STORYMIRROR

Pallavi Gohel

Fantasy Children

4  

Pallavi Gohel

Fantasy Children

દોસ્તી

દોસ્તી

4 mins
299

ગુટલું એક શાંત અને ખૂબ ડાહ્યો છોકરો હતો. ગુટલું માત્ર સાત વર્ષનો જ હતો છતાં તેને બહાર રમવા જવું નહોતું ગમતું તેથી તેનાં મિત્રો પણ નહીં કહી શકાય તેટલાં જ હતાં. ગુટલુંને કંઈ ને કંઈ પ્રવૃત્તિઓ સાથે જોડાઈ રહેવું ખૂબ ગમતું રોજ કંઈક અલગ અને અજુગતું બનાવવામાં જ તલ્લીન રહે. તેની ઉંમરનાં છોકરાઓની સરખામણીએ ગુટલુંની બુદ્ઘિ ક્ષમતા વિશેષ અને અલગ હતી, આજ કારણે તેની વાતોને કોઈ સમજી નહોતું શકતું અને તેનાં મિત્રો પણ નહોતાં.

ગુટલુંને રાત્રે અગાશીમાંથી ચાંદ, તારાઓને જોવાં ખૂબજ ગમતાં અને તે તારાઓ સાથે ઘણી બધી વાતો પણ કરતો એ તો આ તારાઓને જ પોતાનાં પ્રિય મિત્ર ગણતો હતો. સ્કુલમાં શિક્ષકે સ્પેસયાન અને એલિયન વિશે વાત કરી હતી તે આજે અચાનક ગુટલુ઼ને યાદ આવી ગઈ. તે વિચારવાં લાગ્યો, શું ખરેખર એલિયન હોતા હશે ? તે કેવાં દેખાતાં હશે ? આવું બધું વિચારતાં વિચારતાં ગુટલુની આંખ ભારે થવાં લાગી અને તેને ઊંઘ આવવા લાગી.

તેનાં પ્રિય તારા તરફ તેની નજર હતી અચાનક એ તારો નજીક આવતો હોય તેવું તેને લાગ્યું. ધીમે ધીમે એ તારો વધું નજીક આવતો હોય તેવું તેને લાગ્યું અને હવે તે થોડો ડરવાં લાગ્યો. ક્ષણવારમાં તો એ પૃથ્વીથી ખૂબ નજીક આવી ગયો, હવે ગુટલુંને એ તારો થોડો થોડો સ્પેસયાન જેવો દેખાવાં લાગ્યો. જોતજોતામાં એ નાનું સ્પેસયાન ગુટલું ઘરનાં પાછળનાં ભાગે આવેલાં વંડામાં ઊભું રહ્યું. રંગબેરંગી લાઈટથી જગમગ થતું એ યાન હવે ચમકતું બંધ થયું. કૂતુહલ અને અજુગતું કરવામાં હંમેશા રસ ધરાવતાં ગુટલુંનાં પગલાં વંડા તરફ જવાં આગળ વધ્યાં અને તે યાનની સામે જઈ ઊભો રહી જોતો જ હતો કે અચાનક એનો દરવાજો ખૂલી ગયો અને ગુટલું ડરથી ધ્રુજવાં લાગ્યો.

ગુટલુંને ધીમે ધીમે એ યાનમાંથી કોઈ બહાર આવતું દેખાયું અજીબ પડછાયો જોઈ એ વધું ડરવાં લાગ્યો. ધીમે-ધીમે એ એલિયન ગુટલુંની નજીક પહોંચી ગયો. ગુટલુંએ આંખ ખોલીને જોયું તો મોટી મોટી આંખો, મોટાં મોટાં કાન, માથા પર એન્ટેના જેવાં શિંગળા, હાડપિંજર જેવું ગ્રીન રંગની ચામડી અને કદમાં બરાબર ગુટલું જેવું. હવે તો ગુટલુંની બોલતી જ બંધ થઈ ગઈ અને પરસેવે રેબઝેબ થઈ ગયો આ જોઈ પેલા એલિયને તેનો હાથ પકડી લીધો અને આંખો બંધ કરી દીધી, થોડીવાર થઈ તો તેનાં માથામાં લાઈટ લબુકઝબુક થતી ગુટલુંએ જોઈ હવે તો ગુટલુને પાક્કું થઈ ગયું કે આ નક્કી મને તેનાં ગ્રહ પર લઈ જઈને મારી નાખશે.

થોડીવારમાં એલિયને આંખો ખોલીને બોલ્યો, "તારું નામ ગુટલું છેને ? ડર નહીં હું તને કંઈ નહીં કરું હું તો બસ આંખ બંધ કરી તારી ભાષાને મારામાં ડાઉનલોડ કરી રહ્યો હતો, જેથી હું તારી સાથે વાતો કરી શકું." આ સાંભળી ગુટલુંનો ડર થોડો ઓછો થયો.એણે ધીમેથી એલિયનને તેનું નામ પુછ્યું તો એલિયને કહ્યું, "મારું નામ ક્રિટા-થ્રી છે". બસ પછી શું ! ક્રિટા અને ગુટલું બંને દોસ્ત બની ગયાં. ગુટલું તેને પોતાનાં ઘરની અને શાળાની બધી વાત કરતો, પોતે બનાવેલાં અવનવાં પ્રોજેક્ટ તે ક્રિટાને બતાવતો અને ક્યારેક ક્રિટા ગુટલુંના આ પ્રોજેક્ટમાં પોતાની જાદુઈ શક્તિથી ચાર ચાંદ લગાવી દેતો. બંને કલાકો સૂધી વાતો કરતાં રહેતાં હતાં. ગુટલુંની જેમ ક્રિટાનાં પણ કોઈ મિત્રો નહોતાં.પણ હવે એ બંને એકબીજાનાં પાકકા દોસ્ત બની ગયાં હતાં. 

એક દિવસ ક્રિટા ગુટલુંને પોતાનાં યાનમાં બેસાડીને અંતરિક્ષની સફર કરવા લઈ ગયો. ગુટલું તો બધાં તારાઓને આટલી નજીક જોઈને કૂદવાં લાગ્યો, તેને બહુંજ મજા આવી. બીજીબાજુ ગુટલુંની મમ્મી તને બધી જગ્યાએ શોધી વરી પણ ગુટલું મળ્યો નહીં અચાનક એ વંડા તરફ આવતાં અવાજને કારણે ત્યાં પહોંચી તો ગુટલુંને એક વિચિત્ર આકૃતિ સાથે જોઈને એતો થથરી ગઈ અને દોડીને ગુટલુંને તેનાંથી દૂર કરી લઈ ગઈ. બીજી બાજુ ક્રિટાનાં મમ્મી- પપ્પા પણ તેને શોધતાં ત્યાં આવી પહોંચ્યાં અને ક્રિટાને પૃથ્વી પર માણસોની સામે જોઈ એ પણ ડરી ગયાં. ક્રિટાની મમ્મીએ તેને ઝડપથી તેનાં યાનમાં બેસાડ્યો અને આંખનાં પલકારાએ તેમનું યાન આકાશમાં ગાયબ થઈ ગયું.

ગુટલું અને ક્રિટા બંને રડી રડીને કહેતાં રહ્યાં કે અમે બંને દોસ્ત છીએ અમારી પાકકી દોસ્તી છે. અમે બંને એકબીજાને કોઈપણ પ્રકારની હાની ના કરી શકીએ. ગુટલું બોલતો રહ્યો, "મમ્મી એલિયન સારા હોય છે, એ પણ આપડા જેવાં જ છે ". પણ તેની મમ્મીએ વાત ના માની અને ગુટલુંની મમ્મીની જેમ ક્રિટાની વાત પણ કોઈએ ના માની. બંને કહેતાં રહ્યાં કે, "મનુષ્ય અને એલિયન બંને ખૂબ સારાં છે, બંનેને એકબીજાથી કોઈ ખતરો નથી પણ જૂની લોકવાયકાઓએ ગુટલું અને ક્રિટાનાં મમ્મી પપ્પાનાં મનમાં એવો ડર બેસાડ્યો હતો કે એ લોકો તેને સ્વીકારી જ ના શક્યા અને ગુટલું અને ક્રિટાની પાકકી દોસ્તી વિખૂટી પડી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy