Leena Vachhrajani

Drama Thriller

4.0  

Leena Vachhrajani

Drama Thriller

દ્રષ્ટિફેર

દ્રષ્ટિફેર

1 min
22.8K


બદનામ મહોલ્લામાં જબરદસ્ત મંદીનો માહોલ હતો. મલ્લિકામેડમ બહુ અજંપામાં હતી. એની સામે તો ચંપા, ચમેલી, રુહી, મોના એમ બધી જ છોકરીઓ ઉદાસ હોવાનો દેખાવ જરુર કરતી.

ચંપા ઉદાસ મોં કરીને કહેતી,

“મે’મ , મુઓ આ રોગ દુનિયાને તો લાગુ પડ્યો પણ આપણી રોજીરોટી બંધ કરાવતો ગયો.”

“હા મે’મ, માન્યામાં ન આવે પણ એટલો ભયાનક ડર લોકોમાં એનો છે કે હું અમસ્તી બજારમાં નીકળી હતી અને નિયમિત આવતા પેલા દુકાનવાળા શેઠને ત્યાં જઈ ચડી તો મને બહાર જ અટકાવી દીધી અને કહે,

જો ચમેલી, દેશમાં નવો રોગ ફેલાયો છે. હવે હમણાં આવતી નહીં. અને મે’મ પોતેય મોઢું ઢાંકીને બેઠા હતા. બોલો, મને તો હસવું આવી ગયું. હજી થોડા દિવસ પહેલાં મારે દુપટ્ટો વીંટીને એની સાથે જવું પડતું અને આજકાલ એ અને એના જેવા કેટલાય મોઢાં સંતાડીને ફરે છે.”

આવી કંઈ કેટલીય વાતો દ્વારા મેડમને દિલાસો આપતી પીડિતાઓ એકલી પડતી ત્યારે સ્વર્ગની અનુભૂતિ કરતી.

“ચંપા તને કેવું લાગે છે?”

“અરે શું કહું મોના ડાર્લિંગ,

વર્ષોથી રોજ રોજ પ્રદૂષિત થતાં આપણને જાણે થોડો સમય પ્રદૂષણમુક્ત કરવા જ આ રોગ આવ્યો છે.”

ચમેલી તો જાણે હવામાં ઉડતી.

“મને તો આ દુનિયા બંધ થતાં મારા અસ્તિત્વને લાડ કરવાનો સમય મળ્યો.” 

રુમી સહુથી નાની હતી. એને રોજની કમાણી બંધ થતાં સહેજ અણગમો આવતો પણ એની સામે તરાજુમાં પોતાની કદાચ થોડા સમયની પણ સ્વચ્છ જિંદગી મુકતાં એ જાણે ઝુકી જતું લાગતું. 

“મુઉં અગવડતા તો વેઠી લેવાય.”

અને રોજ સવારે જાણે-અજાણે દરેક આ બંધ કાયમ માટે ચાલુ રહે એવી પ્રાર્થના કરી લેતી. 


Rate this content
Log in

Similar gujarati story from Drama