Kalpesh Patel

Tragedy

5.0  

Kalpesh Patel

Tragedy

દિવંગત દીવડો

દિવંગત દીવડો

4 mins
2.3K



         વિલિયમ અને સોફિયાની આજે એનિવર્સરી હતી. વિલિયમ દારૂની બોટલ અને ખારી-શીંગ લઈને ભૂતકાળને યાદ કરતા ખુશ હતો. તે અરબી સાગરનાં પ્રચંડ મોજાં નિહાળી રહ્યો હતો. વિલિયમ કિનારે ઊંચા ખડક ઉપર હોવા છતાં પાણીની વાંછટની છાંટ તેને ભીંજાવતી. તે તેને ગમતું અને તેની નજર 'દીવાદાંડી'. ઉપર પડતાં જ "સોફિયા"ની યાદ આવી ગઈ. તેની યાદમાં ખોવાઈ ગયોએક નજર વિશાળ સમુદ્રની વચમાં એકલી અટુલી દીવાદાંડીને પોતાનું કર્તવ્ય નિભાવતી જોતાં રહેતા. તે અરબી સમુદ્રના ખારા અને તેજ પવનના સુસવાટામાં કોટના બટનના મિરરમાં તેનો ચહેરો જોવા મથામણ કરી રહ્યો હતોકે સમયની થપાટોએ ચહેરાને કેટલો બદલ્યો છે ?

        વિલિયમ કેરલાના દરિયા કાંઠે આવેલી વિઝિંજામ દીવાદાંડીનો રખેવાળ હતો. રોજ રાત્રે તેની નોકરી ચાલુ થતી. સાંજ સુધીમાં દીવાદાંડીના ફાનસના કાચ ઉપરની મેશ ઉતારીને સાફ કરવાની અને તેની દિવેટ સંકોરવાની તથા કેરોસીન ભરી 'દીવાદાંડીનીછકેડીમાં દીવો મૂકીને તેનું ચક્ર આખી રાત હાથથી ચલાવવાની નોકરી કરતો. તેની નિયમિતતા અને વફાદારીથી વિઝિંજામ દીવાદાંડી વાસ્તવમાં એક રાહદારની ભૂમિકા અદા કરતી હતી.

        યુવાન જોડું "વિલિયમ" અને તેની પત્ની "સોફિયા" દીવાદાંડી પાસે આઉટ હાઉસમાં રહેતા અને મોજથી જીવતા હતા. એક વરસાદી રાતે  વિલિયમ દીવાદાંડીની ફરજ નિભાવી ઘેર પાછો આવતો હતો ત્યારે દરિયાની ખાડીમાં એક નવજાત બાળકીને રડતી જોઈ. તેનામાં કરુણા ઉમટે છે અને  રડતી નવજાત બાળકીને ઘેર લઈ આવી તેની પત્નીને આપે છે . સોફિયા આ અબોલ બાળકીને "એલિસ" નામ આપી પ્રસાદ ગણી બાળકીને સહર્ષ સ્વીકારતા મનોમન નક્કી કરે છે  કે, તે તેની સમગ્ર મમતા આ બાળકીને સમર્પિત કરશે અને આજીવન તેની કૂખે કોઈ બાળકને જ્ન્મ નહીં આપે. તેઓના જીવનમાં    "એલિસનાઆવવાથી હવે  દિવસો ખૂબ જ આનંદમાં વીતતા. પણ વિધાતાને આ ખુશી મંજૂર ન હતી ! એક વરસાદી રાતે "સોફિયાને" કાળોતરો ડસી ગયો અને જોત-જોતામાં ડોક્ટર આવે તે પહેલા નાગનું ઝેર આખા શરીરમાં વ્યાપી ગયું અને સોફિયા નાનકડી દીકરી "એલિસને" વિલિયમને આશરે છોડી આ દુનિયાથી સીધાવી ગઈ.

        "સોફિયાના" મરણનો આઘાત જબરો હતો. અરબી સમુદ્રના ગમે તેવા તોફાનમાં અડી રહેલો "વિલિયમ" હતાશ થયેલો. પરંતુ "એલીસનો" નિર્દોષ ચહેરો જોતાં તે હતાશાને ખંખેરીને દીવાદાંડીની અવિરત નોકરી સાથે એલિસના ઉછેરમાં લાગી ગયો. "એલિસ" પરણવા લાયક બનતા તેનું લગ્ન ગામના ચર્ચના પાદરીના દીકરા "જોહન" સાથે કરેલ. આમ એક જ ગામમાં દીકરી રહેતી હોઇ વિલિયમને "એલિસની" સાથે દીકરા સમાન જમાઈ "જોહનની પણ હૂંફ રહેતી. રવિવારની ચર્ચની પ્રાથના પછી "એલિસ" વિલિયમને મળવા બપોરે આવેલી અને વિલિયમને શરદીથી હેરાન થતો જોઈ બોલી, "નથી જવાનું બહાર. તમારી તબિયત તો જુઆવા વરસાદી માહોલમાં તબિયત વધારે બગડશે, રજા રાખજો " એલિસસાંજનું ટિફિન ટેબલ ઉપર મુકતા બોલી,. વિલિયમ ડરેલા અવાજે પ્રતિભાવ આપતા બોલ્યો, "ના મારી મા," એ તો જવું જ પડે " ભલે હજાર દિવસનું કેરોસીન અને દીવડાને ફેરવવતા મારા હાથના બાવડા બેવડ વળી ગયા પણ તેની ઉપયોગિતા અટલ છે. દીવાદાંડીની નોકરી એ જનસેવા છે. તેમાં ચૂક ઈશ્વર પણ માફ ના કરે.!

        તે રાત્રે વિલિયમ ખાટલામાંથી ઊભો થયો અને કોટ ચડાવ્યો. મેજ ઉપર પડેલી દારૂની બોટલ ઉપાડીને હંમેશની જેમ નોકરીએ જવા રવાના થયોપણ આ શું આઉટ હાઉસનો દરવાજો બહારથી લોક હતો. લાચાર વિલિયમને એક લખલખું આવી ગયું. તે ઘણું મથ્યોપણ દરવાજો "ટસનો મસ" ના થયો. તેને તેની ક્ષીણ આંખોથી બારણાંની ફાટમાંથી બહાર નજર નાખવાનો વ્યર્થ પ્રયાસ કર્યો પણ ઉમ્મરે તેનો સાથ છોડી દીધો હતો.!,,,..

        મંગળવારની સાંજ હતીજોહન સાઇકલ ઉપર વિલિયમને ટિફિન આપવા આવી પહોચ્યો હતો. દૂરથી દીવાદાંડીની ફરતો દીવડો જોયો  અને હંમેશની માફક આઉટ હાઉસની કડી ખોલીને ટિફિન મૂકવા દરવાજો ખોલ્યો. અહીંના અંધારામાં પણ ટેવાયેલ પગ તેને ટેબલ સુધી દોરી ગયા.  ટિફિનને ટેબલ ઉપર મૂકી પાછા વળતા પગ પાસે ઠોકર લાગતાં જોયું તો વિલિયમને નિશ્ચેત ઢળેલો ભાળી છળી ઉઠ્યો. ઝડપથી દીવો પેટવ્યો ને વિલિયમના નિર્જીવ શરીરને ઉપાડીને બિસ્તર ઉપર સૂવાડ્યું. એલિસને લઈ આવવા માટે સાઇકલ મારી મૂકી.

        એલિસને રસ્તામાં જ પોતાની ભૂલનો અહેસાસ થયો. તેને યાદ આવ્યું કે તેનાથી જ દરવાજાની કડી બહારથી ભીડાઈ ગયેલી અને તે વાત વિસરાઈ ગઈ હતી. તેથી તે દુ:ખી થતી હતી. આઉટ હાઉસ આવીને જોયું તો વિલિયમના હાથમાં એક કાગળની ગડી વળેલી ચિઠ્ઠી હતીએલિસે ઝડપથી ચિઠ્ઠીને હાથમાં લેતા વાંચ્યું કે,

        "વાહલી એલિસહું તારો ગુનેગાર છુંમાફ કરજેવીસ વરસ પહેલા આવી જ વરસાદી રાત્રિએ હું "સોફિયાની ના કહેવા ઉપર દીવાદાંડીની નોકરીએ ગયેલો અને તે વરસાદી રાત્રે દીવાદાંડીના પગથિયે તને કોઈ મૂકી ગયેલું.  તે રાત્રીએ તને મારે ઘેર લાવી સોફિયાની ગોદમાં મૂકી ત્યારથી રોજ રાત્રે એક દિવસ તો તારી જનેતા કે તાત બે માંથી કોઈના પણ રૂધિયામાં મમતાનો દીવડો ઝબકશે અને તને લેવા કે શોધવા કોઈ જરૂર આવશે ! એવી આશામાં મેં મારી અગણિત રાતો દીવાદાંડીની નોકરીમાં અવિરત વીતાવી પણ !

        આઉટ હાઉસના સન્નાટામાં એલિસના આંસુઓથી ખરડાયેલ ચહેરા ઉપર ફરતી દીવાદાંડીનો તેજ લિસોટો નિયમિત ગતિએ રેલાતો હતો પણ તેને ફેરવનાર આજે હાથ કોઈ બીજો હતો ! દીવાદાંડીનો દીવડો એને કાનમાં કશું કહી રહ્યો હતો !..એલિસ તારા દિલમાં વસનારો સ્નેહનો "દીવડો આજે દિવંગત"થયો છે,જે દિવંગત છે તે ક્યાય જતાં નથી તે આપણાં દિલમાં રહે છે . પણ એલિસનું  મન તે માનવાહજુ પણ માનતું ન હતું.. !

 



Rate this content
Log in

Similar gujarati story from Tragedy