Bhavna Bhatt

Drama

5.0  

Bhavna Bhatt

Drama

એ અલ્લડ છોકરી

એ અલ્લડ છોકરી

4 mins
417


એ બાળપંખી ભેગા થઈને ઊજવે છે જન્મદિવસ ઝાડ પર, ત્યાં અલગ ખુશી હતી ને નિર્દોષ મસ્તી નો ગુંજતો મધુર કલરવ હતો.. ના કોઈ ટેન્શન કે ના કોઈ ભય હતો. બસ અલ્લડ બનીને પોતાની મોજ માં જીવવાનો અનેરો આનંદ હતો.

આ વાત છે ૧૯૭૫ ની સાલની.

આણંદ પાસેનું નાનું એક ગામ.

ગામમાં અનેકવિધ લોકો અને અલગ-અલગ નાતના બધાંજ લોકો રહેતા હતા પણ દરેક ના ફળિયા અલગ-અલગ હતાં.

એમાં એક ફળિયામાં ખાલી એક જ કુટુંબના બધાંના અલગ-અલગ ઘર હતાં એમાં વિનોદ ભાઈ અને ઉર્મિલાબેન ને ચાર સંતાનો હતાં ત્રણ દિકરાઓ અને નાની નિરાલી.

નિરાલી નામ પ્રમાણે જ નિરાલી હતી.

સૌથી નાની હતી એટલે બધાંની ખુબ જ લાડલી હતી.

પપ્પાની તો પરી હતી. આખાં ગામમાં સૌથી સુખી ઘર નિરાલી નું કહેવાતું. ત્રણ માળની હવેલી જેવું ઘર હતું.

એ જમાનામાં વિનોદ ભાઈ નિરાલીને રોજ ના સો રૂપિયા વાપરવા આપતાં હતાં. ગામમાં પહેલી હિરો લેડીઝ સાયકલ એનાં પપ્પા એ એને બર્થ-ડે ગિફ્ટ કરી હતી.

ત્રણેય ભાઈઓ પેન્ટ શર્ટ પહેરે એટલે નિરાલી સ્કૂલ યૂનિફોર્મ નાં કપડાં સિવાય ઘરમાં અને બધેજ પેન્ટ શર્ટ જ પહેરતી. અને ટોમ બોય ની જેમ જ રહેતી.

નિરાલી ખુબ જ લાગણીશીલ અને ભાવુક હતી.

એને બીજાં નાં દુઃખ ના જોવાય.

પણ નિરાલમાં અલ્લડ પણું બહું હતું એ પોતાની મસ્તીમાં જ જીવતી. બીજાને મદદરૂપ બનતી પણ જો કોઈ છોકરો મજાક મશ્કરી કરે તો મારતાં પણ નાં અચકાતી એટલે નિરાલી ભણવા જાય એ રસ્તામાં બધાં એને ડોન કહીને જ બોલાવતાં પણ એને એવી કોઈ ની વાતોમાં રસ નહોતો.

એ એની મસ્તી અને અલ્લડતાથી જ જીવતી.

એનાં જ ગામની એક હેમા ની ભણવા જતાં એક છોકરાએ મશ્કરી કરીતો એનાં બે દાંત પાડી નાંખ્યા. અને હેમા ની માફી મંગાવી.

નિરાલીને પ્રેમ કરીને માતા પિતાને દુઃખી કરીને લગ્ન કરવા વાળા પર બહુ ચિડ હતી કહે જે માતા પિતાએ તમને મોટાં કર્યાં છે એમને અંધારામાં રાખીને પ્રેમ કરો તો એ માતા પિતાને કેટલું દુઃખ થાય.

ઘણી બહેનપણીઓ નિરાલીની મશ્કરી કરે પણ નિરાલી પોતાના વિચારો પ્રમાણે જ ચાલતી.

ગામમાં રહેતા કેતન કરીને પર નાતના છોકરાએ નિરાલીને આણંદ સ્કૂલ જતાં રસ્તામાં ઉભી રાખીને કહ્યું કે હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું નિરાલીએ કહ્યું કે હજુ આપણે બારમાં ધોરણમાં જ છીએ અને બીજું કે મને આ પ્રેમ કરીને માતા પિતાને દુઃખી કરવાનું નથી ગમતું.

હું તો મારાં માતા-પિતા કહેશે ત્યાં જ નાતમાં લગ્ન કરીશ જેથી મારા માતા-પિતા નું માથું શર્મથી ઝુકે નહીં.

કેતને કહ્યું કે જમાનો બદલાઈ રહ્યો છે નિરાલી તું પેન્ટ શર્ટ પહેરીને ફરનારી આવાં જડ વિચારોમાં ચાલે છે.

તું આવી અલ્લડ અને મસ્તી થી જીવનારી માતા પિતાની આબરૂની ચિંતા કરે છે કંઈ સમજાતું નથી.

નિરાલીએ કહ્યું મેં એકવાર ના કહીને કેતન તને.

મારી ના ની હા થતી નથી.

મારાં રસ્તામાં થી આઘો ખસ નહીં તો એક લાફો ખાઈશ તું.

કેતન કહે તું નહીં માને???

નિરાલી કહે ના.

કેતન કહે તો જો હું શું કરું છું.

આમ કહીને એ રેલ્વેના પાટા પર આવતી ટ્રેન નીચે સૂઈ ગયો.

ઢીંચણ થી ઉપરનો ભાગ પાટા બહાર અને પગ કપાઈને ઉછળ્યા. એ તો સારું થયું કે તે વખતે માલગાડી જ આવી હતી એટલે બચી ગયો.

કેતનને કરમસદ ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ઓપરેશન કરી ટાંકા લેવા પડ્યા . ઢીંચણ થી ઉપરનો જ ભાગ રહ્યો.

નિરાલી બધી બહેનપણીઓ સાથે દવાખાને ખબર જોવા ગઈ અને કેતનને કહે જોયું શું ફળ મળ્યું તને???

ખોટી જીદ નાં ખોટાં જ પરિણામો હોય સમજી ગયો કે હજું બાકી છે???

કેતન ચૂપચાપ બોલ્યા વગર મોં ફેરવીને આંખો બંધ કરી દીધી.

નિરાલી એ કેતન સાથે બેઠેલી એની બહેન કોમલને કહે ચલ નીચે નાસ્તો કરી આવીએ .

અને હોસ્પિટલની સામેની હોટલમાં બેસીને કોમલ અને બધી બહેનપણીઓ જોડે ચા અને ગરમાગરમ ભજીયાનો નાસ્તો કર્યો અને કોમલને કહે સમજાવી દે જે તારાં ભાઈ ને મારો પીછો નાં કરે અત્યારે તો પગ જ ગયા છે પછી બીજી તકલીફો નાં થાય કહીને નાસ્તાના રૂપિયા ચૂકવીને બસમાં બેસી ને ઘરે ગઈ.

બીજા દિવસે કોમલ મળી નિરાલી ને આણંદ કહે અમે તો રહ્યા મધ્યમવર્ગીય માણસો અને આ કેતન મોટો હતો એની પર માતા પિતાને આશા હતી પણ એની આ નાદાનિયત થી અમે મુશ્કેલી માં મુકાઈ ગયા છીએ અને એક જમીન હતી એ પણ વેચીને એનો આ ઈલાજ કરાવીએ છીએ.

ડોક્ટરે કહ્યું છે કે જયપુર માં ડુપ્લીકેટ ( લાકડાંના ) પગ નાંખી આપે છે પણ રૂપિયા જોઈએ ને???

નિરાલી કહે તો તારાં ભાઈ ની આંખો ખુલી કે નહીં હજુ..

કોમલ કહે તું એ વાત છોડીને માફ કર..

હું માફી માગું છું.

નિરાલી કહે સારું તું સાંજે ઘરે આવજે હું કંઈક રસ્તો કરી આપીશ..

નિરાલી એ ઘરમાં આવી ને વિનોદભાઈ ને કેતન ના જયપુર થી પગ નખાવા આપવાનો બધોજ ખર્ચ ઉપાડી લેવા વિનંતી કરી અને કેતન નાં કેમ પગ કપાયા એ પણ કહ્યું.

વિનોદભાઈ આ સાંભળીને નિરાલી માટે ગર્વ થયો અને કેતન ની નાદાનિયત પર દુઃખ થયું.

એમણે કેતન નો બધો જ ખર્ચ પોતે કરશે એવું વચન આપ્યું..

સાંજે કોમલ આવી.

નિરાલી એ એને વિનોદભાઈ પાસે લઈ ગઈ.

વિનોદભાઈ એ કહ્યું નિરાલી ની વિનંતી ને માન રાખીને હું કેતન નાં પગ માટેનો બધો ખર્ચ હું આપીશ.

જયપુર જઈને લાકડાના પગ નંખાવી આવ્યા. એક વર્ષે કેતન ચાલતાં શિખ્યો.

એ જ દિવસે નિરાલી નાં લગ્ન નાતના છોકરા સાથે હતાં.

આવી અલ્લડ અને પોતાના અંદાજમાં જીવતી નિરાલી.

આજે પોતાના પરિવાર સાથે સુખી છે અને પરિવારમાં કેતન ની વાત પણ બિન્દાસ કહી દીધી છે કે એણે આમ કર્યું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Drama