દિલ દરિયો
દિલ દરિયો
દરિયાની અંદર કઈ કેટલી વસ્તુ છુપાયેલી છે. એમ મારા દિલમાં પણ કંઈ કેટલી વસ્તુ છુપાયેલી છે. દરિયો ખજાનો લઈને બેઠો છું અને હું પણ મારી અંદર યાદોનો ખજાનો કરીને બેઠો છું. બસ ખાલી સમુદ્રમંથન બાકી છે જ્યારે જ્યારે સમુદ્ર મંથન થાય ત્યારે સમુદ્રમાંથી કંઈ કેટલાય રત્નો નિકળ્યા આવે એમ મારા દિલમાં પડેલા રત્નો કોઈ સમુદ્રમંથન કરે દરિયાને ખવડાવવામાં આવે તો મળે. એના માટે મરજીવિયા બનવું પડે, પેટાળમાંથી પણ ગમે ત્યાંથી મોતી ગોતી લાવે છે. એના માટે છેક તળીયા સુધી જવું પડે. અને એથી જ ખજાનો અથવા તો મોતી મળે છે.
તળિયું માપવું એ ખરેખર અઘરૂં છે સમજદાર વ્યક્તિ રીસ્ક લેવામાં વિચારણા કરે અને વિચારણાના અંતે આ ખૂબ મોટું રિસ્ક છે એમ સમજી અને જવા દે. પરંતુ લાગણીના દરિયામાં ડૂબેલું વ્યક્તિ કોઈ દિવસ પાછી પાની કરતો નથી. કોઈ પણ સંજોગોમાં સામેવાળા વ્યક્તિ ને પામવા અને માપવા ગમે તેમ કરીને એના આત્માને ઢંઢોળે છે, ખોળે છે અને એને પામીને જ રહે છે. આ છે લાગણીના દરિયામાં ડૂબવાની વાત કોઈ વ્યક્તિ સામેવાળાને ખરેખર દિલથી ચાહતા હૈ કે ચાહતી હોય તો એ ચોક્કસપણે સામેવાળાના દિલમાં ઉતરી ને જ રહે છે ભલેને દરિયો ગમે એટલો ઊંડો હોય ભલે ને દરિયો અમાપ હોય એના કોઈ પણ રહેશે ને પામવા માટે એ હંમેશા ત્યાં જઈને પહોંચે છે મરજીવા બનીને.
