આલોકની જોબનો પહેલો દિવસ.
આલોક પોતાનું કામ કરતો હતો અને પ્યુન આવીને બોલ્યો:-" મેડમ તમને બોલાવે છે."
આલોકને થયું મારા કોઈ ઉપરી ઓફિસર હશે.
આલોક મેડમની કેબિનમાં દાખલ થયો.
જોયું. નવાઈ લાગી.
ઓહ્ આ તો ઈશાની..
આલોક હસ્યો.
મેડમ બોલ્યા:-" હું ઓળખું છું તને. લંચ મારી સાથે લેજે. થોડી વાત કરવી છે."
આલોક:-" ઓકે મેડમ."
એમ બોલીને આલોક કેબિનની બહાર આવ્યો.
એનું મન કામમાં રહેતું નહોતું.
ઈશાની લંચ સાથે કરવાનું કેમ બોલી ? એ અહીં ઓફિસમાં છે એ તો ખબર જ નહોતી.
આલોક ને જુની યાદો આવી.
જ્યારે બે વર્ષ પહેલાં નાતની છોકરી જોવા જવાનું હતું.
એ ઈશાની હતી.
દેખાવડી... હોશિયાર અને જોબ કરતી..
પણ એનું ખાનદાન અમીર.
આલોક ને ઈશાની પસંદ પડી.
ઈશાની ને આલોક..
પણ ઈશાની અને એના માં બાપ ની એક શરત...
લગ્ન પછી અમદાવાદમાં રહેવાનું.. એ પણ ઘર જમાઈ તરીકે..
આલોકે ના પાડી..
આગળ વાતચીત બંધ થઈ ગઈ.
આજે એ વાત ને બે વર્ષ..
.....
લંચ સમયે.
આલોક ઈશાનીના કેબિનમાં ગયો.
ઈશાની એ લંચ કરવા આમંત્રણ આપ્યું.
આલોક:-" હું મારા માટે બહારથી મંગાવું. અહીં ફોઈના ઘરે ઉતર્યો છું."
ઈશાની:-" હું તારા માટે પણ લાવી છું. બે જણનું છે."
આલોક:-" ઓકે..પણ બે જણનું ટિફીન કેમ ?"
ઈશાની:-" બસ મને હતું તું આજે જોઈન થઈશ. તારો ઓફિસ ઓર્ડર અને બાયોડેટા જોયો. હજુ એકલો જ છે કે ?"
આલોકે જવાબ ન આપ્યો.
જમતાં જમતાં ઈશાની બોલી:-" કેવું લાગ્યું? આજે મેં બનાવ્યું છે ?.. પણ તેં જવાબ ન આપ્યો ?"
આલોક:-" મારા બાયોડેટામાં લખ્યું છે.. સિંગલ..જમવાનું સરસ છે. ને તને તો ઘરજમાઈ મળી ગયો હશે!"
ઈશાની:-" ના રે ના. નસીબદાર નથી."
બંને એ લંચ કરી લીધું.
ઈશાની એ ગુલાબનું ફુલ આલોક ને આપ્યું.
બોલી:-" મારી સાથે મેરેજ કરીશ ? શરતો વગર.."
આલોક:-" ઘર જમાઈ નહીં.. પણ મારા ઘરે રહેવા તૈયાર હોય તો... કરિયાવર વગર..તો આ ગુલાબનું ફુલ સ્વિકારશ."
ઈશાની એ હા પાડી.
અને આ અણધાર્યું મિલન બંને માટે યાદગાર બન્યું.

