The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Kantilal Hemani

Drama Thriller

4  

Kantilal Hemani

Drama Thriller

દોસ્તનો ખભો ભાગ-1

દોસ્તનો ખભો ભાગ-1

4 mins
23.2K


અરદીન અને ફરદીનનાં ઓરીજીનલ નામ યાદ નથી આવતાં પણ આ બંને "જોડિયા પાવા" જ્યાં જુઓ ત્યાં સાથે જ જોવા મળતા.

  એમના ગામના વિશ્લેષકો નું કહેવું છે કે"આખો દિવસ ફરનાર"નું ટૂંકું નામ ગામ લોકોએ અરદીન આખો દિવસ ,-ફરદીન - ફરનાર ...! કરી નાખ્યું હોય એવી શક્યતા પૂરેપૂરી છે.

   કાંપની બજારમાંથી મોબાઇલ લાવ્યા પછી ત્રણ ચાર દિવસ સુધી એમણે ભૂખ્યા ઘોડા ની જેમ પાવરા ની કોથળીમાંથી મોઢું ન કાઢે એમ કાઢ્યું ન હતું.

ચોથા દિવસે બંને મળ્યા. મોબાઈલની દુનિયા માં કોણ વધારે શીખ્યું એની વાતો કરી. વોટ્સએપ અને ફેસબુક પર શું નવું જોયું એની વાતો કરી. આખો દિવસ બંને એક બીજાનો મોબાઈલ જોતા રહ્યા.

 છૂટાં પડ્તાં પહેલાં આવતીકાલે કયું નવું કામ કરવું એનું બંને આયોજન કરવા બેઠા. એમનું આયોજન કેવું..!ફક્ત એક લીટી માં તો આખા બપોર સુધી નું આયોજન પૂરું.

"દિ'ઉગતાં નાં ટાણે લુણી નદીની ઓતરા દી

દિશા માં નવા મોબાઈલ થી ફોટા પાડવા જાશું" 

 પાંચ દિવસ ની મોબાઈલ મેમરી માં સૌથી વધારે ફોટા જ હતા અને એ પણ એમના પોતાના.

  દિવસ ઉગતાં ની સાથે વગડાની મોજ માણવા વાળી સખા જોડી આવી ગઈ, લુણી નદી ના ગુજરાત બાજુના રેતના ધોરા ઉપર એક નાની ડેરીએ.

  લુણીના કિનારા એ બે રાજ્યોની સરહદ છે. લુણી નદીની વચ્ચે ઉભા રહીને તમે પૂર્વ દિશામાં જુઓ તો જમણી બાજુનો કિનારો એ ગુજરાત રાજ્ય ની બોર્ડર ચાલુ થાય અને ડાબી બાજુએ રંગીલો રાજસ્થાન..!!

  સવારનો સમય, સોનેરી કિરણો લુણીના વિશાળ ખારા પટ પર પથરાઈ રહ્યાં છે.

ગુજરાત બાજુ નજર કરીએ એટલે માવસરી, જોરડીયાળી, મંડાલી આ ગામ દેખાય છે

 આવાં દરેક દૃશ્ય અરદીનને ફોટો પાડવા યોગ્ય જ લાગે છે. નાના હતા ત્યારે પહેલા ધોરણની એકડીમાં જેવો સૂરજ દેખાતો હતો એવો જ આજે લુણીના પટમાં પણ દેખાય છે.

 ફરદીન કહેતો હતો કે અગાઉ પણ હું અહી આવતો હતો પણ હું ક્યારેય ફોટો પાડવાના દ્રષ્ટિકોણથી આ બધું જોતો નહિ એટલે મને એ સુંદર દેખાતું ન હતું જેટલું આજે દેખાય છે.

 સવારનું શીતળતાવાળું સુંદર વાતાવરણ હતું એટલે અલગ અલગ પ્રકારનાં પક્ષીઓ સ્વેરવિહાર કરી રહ્યાં હતાં. એક ટીંટોડી નું જૂથ અરદીન અને ફરદીન ને જોઈ ને બીજાઓને જાગૃત કરવા જોરથી આવાજ કરવા લાગી.

  કદાચ એવો સંદેશો એમના સાથીઓને આપતી હશે કે"દો દુષ્ટ લોગ નદી કે પટ મેં આગે બઢ રહે હે, સાવધાન અપને છોટે બચ્ચો કો સંભાલો"

  મેં મહિનાના પહેલા અઠવાડિયાનો સમય હોવાથી નદીમાં પાણી બિલકુલ નથી, રેત સાથે રમતા રમતા બંને રાજસ્થાન બાજુ ચાલ્યા.

  સવારની સ્ફૂર્તિ ના લીધે બંને ની ચાલ ઝડપી છે અને નવા ફોટા લેવાનો રોમાંચ પણ.

 અરદીન આજે ખાસ વાળમાં શેમ્પુ નાખીને આવ્યો હતો, આડા દિવસે તો એ " નાણાવટી"સાબુથી ચાલવી લેતો. અંદાજીત એકવીસ વર્ષના હમુંર (સરખી ઉંમરના) ફરદીને કોટન ના આછા બદામી રંગના પેન્ટ ઉપર ગુલાબી રંગ નું શર્ટ પહેર્યું છે.

 બંને મિત્રો પગરખાં તો શિવનગર હાથ બનાવટ નાં પહેરતા.

 એક સેંગરતા પાસે અરદીન ગોઠણ ભેર બેસી ગયો. પીળા અને આછા લાલ રંગનાં ઘણાં નાનાં નાનાં ફૂલોની ઉપર પતંગિયાં ઉડી રહ્યાં હતાં. એવા દ્રશ્યને પોતાના ફોનના કેમેરામાં ઝડપવા માટે થોડી વાર એને ધ્યાન મુદ્રામાં બેસી રહેવું પડયું. એનું સંપૂર્ણ ધ્યાન ઉડતા પતંગિયાં ઉપર હતું "ક્યારે એ ફૂલ પર બેસે અને ક્યારે ફોટો પાડું"સતત એવું જ એ વિચારતો હતો. ફરદીન આ ફોટાનો ફોટો પાડવામાં વ્યસ્ત હતો.

 સેંગરતો એ બકરીઓ અને ઊંટ ને બહુ પ્રિય હોય છે. ફુલવાળો ભાગ બકરીઓ ને ખાવો બહુ જ ગમે.

જે સેનગર્તા પર આ બંને ફિલ્માંકન કરી રહ્યા હતા એના થડમાં એક બાંડો પેડો પડ્યો હતો. એનો રંગ સેનગર્તા અને રણની રેતને ખૂબ જ મળતો આવે એટલે એ લોકો  બાંડા પેડાને જોઈ ન શક્યા.

મોબાઈલ નજીક આવ્યા એટલે એણે એનું પોત પ્રકાશયું અને પોતાનું શરીર ઘસીને હિંસક અવાજ કર્યો. રણના માણસ અવાજ પારખી ગયા. જમીન ઉપર થી બે-બે ફૂટ હવામાં કૂદીને દૂર જઈને ઉભા રહી ગયા.

  કેમેરાને ઝૂમ કરીને ગુસેલ બાંડા પેડા ના પણ ફોટા પાડ્યા.

   થોડા આગળ ચાલ્યા એટલે એક ચિંકારા હરણની જોડી જોવા મળી, હજી મોબાઈલ ને સરખો હાથમાં લઈને ફોટો પાડવાની કોશિશ કરે એ પહેલાં તો લાંબી લાંબી ફ્લઆંગ ભરતાં એ નાના હરણ એમની આંખોની સામેથી ઓઝલ થઈ ગયાં.

નીલગાય જેને કાંઠા વિસ્તાર ના લોકો રોઝ કહે છે એ જોવા મળ્યાં પણ આ નવા ફોન વાળા ફોટો ગ્રાફરોને એમાં રસ ન પડ્યો એટલે એનો ફોટો. ન પાડ્યો.

  સેનગર્તા, નાના નાના બાવળ, છૂટી છવાઈ ઉભેલી ખેજડીઓ આ બધું જોતા બંનેની નજર એક લોર ઉપર પડી. લોર એટલે કેરડાના ઘણાં બધાં વૃક્ષો ઉભા હોય એવી જગ્યા.

  હવે કોઈ સારા ફોટાના લોકેશન માં હતા એટલે એમનાં પગલાં એ તરફ જઈ રહ્યાં હતાં. એટલા માં લોર માં કઈક હલચલ થઈ, આ હલચલ ને અરદીન અને ફરદીન કઈ સમજે એ સાથે જ એક નાર એમની તરફ ખાબક્યો. બંને વિરલા જેટલી તાકાત હતી એટલી ભેગી કરીને લુણી નદી તરફ ભાગ્યા. એમનો ચહેરો લુણી બાજુ હતો પણ કાનના પડદા કહેતા હતા કે ચાર પાંચ મીટર પાછળ એક હિંસક પ્રાણી પણ પુરી તાકાતથી એમની પાછળ દોડી રહ્યું હતું.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Drama