મોજીલો ગુજરાતી

Drama

5.0  

મોજીલો ગુજરાતી

Drama

દોસ્તી

દોસ્તી

2 mins
405


"દોસ્તીનો પર્યાય એટલે વિશ્વાસ"

     મારા મત મુજબ જે દોસ્તી 4 વર્ષ સુધી ટકી હોયને... તે દોસ્તીનો સંબંધ આજીવન માટે અતૂટ થઈ જાય છે. કારણ કે આ દોસ્તીમાં એ 4 વર્ષ દરમિયાન એકબીજાના દરેક અનુભવો થઈ ગયા હોય છે અને હા તેમનામાં એકબીજા વચ્ચે પ્રેમ પણ બંધાઈ જાય છે અને તેમાં લેટ ગો ની ભાવના પણ અતિસય હોય છે. અને હા વિશ્વની કોઈ પણ તાકાત આ દોસ્તીને તોડી શકતી નથી. સાહેબ સાચું કહું ને તો આ એક-બે મહિનાની કે એકાદ વર્ષની મિત્રતામાં તો લાખો તિરાડો પડે છે અને એ પણ નજીવા કારણોસર. આવી દોસ્તીમાં લોકોને એકબીજા પર વિશ્વાસ જ હોતો જ નથી.

       મેં અહીં કહ્યું તેમ "દોસ્તીનો પર્યાય એટલે વિશ્વાસ" અને જે સંબંધમાં વિશ્વાસ જ ના હોય એ સંબંધ ક્યારેય સંબંધ રહેતો નથી.

      

        " છોડી દીધું મેં નસીબની લકીરો પર

          વિશ્વાસ કરવાનું, કારણ કે .........

          જો જીવથી વાલા લોકો બદલાતા હોય

          તો સાલું આ નસીબ શુ ચીજ છે"


      અને સાહેબ જે દોસ્તી 4 વર્ષ ટકી હોય એ દોસ્તીમાં કાંઈક તો ખાસ હોય જ છે, કારણ કે આ દુનિયામાં એક ક્ષણ માટે પણ કોઈના પર વિશ્વાસ નથી ટકતો અને આવા વિશ્વાસઘાતી યુગમાં આ વિશ્વાસ 4 વર્ષ માટે ટકવો એ અવિશ્વસનીય બાબત છે.

      અરે સાહેબ દોસ્તીમાં ફક્ત એકબીજાના કોલ કે મેસેજ મહત્વના નથી પણ એકબીજા પરનો વિશ્વાસ મહત્વનો છે.

      પણ ઘણા મિત્રો એવા પણ હોય છે જે ઘડીકના ઉત્સાહના સંબંધને જ અતૂટ દોસ્તી માની બેસે છે અને ઉત્સાહમાં શાયરીઓ અને સ્ટોરીઓ લખવા લાગે છે. મને લાગે છે કે આ ક્ષણો ફક્ત શાયરીઓ માટેની જ હોય છે. પણ વાસ્તવમાં તેઓ ઘડીકની મુલાકાતોના આવેગમાં હોય છે. આ ઘડીકની મિત્રતા ને જે લોકો દોસ્તી કહે છે તેમાં એકબીજાનો ઉપયોગ થઈ રહ્યો હોય છે અને સાચો માણસ તેમાં પીસાઈ જાય છે. આ ચાલાક દુનિયામાં ચાલાક માણસો વ્યક્તિનો બરાબરનો ઉપયોગ કરતા હોય છે અને શબ્દોના ઘા થકી વિશ્વાસ શબ્દ પરનો વિશ્વાસ તોડી નાખે છે. એટલે જ કહું છું કે 4 વર્ષથી વધુ ચાલેલો સંબંધ એટલે દોસ્તી અને બીજા બધા હલાડા.


Rate this content
Log in

Similar gujarati story from Drama