દિવાલ (સામાજિક વાર્તા)
દિવાલ (સામાજિક વાર્તા)
2050 ની વાત કરીએ તો ટેકનોલોજીની સાથે સ્ત્રીઓની સામાજીક સ્થિતિ સુધરી હશે. હવે સ્ત્રી પુરુષ સમોવડી બની ગઇ હશે. હવે સ્ત્રીઓ કમાતી આવવાની, તે વખતે મોંઘવારી પણ એવી જ હશે, સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ભુમિકા ભજવતી જોવું તો મને ગર્વ થાય છે,સ્ત્રી હોવાનો. દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ આગળ આવે છે, શિક્ષણ, લશ્કરી દળ, મેડીકલ ક્ષેત્રે યાતો કોઇ પણ ક્ષેત્રે સ્ત્રીઓ તે વખતે પણ આગળ જ હશે.
ટેકનોલોજીમાં પણ ઘણા સુધારાઓ થયા હશે, માણસની જગ્યા રોબોટ પણ લેશે, પણ સમાજીક સંબંધો જેવા કે પતિ પત્નીનાં સંબંધમાં તનાવ હશે. સંબંધ ખાલી દુનિયાને બતાવવા પુરતા રહી જશે. પૈસા જ સર્વ બની જશે, તે વખતે ધનિક માણસના લગ્નજીવન સુખી હશે, ગરીબ પુરુષોના લગ્નનો પ્રશ્ન ગંભીર બની રહેશે. શિક્ષણમાં પણ પરિવર્તન આવશે, સ્ત્રીઓની આર્થિક, સામાજીક સ્થિતિ સુધરી હશે પણ કેટલાક ખરાબ પાસાઓ પણ હશે. જેમકે તનાવ ચીડિયાપણું પણ જોવા મળશે.
એક સિક્કાની બે બાજુ હોય તેમ સારા અને ખરાબ પાસા હોય તેમ આમાં પણ આ હકીકત જોવા મળશે. સંયુક્ત કુંટુંબની ભાવના ઘટશે.વિભક્ત કુટુંબનું પ્રમાણ વધશે. લગ્ન પ્રસંગો પૈસાને જાહોજલાલીનું પ્રદર્શન કરવાનો અખાડો બની જશે, પ્રેમ અને લાગણીનાં સંબંધો હવે સોશીયલ મિડિયા ને બતાવવા પુરતા જ રહી જશે, અંદરથી સાવ ખોખલા રહી જશે.અને પોઝીટીવ પાસા પણ ઘણાં છે.
હવે તે પહેલાં જેવી અબળા નથી, આતો ભગવાને મોકલેલા આ નવા ફિચર્સવાળા વર્ઝન છે. સહનશક્તિ સ્ત્રીઓની શુન્ય હશે, પણ દિલની સાફ હશે, પ્રમાણીક અને ઇમાનદાર હશે. જે છે તે હકીકત દેખાડશે, ખોટો ખોટો દેખાવ દંભ નહીં કરે. આ ખાસીયત છે. તેમની પાસે ફિચર્સ હશે, ટેકનોલોજી હશે, અનુભવ નહીં હોય ત્યારે વડીલોએ મિત્રતા કેળવવી પડશે. તે વખતે પરિવર્તન તેમને પણ લાવવું જોઈએ. જો તેમને માન જાળવવું હોય પોતાનું તો. તેમની રૂઢીઓને મનો વલણો નહીં ચાલે.
વાત છે,એક છોકરીની જે સપનાંઓ લઈને જન્મી છે. તે "ઉડાન" તો ભરશે જ. તમે તેને કાબુ માં ન કરો, આવતી કાલ તે પરીની હશે. આ નવા ભારતની નવી છોકરીઓ છે, પોતાની મંજીલ સુધી પહોંચીને જ રહેશે. આતો 2050 ના નવા વર્ઝન છે.
આપણે વાત કરીશું છોકરીની તેનું નામ કનિરા છે. વાત કરીએ છીએ આપણે 2050 ની. ત્યારે આ પરી જન્મી હોય છે. તે લાડકોડથી ઉછેરેલી હોય છે. પછી તે ધીરે ધીરે મોટી થાય છે.
તે ભણવામાં પણ હોશિયાર હોય છે, ઈતર પ્રવૃતિની સાથે તેના પરિવારને તેના પર ગર્વ છે.તે તેમની દિકરી છે.
પછી તે કોલેજમાં આવી તેને પહેલી મુલાકાતમાં કોઈ સાથે નજર મળી ગઈ ને પ્રેમ થઈ ગયો. ઘરનાં પછી બહુ સમજાવટ પછી દિકરીની ખુશી માટે સગાઈ પણ કરાવી આપી, કુંડલી પણ ચેક કરાઈ બંને કપલની પણ એક ભુલ કે સાથે સાથે સાસુની વહુંની ચેક કરાવવાની હતી. લગ્ન થઈ ગયા. થોડા દિવસ સ
ારું ચાલ્યું, પછી વિચારો ને મતભેદોની લડાઇ થવા લાગી. પછી સાસુ વહુ એકબીજાને નજરમાં
કણી માફક ખુંચવા લાગ્યા. નાની નાની વાતોમાં કંકાસ થવા લાગ્યો. કનિરા એ પહેલેથી આઝાદી પ્રિય છોકરી હતી. તેને કોઈ પરંપરાના નામ પર બાંધે તે તેને પસંદ નહતું. પછી ત્યાં ભેદ ત્યાં શરૂ થયો. ત્યાં બંને વચ્ચે ભેદ શરુ થયા ખાવા પીવાથી લઈ ને ઝગડા શરૂ થવા લાગ્યા. એક બાજુ ટેકનોલેજી અને ઉગતું વૃક્ષ હતું તો બીજુ અનુભવને આધારે ઘડપણ પર પહોચેલું વૃક્ષ હતું. પછી સાસુ એ દિકરાને તેની પત્ની વિરુદ્ધ રોજ ચડાવ્યા કરે ને કનિરા એના પતિ ને એની માંની રોજ ફરીયાદ કરે. પછી તેના પતિની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ.તેને જુદા થવાનું વિચાર્યું. પછી ધીરે ધીરે દિવાલ થઇ ગઇ વિચારોની અને ઘરની કનિરા અને એના પતિ અલગ થયા.
સાસુએ જીદને ખાતર દિકરો ખોયો. આ વાત સાસુને ત્યારે સમજાય છે જયારે કનિરા ના સસરાનું અવસાન થાય ત્યારે એકલા પડે છે. ત્યારે ઘણું મોડું થયેલું હોય છે. રાંડયા પછી ડહાપણ આવે તે શા કામ નું તેમના બે દિકરાઓ છે. કોઈ તેમને રાખવા તૈયાર નથી. તે માંજી એકલા પડી ગયા છે. પસ્તાવાનો પાર નથી. સાસુ એ સમજવું જોઇતુ હતું કે મારી દિકરી પણ કોઇની આવી રીતે વહુ થશે. કોઇની દિકરીને ઘરમાં એવુ વાતાવરણ પુરુ પાડો કે તેને લાગે કે આ મારું જ ઘર છે. તેને આગળ આવવું છે, તો જગ્યા આપો. તેના પગ ન ખેંચો. એક દિકરી કેટલીક આશાઓ સાથે પરણીને આવતી હોય છે. તેની સાથે મિત્રતા જેવો ભાવ કેળવો આજ કાલ તો મા દિકરી વચ્ચે પણ વિચાર ભેદ હોય જ છે. તો સાસુને તો કંઈ કહેવા જેવું નથી.
વૃદ્ધ થવું એટલે પરિપક્વતા લાવવી. શરીરે જે ઘરડા ફેરફાર થાય છે તે નથી માણસ શરીરથી ઘરડો થાય છે. મનથી નહીં.
મારી આ વાર્તા સાસુ વહુ નાં સંબંધ પ્રેમ કેવી રીતે રાખી શકાય તેની વાત હું કરું છું.
નવી આવેલી દિકરીને લાગવું જોઈએ કે આ મારી મા છે. તમે તેને થોડી ઉડવાની જગ્યા આપશો. તો તે પણ તમને સાચવશે ઘરના કામ આવડવા, સાડી પહેરવી, ભુવાઓને માથું નમાવવું, રિવાજના નામે બાધા લેવી આ બાહ્ય આચાર છે. સંસ્કાર અંદરથી આવે. સમાજમાં તમને કનિરા જેવી જ છોકરીઓ મળશે કેટલા ને તમે બાંધશો. તમારે વહુ સામે પોતાનું માન વધારવું હોય તો વહુઓ સાથે પોતાને સેટ કરવી પડશે. પોતે રસ્તો જાતે જ શોધવો પડશે. કોઈ તમને નહીં બતાવે બતાવવાના બહાને મનોરંજન કરશે તમારું.બીજું કંઈ નહીં.
જુદા થવું તે કંઈ સમસ્યાનો ઉકેલ નથી. સાથે રહીને સહભાગી બની એકબીજાનો સહારો બનવું પડશે સાસુ વહું એ સાસુ વહું એક થાય તો કોઈ પુરુષની તાકાત નથી. કે કોઈ સ્ત્રીને આગળ આવતાં રોકી શકે. એક સ્ત્રીએ બીજી સ્ત્રીની તાકાત બનવું પડશે, નવીનતાને અપનાવવી પડશે. પ્રશ્ન કનિરાનો નથી સમાજમાં બધી કનિરા ને છે.
દિલમાંથી નિકળેલ" લબ્સ".