STORYMIRROR

Aniruddhsinh Zala

Abstract

3  

Aniruddhsinh Zala

Abstract

ધરતીના માનવનાં પ્રેમનો વિજય

ધરતીના માનવનાં પ્રેમનો વિજય

3 mins
146

આકાશેથી રૂપ રૂપનો અંબાર એવી એક સ્વર્ગની સુંદર સોનપરી ઉતરી એક દિવસ ધરતી નિહાળવા ને ધરતી પર દરિયા કિનારે એક વીર પુરુષ વીરબહાદુર સાથે વાતો વાતોમાં જ દિલ દઈ બેઠી. પ્રણય રંગ જામ્યો ને તે પ્રેમની સુવાસ દેવતાઓ સુધી પહોચી.

 "સુગંધ સાચી પ્રીતની ફેલાઈ ચોતરફ નિહાળી હરખે વસુંધરા હરિયાળી ચોતરફ."

સુંદર અપ્સરાને ખોવાની બીકમાં દેવતાએ નારાજ થઈ તે પરી સામે જ પેલા વીર પ્રેમી યુવાનને લલકાર્યો હતો. આ ધરતીનો વીરબહાદુર પણ સામી છાતીએ લડયો. ભયંકર લડાઈ થઈ,.

"તું જાયો સિંહણ તણો, કેવાણો સિંહણકંથ;

ભડ ભારથે ભીડતા, પગ પાછો ન ભરે પંથ."

પણ અનેક દેવતા આગળ માનવીની તાકત ઓછી પડતા તે ઘાયલ ખુબ થયો અને પરીને રાહ તેની જોવાનું કહીને વીરગતિ પામ્યો.

ક્રૂર રસ છલકાયો ધરતી અને તરોવર પણ સોનપરી સાથે રુદન કરવા લાગ્યાં. સાગર ઊંચા પ્રલયકારી મોજાં સાથે ઉછળવા લાગ્યો.

સોનપરી પણ એ પ્રેમી વીર બહાદુરની ઝંખનામાં ફરી આપેલ વચન મુજબ જન્મ લઈ આવે તેની રાહ જોતા ધીરજ ધરી ધરતી પર એ રાહ જોતી. પ્રેમ તો સદાય અમર હોય જ છે. ફરી એ જ યુવાન વીર બહાદુર ધરતી પર પરી માટે જન્મ ધરીને યુવાન બનતાં તેને બીજા જનમે પરીને શોધી લીધી. મિલન થતાં જ ફરી સોનપરી ચાહવા લાગે છે.

  આ વાતની ખબર સ્વર્ગમાં ફેલાતા દેવતાઓ જાણી ક્રોધે ભરાઈ પરીને કહે છે,

"આ ધરતીના મરણને પાત્ર એવા તુચ્છ માનવમાં તું એવુ તે શું જોઈ ગઈ છે કે દેવલોક છોડી બીજા જનમે પણ આ માનવને તું ચાહે છે ?"

પરી નમ્રતાથી કહે છે, "હે દેવ..! આપના સ્વર્ગ અને ધરતીમાં ઘણો ફેર છે. સાંભળો..! સ્વર્ગના દેવ અહંકારમાં મારો સુંદર દેહ જોઈ ભોગ માટે જરૂર પુરતા જ મને ચાહે છે."

અને આ માનવ તો મારા હોઠો પર સદાય હાસ્ય છલકતુ રહે તે માટે સદા પ્રયત્નશીલ રહે છે. મારા માટે તે દેવતા સામે લડી વીરગતી પામેલ પણ તેના અમર પ્રેમના કારણે ભગવાને ફરી મારા માટે તેને જનમ આપ્યો."

પરી વંદન કરી કહે.

"હે દેવતાઓ તમે જે ભગવાનને જોવા હજારો વરસો સુધી તપ કરો છો. તે ભગવાન આ ધરતીના માનવના પ્રેમને વશ થઈ તરત પ્રગટ થાય છે. જો ભગવાન પણ તેના પ્રેમને વશ થતાં હોય તો હું તો સામાન્ય પરી છું. "

દેવતાઓએ વીરઃ બહાદુરને છોડી દેવાનો આદેશ કરતા પરી બોલી,  

"મને આ માણસનો થોડા વરસોનો સથવારો પણ સ્વર્ગથી અનેકગણો આનંદ આપશે. એટલે મને શ્રાપ આપશો કે જેલ. મંજૂર છે મને પણ આ સ્વર્ગથી ચડિયાતી ધરતી અને મુઠ્ઠી ઉચેરા આ માનવી એવા રણવીરને છોડી હું સ્વર્ગમાં આવવા માંગતી નહી. આ મારો દ્રઢ નિશ્ચય છે." 

એક દેવતા ગુસ્સામાં તેના પ્રેમીને મારવા ભાલો ફેકે છે. પણ પરી આડે આવે છે. અને પરમાત્માને તેના પ્રેમની રક્ષા માટે પ્રાર્થના કરે છે. અને આશ્ચર્ય.. થયું.

ભાલો પાછી પેલા દેવતા તરફ ગતિ કરે છે દેવતા ભાગે છે ને આકાશવાણી થાય છે,

"હે દેવો સત્તાના મોહમાં અંધ ન બનો. પૃથ્વી મારુ સર્જન છે. અને પૃથ્વીના માનવોમાં છલકતો અપાર પ્રેમભાવ મને પણ વારંવાર ખેચી લાવે છે. તે સહુ જાણે છે."

પછી આદેશ થયો,

"દેવતાઓ જાવો તમારા સ્વર્ગમાં અને તમારા સ્વર્ગ કરતાંય ચડિયાતી આ પ્રેમ છલકતી ધરતી પર પરીને રહેવા દો..!"

 દેવતાઓ આદેશ સ્વિકારી વિલા મોએ ચાલ્યા ગયા. ને સોનપરી તો બસ એ છલકતાં વીરબહાદુરના હૈયા સાથે ચોટી ગઈ.... ધરતીના માનવનાં પ્રેમનો વિજય થયો 


Rate this content
Log in

Similar gujarati story from Abstract