Vibhuti Desai

Romance

4  

Vibhuti Desai

Romance

ધરતીનું સ્વર્ગ

ધરતીનું સ્વર્ગ

1 min
753


નાનપણમાં સાંભળેલું કાશ્મીર એટલે ધરતી પરનું સ્વર્ગ. બરફ આચ્છાદિત પર્વતો, ચિનારનાં વૃક્ષો, કેસરના બગીચા, સફરજન, અખરોટના બગીચા. ફૂલોથી સુશોભિત નિશાન્ત બાગ. દાલ સરોવરમાં શિકારામાં ફરવાની મજા. બોટહાઉસમાં રહેવાની મજા. ચોમેર હરિયાળી. આવું મનમોહક વર્ણન સાંભળીને મનોમન એક સપનું રચાયું. જિંદગીમાં એક વખત તો ધરતી પરનાં સ્વર્ગની મોજ માણવી છે.

સાગર સાથે લગ્ન થયા, નવોઢા બની સાસરે આવી. એકાદ અઠવાડિયામાં જ સાગરે સરપ્રાઈઝ આપ્યું. હનીમુન ટ્રીપની કાશ્મીરની બુકિંગ ટીકીટ આપી. અહાહા મારા આનંદનો પાર નહીં. હું તો નાચી ઉઠી સાગરને વળગી જ પડી. સાગર તો આભો બની જોઈ જ રહ્યો. મેં કહ્યું,"સાગર તારે લીધે જ મારું સપનું સાકાર થવાનું." 

આખરે એ ઘડી આવી, જમ્મુ તાવીમાં અમે શ્રીનગર પહોંચ્યા. મેં કહ્યું કે સૌથી પહેલા દાલ સરોવર જઈશું. એક શિકારાવાળાને મળી શિકારા સફર રાત્રે કરવાનું નક્કી કર્યું.

ચાંદની રાત, નિરવ શાંતિ અને શાંત દાલ સરોવરમાં અમે શિકારામાં સફર કરીએ કેટલું આહલાદક દ્રશ્ય! ચોમેર રેલાતી ચાંદની, મંદમંદ લહેરાતો પવન, સાથે સાગરનો હૂંફાળો સ્પર્શ. મેં સાગરને કહ્યું કે સ્વર્ગ અંહી જ છે.

સાગર કહે," મેડમ, હજુ ક્રુઝની સફર બાકી છે થોડા આનંદ, આશ્ર્ચર્ય એને માટે પણ રાખો."

બે દિવસની ક્રુઝની સફર લીધી. દિવસ રાત ક્રુઝમાં. બધા સુતાં હોય પણ અમે તો ક્રુઝમાં ખુલ્લામાં ચાંદનીની મજા માણી. ચોમેર પાણી, પાણીમાં પડતો વૃક્ષોનો પડછાયો, અને જહાજ જાણે બરફ પર સ્કેટીંગ કરતું હોય એમ સરકતું જાય. ખરેખર ખૂબ મજા આવી. મારું સપનું સાકાર થયું.


Rate this content
Log in

Similar gujarati story from Romance