STORYMIRROR

purvi patel pk

Tragedy Others

3  

purvi patel pk

Tragedy Others

દ્રષ્ટિ

દ્રષ્ટિ

1 min
218

સામાન્ય કરતા પણ ધીમી ગતિએ એકટીવા પાર્ક કરતા કરતા, સામે બીજા માળની બાલ્કનીમાં રોકિંગ ચેરમાં બેઠેલી છોકરીને અછડતી નજરે જોઈ લેવી, એ અમિતનો રોજનો ક્રમ બની ગયેલો. આનાથી આગળ વધવાની હિંમત એનામાં નહોતી. નવું શહેર, નવી કોલોની, વળી, એકલો કુંવારો છોકરો એટલે સમજી વિચારીને આગળ વધવું યોગ્ય હતું. હા, એની શાલીનતા પણ એને એમ કરતાં રોકતી હતી. પરંતુ, રોજ એક જ સમયે પાર્કિંગ કરવું અને પેલી છોકરીનું બાલ્કનીમાં બેસવું, અમિત માટે એને થોડી વાર માટે જોયા કરવાનું વ્યસન થઈ ગયેલુ.

આજે સમાધિ જરા લાંબી ચાલી. આંખો બંધ રાખી, ઝુલા ખાતી, ચહેરા પર આવતા વાળની લટોને સરખી કર્યા કરતી, એને જોવામાં મશગુલ અમિતની સમાધિ એક અવાજથી તૂટી.

"દ્રષ્ટિ, ચાલને હવે અંદર. બહાર પવન વધારે છે".

'દ્રષ્ટિ', વાહ કેટલું સરસ નામ. એના જેટલું જ સુંદર એનું નામ. 

અમિત વિચારતો જ હતો, ત્યાં અંદરથી એક પ્રૌઢ વયના મહિલાએ આવી દ્રષ્ટિનો હાથ પકડીને સહારો આપી, એને ઊભી કરી અંદર લઈ ગયા. અમિત તો આ દૃશ્ય જોતાં જ વિચારોની ગર્તામાં ધકેલાઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy