Kalpesh Patel

Tragedy Inspirational Thriller

5.0  

Kalpesh Patel

Tragedy Inspirational Thriller

દિવ્ય દ્રષ્ટિ

દિવ્ય દ્રષ્ટિ

4 mins
2.7K


આયુષી દિવસે દિવસે માનસિક તણાવમાં તણાતી જતી હતી. લગ્નજીવનનો પહેલો દસકો થવા આવ્યો હતો છતાં તે માતૃત્વ પામી શકી નહીં એ વાતનો વરમો વસવસો હતો. “દવા, દુવા” – તો ક્યારેક “દોરા –ઘાગા ”,- અથવા “હકિમ – ફકીર” જેવા બધા તેના સાસુના પ્રયત્નો કરવા છતાં નિષ્ફળતા મળી. અશ્વિન આજે પણ તેના તરફ ઢળેલો હતો અને આયુષીનું દાંપત્ય જીવન સુખેથી ચાલતું રહેતું, પરંતુ તેની સાસુ “અલોપીબેન”ની રોજની વારસ અંગેની કટ-કટથી ધીમે ધીમે તેના લગ્ન-જીવનમા ઘીમી રફતારે ભંગાણ પડતું ગયું, અને અંતે તૂટી ગયું. આટલા સમય દરમ્યાન તે એક પણ બાળક ના આપી શકી એટલે આયુષીને, આખરે અશ્વિને તેની માં અલોપીના આગ્રહવશ થઈ એક દિવસ તરછોડી મૂકી.

આયુષી આ સંજોગોમાં સાવ એકલી પડી ગઈ. પિયરિયામાં ભાઈ ભાભી અને તેમને આશરે રહેતા તેના માતા-પિતાએ લોક લાજે ઔપચારિકતા બતાવતા કહ્યું કે, દીકરી તું તો જુવે છે ઘર કેટલું નાનું છે.. પણ તારે.. અમારી સાથે રહેવું હોય તો રહી શકે છે. પણ આયુષી સ્વાભિમાની હતી એટલે એકલા રહેવાનું પસંદ કર્યું. 

આયુષી હવે તેના ભાડાના બ્લોકમાં બૂટિક ચલાવીને સ્વમાનથી રહેતી ધીરે ધીરે પરિસ્થિતિ સામે સમાધાન કરી પગભર થઈ જીવન જીવવા લાગી. નવરાશની પળોમાં તેને ક્યારેક એકલતા ભરડો લેવા લાગતી. હવે તે નવરાશની પળે ઇન્ટરનેટના સહારે હતી. એક દિવસ શર્ફિંગ દરમ્યાન યોગા – પ્રાણીક હિલિંગની સાઇટ ઉપર તેને જોડાવવા માટે મોબાઈલ ઉપર લિન્ક મળી. અને સાવ કુતુહુલની અવસ્થામાં તે લિન્ક તેનાથી ક્લિક થઈ ગઈ ત્યાં, એક વિદેશી યુવાન ડાયસ ઉપરથી ફાંકડા અંગ્રેજીમાં વર્ક-શોપ ચલાવી રહ્યો હતો આ દરમ્યાન તેના જેવા ઘણા તે દિવસે ઓનલાઈન પ્રસારણનો હીસ્સો બનેલા હતા. વિચારહીન આયુષી શાંતિથી ઈયર પ્લગ દ્વારા તે લાઈવ-પ્રવચન સાંભળવા જોડાઈ.

“જીવનની કોઇપણ પરિસ્થિતિમાં મનુષ્યે હાર ના માનવી જોઈએ. યાદ રાખો...આ જગતમાં બધું જ પરિવર્તનશીલ છે. જે આજે છે એ કાલે નથી. !....દુ:ખી ના થાવ..તમે શું લઈને આવ્યા છો ? અને શું સાથે લઈ જવાના છો ?, સૌ સારાવાના થશે ! દુઃખો ક્ષણ-ભંગુર છે પણ આજે છે કાલે નથી. ભૂતકાળની ભીતિ અને ભવિષ્યનો ભય છોડો, અમારી “દિવ્ય દ્રષ્ટિ” હમેશા તમારી ઉપર છે. અમારે શરણે આવો , જીવનમાં હંમેશા સકારાત્મકતાનો અનુભવ થશેજ ".

ઇન્સ્ટ્રક્ટરના હૂંફાળા શબ્દો, આયુષીના સળગતા મનને શાંતિ આપવા લાગ્યા. તે દિવસનું પ્રવચન પત્યું ત્યારે આયુષી એક અલગ જ વિશ્વમાં વિચરતી હોય એવી અનુભૂતી આયુષીના અંતર મનમાં થઇ આવી. તેને સેસનના પ્રવચકના અવાજના હજુ પણ પડઘા પડતાં હતા. આયુષીએ મનોમન ક્ષણિક રાહત સાથે તે દિવસે “દિવ્ય દ્રષ્ટિ” ની ધન્યતા અનુભવી. અને સહજમાં લિન્કને સબક્રીપશન નોટિફાય કરી નાખ્યું.

હવે એ રોજ સાંજે બ્લોકના વાતાવરણમાં ધૂપ, અગરબત્તીની સુગંધ પ્રસરાવી “ફોર યુ ઓન્લી” સાઇટ ને જોઇન થાય અને મન પાવન થતું સમજતી હતી. સ્વચ્છ અને સાત્વિક પ્રવચનના સેસન આયુષીને ગમી ગયા. રોજ જુદા-જુદા ઓરેટરના પ્રવચન સાંભળીને એ પાવન થઈ જતી. નવરાશના સમયમાંઆ પ્રવૃત્તિ સાથે જોડતા આયુષીને એકલતાનો ભાર હવે હળવો થઈ ગયો હતો. રોજ નિત નવા ઓરેટરની નવા નવા વિષયોની સરલ ભાષામાં રજૂઆતથી સેસનમાં જોડાવનાર એક અગમ્ય નશામાં જકડાતા હતા.

સેશનના સમાપન દરમ્યાન નવા જુના બધા સભ્યો દ્વારા કરાતી કોમેન્ટ ઉપર ઓરેટરની નજર ફરતી અને આયુષીની કોમેન્ટ પર અટકી જતી અને તેને જવાબ આપતા. એક ઓરેટર તરફથી આયુષીને પ્રાઈવેટ નબર પર ઓનલાઈન થઈ પોતાની આપવીતી કહેવા સૂચન કર્યું, આયુષી વધુ વિચારે ત્યાં તેના મોબાઈલ પર તેઓનો કોલ તેના આવ્યો અને આયુષીએ આખરે તેની આપવીતી કહીં સંભળાવી. અને પાર્શ્વસંગીત મિશ્રિત સિસ્ટમ રેકોર્ડ ઘેરા અવાજમાં આયુષી ને ઉપદેશ આપતી સાઉન્ડ કેપસુલ ચાલુ થઈ “ જે થવાનું હતું એ થઇ ગયું. આજથી તમને નવું જીવન મળશે. તમે સાચા સરનામે આવ્યાં છો. કલ્યાણ થાઓ.. અમારી “દિવ્ય દ્રષ્ટિ” હમેશા તમારી ઉપર છે”.આયુષી તો આવો ત્વરિત હિલિંગ મેસેજ પામીને ધન્ય ધન્ય થઈ ગઈ.

બસ હવે આ રોજિંદો ક્રમ ચાલુ થયેલો હતો, તેમાં એક રવિવારે સવારે બ્લોકનો ડોર બેલ વાગ્યો અને જોયું તો એક પાર્સલ લઈ કુરિયર વારો આવેલો, આયુષીને નવાઈ લાગી, તેણે કઈ ઓર્ડર નથી કર્યું , તો પાર્સલ ક્યાથી. ? તેણે કુરિયરવારાને કહ્યું, ભાઈ તમે ખોટી જગ્યાએ આવ્યા છો.. મારો કોઈ ઓર્ડર પેન્ડિંગ નથી..! ત્યાં કુરિયરવારાએ આયુષીનો ફોન નબર જણાવી કહ્યું.. મેમ કોમ્પ્લીમેન્ટ્રી પાર્સલ છે... હું યોગ્ય જગ્યાએ છું.. પ્લીજ તમારા મોબાઈલના મેસેજ ઇન બોક્સમાં લિન્કમાં રિસીપ્ટ કન્ફર્મ કરો, તમારા પાર્સલમાં તાઝા ફૂલનો બુકે હોવાથી ,તે બગડે નહીં માટે ડિલિવરી કરવા પહેલ વહેલો તમારે ત્યાં આવ્યો છું. મારે હજુ ઘણી જગ્યાએ જવાનું છે, માટે જલ્દી થી મને છૂટો કરો તો સારું. આયુષીએ એક નજર તે પાર્સલ ઉપર નાખી ને જોયું ફ્રોમ “foryouonly.com” નું ટેગ જોયું , અને સંમોહિત અવસ્થામાં તેણે તેના મોબાઈલમાં આવેલ લિન્કને રિસીપ્ટ કરી ફૂલનો બુકે મેળવી, મનોમન ધાન્યતા અનુભવી. તે દિવસ પછી ક્યારેક મળતી આવી નાની મોટી “ફોરમલ્સ ” આયુષીને રાસ આવી ગઈ હતી.

આયુષીને સમય જતાં હવે પોતાના વિચારો વ્યક્ત કરવા મંચ ઉપર આવવા ઓફર મળતી થતી. સક્રિય સેવીકાઓમાં આયુષીનો પણ સમાવેશ થયેલો હતો. આયુષીતો પહેલેથી જ સાઇટ ઉપર પ્રસારિત થતી મીઠી વાણીથી પ્રભાવિત હતી. આ વળગણ યોગ્ય છે કે અયોગ્ય એ આયુષીને નહોતું સમજાતું ,પણ તે એક સાત્વિક પવિત્ર પ્રવૃતિ સાથે જોડાઇ છે તેનો.. તેને આનંદ હતો. તેટલાથી તૃપ્ત થઈ તે વધારે સક્રિયતાથી દૂર હતી. આયુષી કામની પળોમાં પણ હવે સાઇટ-સમુદાયના વિચારોમાં વિચરતી રહેતી. પરંતુ આ દરમ્યાન તેની અંગત ક્ષણોની અને આર્થિક – કે સામાજિક હિલચાલ આ બધું એક ગુપ્ત નજરમાં કેદ થતું રહેતું હતું એ વાતથી આયુષી સાવ અજાણ હતી. એક દિવસ જ્યારે તે બેન્કમાં પાસબૂક અપડેટ કરાવવા ગઈ ત્યારે.... આયુષીની નજર પહોળી થઈ ગઈ. આયુષીની આંખે અંધારા આવી ગયા… એ બેન્કના કાઉન્ટર પાસે જમીન પર ફસડાઇ પડી..

બેન્ક ના મેનેજરે તાબડતોબ પાણી છાંટ્યું... અને બોલ્યો “બેન આવી વૈશાખી ગરમીમાં નહક્નો ધક્કો ખાવ છો ,, તમે તો ઓન લાઇન ટ્રાન્જેક્શનમાં રેગ્યુલર અને સક્રિય છો... મેનેજરનું આવું સાંભળતા આયુષી પાછી મૂર્છા અવસ્થામાં સરી ગઈ.. ત્યાં તેના ફોનમાં મેસેજ એલર્ટ આવ્યો.. મેનેજરે જોયું તો સ્ક્રીન ઉપર.. ઇન બોક્સમાં મેસેજ હતો.. ?”....દુખી ના થાવ..તમે શું લઈને આવ્યા છો ? અને શું સાથે લઈ જવાના છો, સૌ સારાવાના થશે. દુઃખો ક્ષણ-ભંગુર છે”

બેન્કનો મેનેજર હજુ વિસ્મય થયેલો છે.... આખરે તેણે આયુષીની “કે. વાય. સી”.. ડિટેઇલના સહારે અશ્વિનને ફોન લગાવી..આયુષીની હાલતથી વાકેફ કર્યો. અશ્વિન આવ્યો ત્યા સુધીમાં આયુષીને હવે સાચી “દિવ્ય દ્રષ્ટિ” ની પ્રાપ્તિ થયેલી હોઇ, તે આવી પડેલા આર્થિક ઝટકાની કળ ખાઈ સ્વસ્થતા મેળવી ચૂકી હતી.  


Rate this content
Log in

Similar gujarati story from Tragedy