Jinil Patel

Drama Fantasy

4.7  

Jinil Patel

Drama Fantasy

ધી ડાર્ક કિંગ

ધી ડાર્ક કિંગ

3 mins
188


           એઝાર્ન સમુદ્ર ની પશ્ચિમ બાજુએ ક્યુડેન ના દરિયા કાંઠે ઊભેલા એક બાળકે પૂર્વ ના ઊગતા સૂર્ય તરફ જોયું તો એક નાનકડી નાવ તેના તરફ આવતી હતી. તેણે તરત જ તેના પિતા ને બોલાવ્યા અને એટલામાં ચાર-પાંચ લોકો ત્યા ભેગા થઈ ગયા, પેલી નાવ ધીમે ધીમે નજીક આવી. તેમાથી એક ખુબ થાકેલો માણસ નીચે ઉતર્યો કે તરત જ એ રાજા પાસે જવા દોડ્યો. ક્યુડેન ના કિંગ ઈક્બર્ટ મંત્રી સાથે રાજ્યની ચર્ચા કરતા હતા એવામાં પેલો માણસ દોડતો દોડતો તેમણી પાસે આવ્યો. મંત્રી તેને જોઇને જ ઓળખી ગયો અને કિંગ ઈક્બર્ટ ને કહ્યું “ આતો શેઈલી છે, સેન્ટાનિયા નો પ્રખ્યાત વેપારી.” પેલો માણસ શેઇલી કિંગ ઈક્બર્ટ ને કહેવા લાગ્યો “ મહારાજ, પેલો રાક્ષસ ‘ડાર્ક થંડર’ આવી રહ્યો છે.” આ નામ જ સાંભારતા કિંગ ઈક્બર્ટ હચમચી ગયો અને તરત જ મંત્રી ને આદેશ આપ્યો કે “ જલદી થી ત્રણ ઘોડા તૈયાર કરો, આપડે આ ખબર કિંગ બેલમોંટ ને આપવી પડશે.”

              કિંગ બેલમોંટ પશ્ચિમ વિસ્તાર ના રાજા હતા, સેન્ટાનિયા એ પશ્ચિમ વિસ્તારનું મુખ્ય રાજ્ય હતુંં. કિંગ બેલમોંટ ના હાથ નીચે બે રાજાઓ હતા, કિંગ ઈક્બર્ટ અને કિંગ મોર્થન. કિંગ મોર્થન એ વેન્ટૂસના રાજા હતા.  

              ક્યુડેન એઝાર્ન સમુદ્રના કિનારે વસેલું હતુંં અને ત્યાથી ૬૩ માઇલે સેન્ટાનિયા આવતું અને સેન્ટાનિયા થી ૪૯ માઇલે વેન્ટૂસ હતુંં. ક્યુડેન અને સેન્ટાનિયા વચ્ચે પહાડી વિસ્તાર હતો અને સેન્ટાનિયા અને વેન્ટૂસ વચ્ચેથી નદી પસાર થતી હતી.  

કિંગ ઈક્બર્ટ, તેમનો મંત્રી અને શેઇલી સેન્ટાનિયા જવા રવાના થઈ ગયા. અંદાજિત એકાદ દિવસ ની સફર બાદ તે લોકો સેન્ટાનિયા પહોંચી ગયા. કિંગ ઈક્બર્ટ ને મહેલ તરફ આવતા જોઇ દ્વારપાળે સંદેશો કિંગ બેલમોંટ ને આપ્યો. કિંગ ઈક્બર્ટ જ્યારે સભાખંડમાં પહોંચ્યા ત્યારે કિંગ બેલમોંટ પોતાના રાજગાદી પર બેઠાં જ હતા. કિંગ ઈક્બર્ટ ત્યા પહોંચી ને કહેવા લાગ્યા “ મહારાજ પેલો ‘ડાર્ક થંડર’ આવી રહ્યો છે.” 

“કોણ ડાર્ક થંડર ? પેલી દંતકથાઓમાં છે એ ?” કિંગ બેલમોંટ હસીને બોલ્યા.

“ હા મહારાજ, પેલો રાક્ષસ જે ૩૫૦ વર્ષ પહેલા આ દુનિયા પર પોતાની સત્તા સ્થાપવા માંગતો હતો. ” કિંગ ઈક્બર્ટ ની બાજુમા બેઠેલો શેઇલી ગભરાતા અવાજે બોલ્યો.

 “ અરે ! આ બધી તો વાતો જ છે હું નથી માનતો અને કિંગ ઈક્બર્ટ તમે પણ આ વેપારી પર ભરોસો કરી બેઠા ?” કિંગ બેલમોંટ થોડા ગુસ્સામાં બોલ્યા.

“માફ કરીદ્યો કિંગ બેલમોંટ, હું આ બધી વાતો માનતો હતો પણ હવે મને પણ શંકા થવા લાગી છે.” કિંગ ઈક્બર્ટ થોડું માથું નમાવીને બોલ્યા.

“ચાલો હવે આટલા દુરથી આવ્યા છો તો ભોજન કરીને જ જાઓ અને હા પેલા વેપારી ને પણ સાથે લેતા આવજો.” કિંગ બેલમોંટ રાજગાદી પર થી ઉભા થઈને બોલ્યા.

              પછી એ લોકો જમવા માટે ભોજન કક્ષ માં ગયા. આમ કિંગ બેલમોંટે ‘ડાર્ક થંડર’ ની વાત માન્યા જ નહીં પરંતું ખરેખર ઍઝાર્ન સમુદ્ર ની પૂર્વ બાજુએના બે રાજ્યો માં હાહાકાર મચેલો હતો.  

             પૂર્વીય વિસ્તારમાં ચાર રાજ્યો હતો તેમા પૂર્વીય સમુદ્ર કિનારે પામાર્શિયા વસેલું હતુંં. પામાર્શિયા માં કિંગ હોરિક ની સત્તા હતી. પામાર્શિયા થી ૪૩ માઇલે રિયોના હતુંં અને તેની સત્તા પર કિંગ લુઇસ હતા. રિયોના થી ૫૮ માઇલે ગ્યુમાર્ક હતુંં તે પામાર્શિયા અને રિયોના કરતા વિશાળ હતુંં અને ત્યાની રાજગાદી પર કિંગ હેગાન હતા. ગ્યુમાર્ક થી ૬૧ માઇલે છેલ્લુ રાજ્ય નોર્થમોર અને ત્યાંનો કિંગ રોબ હતો. 

            નોર્થમોર ની દક્ષિણ બાજુ પહાડી વિસ્તાર હતો, ત્યાથી જ આ ડાર્ક થંડર આવ્યો હતો અને એણે નોર્થમોર ને પચાવી પડ્યુ હતુંં એટલે કે નોર્થમોરની સત્તા પર હવે ડાર્ક થંડર હતો અને કિંગ રોબની છાતીમાં તલવારથી ત્રાંસો ચીરો પાડયો અને બંદી બનાવી દીધો. 

હવે આગળ કંઈક ભયંકર થવાનુ હતુંં.

  (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Drama