Jinil Patel

Classics Thriller

4.7  

Jinil Patel

Classics Thriller

ધી ડાર્ક કિંગ - ભાગ ૨

ધી ડાર્ક કિંગ - ભાગ ૨

2 mins
23.6K


ડાર્ક થંડર એક કબ્રસ્તાન માથી લાશોને કાળી વિદ્યા અથવા મેજિકલ પાવરથી જીવતા કરી ૮૬ની સેના સાથે નોર્થમોર પર હુમલો કાર્યો હતો અને હવે તે રાજ્ય પર જીત મેળવી ત્યાની સેનાને પણ પોતાની સેનામા જોડી દઈને ૧૪૮૬ની સેના તૈયાર કરી . હવે એની તાકાતમાં વાધારો થઇ ગયો હતો.

નોર્થમોર પર જ્યારે ડાર્ક થંડરે હુમલો કાર્યો હતો ત્યારે એ રાજ્યનો એક ખેડુત જે થોડે દુર પોતાના ખેતરમાં હતો ત્યારે દુર ઉડતી ધુળ ની ડમરી ઉડતી જોઇ એને લાગ્યુ કે કંઈક ભયાનક ઘટના બનવાની છે, એણે તરત એના બળદોને છોડી મુક્યા અને તે જ ગ્યુમાર્ક તરફ દોડવા લાગ્યો. બીજી બાજુ પશ્ચિમ વિસ્તારનું છેલ્લું રાજ્ય વેન્ટૂસમાં કિંગ મોર્થનનો પુત્ર જોર્ડન એ એથીસ્ટનને મારવા ઇચ્છતો હતો. એથીસ્ટન ખુબ જ બુદ્ધિશાળી અને કુશળ તલવારબાજ હતો. એ વેન્ટૂસ રાજ્યના ગરીબો માટે ભગવાન રૂપ હતો અને બીજાઓ માટે એક ચાલાક યોદ્ધા હતો. તે વેન્ટૂસ રાજ્યના અમીરોનું ધન ચોરીને ગરીબોને મદદ કરતો હતો અને એણે બે થી ત્રણ વાર જોર્ડનનું ધન લુટ્યું હતું; તેથી જ જોર્ડન એને પકડીને મોતની સજા આપવા માંગે છે. તે સતત એથીસ્ટનને મારવાની યોજનાઓ બનાવતો રહેતો અને એથીસ્ટન જોર્ડનની યોજના નિષ્ફળ બનાવવામાં સફળ રહેતો. 

એથીસ્ટન વેન્ટૂસના એક અમીર વ્યકિતનું ધન લુંટીને તેના બે-ત્રણ સાથીયો સાથે સેન્ટાનિયા આવી ગયો; ત્યાની સમૃદ્ધિ જોઇ તેણે ત્યા એક મહિનો ત્યા જ રોકાવાનું નકકી કરી દીધુ . વેન્ટૂસમાં જોર્ડન એથીસ્ટનને શોધી ને થાક્યો, પછી એણે એથીસ્ટનના મિત્રો ને બંધી બનાવી પૂછ-પરછ કરવા લાગ્યો. પહેલા તો એના મિત્રો કંઈ ન બોલ્યા પણ જ્યારે જોર્ડને અસહ્ય પીડા આપવા લાગ્યો ત્યારે મિત્રોથી ન સહેવાયુ અને કીધું કે “એથીસ્ટન વેન્ટૂસના એક અમીરનું ધન લુંટીને તેના બે-ત્રણ સાથીયો સાથે સેન્યાનિયા જતો રહ્યો છે.” જોર્ડને એમને છોડી મુકી તરત જ તેના સૈનિકો સાથે સેન્ટાનિયા જવા રવાના થયો .

પૂર્વીય બાજુ ડાર્ક થંડર નોર્થમોરમાં પોતાની ૧૪૮૬ની સેનાના સેનાપતિ સાથે ગ્યુમાર્ક જીતવા માટેની યોજના બનાવી રહ્યો હતો. તેણે સેનાપતિને પુછ્યું “ આપડી સેનાને ગ્યુમાર્ક પહોંચતાં કેટલો સમય થશે ?” 

“મહારાજ, જો આપાડી પાસે ઘોડા હશે તો લગભગ એકાદ દિવસ થશે અને ચાલાતા જઈશું તો અંદાજે ત્રણ દિવસ થશે.” સેનાપતિએ વિચારીને કહ્યું .

“આપાડી પાસે કિંગ રોબની સેનાના ૫૦૦ ઘોડા છે”

“હા તો મહારાજ જે ચાલવામાં નબળા છે એમને ઘોડા આપિદ્યો અને બીજા ચાલતા, જો આમ થાય તો લગભગ બે દિવસમાં પોહચી જવાય.”

“હા સેનાપતિ આપડે જલદીજ પોહચવાનું છે. એ સારો વિચાર છે.”

“કાલે સવારે આપડે નીકળી જાઈએ”

“અરે ! ના ના સવારે નઈ રાત્રે નીકળીશું આપડે .”

“હા મહારાજ.” સેનાપતિ માથું નમાવીને જવાબ આપ્યો.

ડાર્ક થંડરના ઇશારાથી સેનાપતિ જતો રહ્યો.

ક્રમશ..


Rate this content
Log in

Similar gujarati story from Classics