Jinil Patel

Drama

4.0  

Jinil Patel

Drama

કાઠિયાવાડનો પ્રેમ

કાઠિયાવાડનો પ્રેમ

12 mins
335


અરે ! જોગિદાસજી સવાર સવારમાં કઇ બાજુ ? "ગામની પાદરે બેઠેલા ભીખાજીએ હળવેથી પૂછ્યું.

" એલા ભીખા આ સામેના મંદિરે જાઉ છું; અને હા ગઢપણ આવે છે મંદિર ની ટેવ તો પાડવી પડશે ને " જોગિદાસજી એ ચાલતા ચાલતા જવાબ આપ્યો.

રાંમપુરા ગામ ની પાદરે શિવજી નું રમણીય મંદિર આવેલુ અને તેની આજુબાજુમાં આહલદક વાતાવરણ છવાયેલું રહેતું. ગામ ના ડોસા-ડોશી રોજ મંદિરે આવતા અને ભજન કિર્તનથી વાતાવરણ ને એથી ય વધારે સુંદર બનાવી દેતા.

પછી તો જોગિદાસજી મંંદિરમા જઈને પ્રભુુ ના દર્શન કર્યા.

ઘરે જઈને જોગિદાસજી એ પ્રસાદ પ્રિય પત્ની સવિતાબેન આપ્યો અને પૂછ્યું "લાલો ક્યાં" ?

" એ તો હજી ક્યાં જાગ્યો જ છે. " સવિતાબેને લાલા ના ખાટલા તરફ મોં ફેરવીને કહ્યું.

જોગિદાસજી થોડા ગુસ્સામાં " અરેરે.. આ આળસુ ને તો કઈ કામ કરવું નથી ને આખો દિવસ પડી રેવુ છે."

" લાલા.... એ લાલા... ઊઠ આ સૂરો માથે આયો " ઉંચે અવાજે જોગિદાસજી બોલ્યા.

" અરે બાપુ ! ઘડીક ઊંઘવા દો ને " લાલો બબડ્યો.

" અરે ઘડીક વાળી, ઉભિનો થા." જોગિદાસજી એ લાલાને હાથ પકડીને ઉભો કાર્યો.

" હાલ હવે નાઇ-ધોઇને દુકાને જાતો રેજે, હું વાડીએ જાઉ છું."

" હા બાપુ "

સવિતાબેને ફટોફટ લાલા માટે ચા ને ભાખરી બનાવી દીધી અને જોગિદાસજી માટે ભાથું ભરી દીધુ.

પછી તો જોગિદાસજી ભાથું લઈને ચાલતા થયા ને લાલો પણ ચા-ભાખરી ખાઇને દુકાને રવાના થયો ; અને સવિતાબેન ઘરમાં કામે લાગી ગયા.

રામપુરા ગામમાં માત્ર બે જ દુકાનો હતી એમાંથી એક લાલાની અને બીજી નથુરામની. નથુરામની દુકાન મંદિર ની બે શેરી પાછળ અને લાલા ની દુકાન ગામ ની પાદર નજીક જ હતી તેથી મોટેભાગે લોકો લાલાની દુકને જ આવતા.

લાલો રોજ સવારે દુકાને જાતો પછી બપોરે ઘડીક ઘરે આટો મરી આવતો ને પાછો દુકને આવી કામે લાગી જાતો, પછી દહાડો આથમે એટલે સાત ને ટકોરે દુકાન બંધ કરી ઘરે પાછો વળતો ; જોગિદાસજી પણ છ વાગ્યે ગાડું લઈ વાડીએથી પાછા વળતા.

આમ બાપ-દિકરાની આવક સારી એવી થતી ને ઘર પણ શાંતિથી ચાલતું. જોગિદાસજી ને એકનો એક દિકરો હતો તેથી તે પૈસા ની બચત કરતા જેથી ધુમ ધામ થી લાલા નું લગ્ન કરી શકાય.

એક દિ લાલો દુકાને બેઠો હતો ને બપોર નો સમય હતો , સવારથી છાપું વાંચી ને કંટાળેલો લાલો ઘરે આંટો મરવા જાતો જ હતો ત્યા એક તીણો , મધુર અને દર્દ ભર્યો અવાજ લાલા ના કાને અથડાયો " ઓ ભાઈસાબ મને પણી પીવડાવો ને બઉ તરસ લાઇગી સૅ." લાલાની દુકાને આવેલી યુવતીએ કહ્યું.

" ઉભાર્યો લાવું. " એટલુ કઈ લાલો દુકાનમાં જઇ ફટોફટ

ગોળા માથી ગ્લાસ ભરીને પેલી સ્ત્રી ને આપ્યો.

પેલી સ્ત્રી તો ઘટઘટ પાણી પી ગઈ ને કહ્યું " હજી એક ગિલાસ પઇ દ્યો ને. "

લાલા ને લાગ્યુ કે આમને બઉ ભૂખ લાગી લાગે છે એટલે એણે પૂછી નાખ્યું " તમને ભૂખ લાગી હોય તો ચલો મારા ઘેર જમાડી દઉ તમને "

પહેલા તો પેલી સ્ત્રી અચકાઇ પણ ભૂખ ને કારણે એનાથી " ના " ના કહેવાયું.

પછી તો લાલા એ દુકાન ને તાળું લગાડયું ને લાલો આગળ ને પેલી સ્ત્રી તેની પાછળ-પાછળ ઘર તરફ રવાના થયા.

• બંન્ને ઘરે પહોચ્યા એટલે સવિતાબેને તેમણે આવકાર્યા,

પછી લાલાએ ઓસરીમાં ખટલો પાથર્યો અને પેલી યુવતીને કહ્યું " તમે ઘડીક બેસો, હું હમણા જમવાનું લઈ આવું."

લાલો અને સવિતાબેન રસોડામાં ગયા ત્યા તરત જ સવિતાબેને પૂછ્યું કે " કોણ છે આ બેન ? "

" અરે મા હું પણ નથી જાણતો , આ તો એ મરી દુકને પણી પીવા આવ્યા તા અને મને ચહેરા પરથી થાકેલા અને ભૂખ્યા લાગ્યા એટલે હું ઘરે લઈ આવ્યો "

" કશો વાંધો નઈ , હું ફટોફટ ગરમ-ગરમ રોટલા કરી દઉ "

પછી તો સવિતાબેને બે થાળી માં શાક,રોટલી,દાળ-ભાત, ચટણી અને છાશ નો પ્યાલો તૈયાર કરી પિર્સ્યો.

લાલો અને પેલી યુવતી બંન્ને જમતા હતા ત્યા બાજુમાં બેઠેલા સવિતાબેને પૂછ્યું " બેટા, તારુ નામ શું છે ? "

યુવતી એ છાશ નો એક ઘુંટડો ભરી બોલી " સુધા "

સવિતાબેને ફરીથી પૂછ્યું " સુધા બેટા ક્યા થી આવે છે ? "

" માડી હું જુનાગઢ ના મખીયાળા ગામ ની છું "

" આહિયા એકલી જ આવી છો ? "

આટલું જ સાંભરી સુધા ઢીલી પડી ગઈ અને જીવ કઠણ કરી એણે કહ્યું " ના માડી , હું તો મારા બાપુ , મા , અને મારા ભાઇલા હરે આઇવી તી "

" એ બધા ક્યાં છે ? "

એટલામાં તો સુધા ના આંખ માંથી આંસુ તપકવા મંડ્યુ.

સવિતાબેને કીધું " ના બેટા રડીશ નઈ તું શાંતિ થી જમી લે"

જમીને લાલા એ એક ખાટલામાં ગોડદી પાથરી અને રજાઈ અને ઓશિકું સુધા ને આપી આરામ કરવા કીધું.

સુધા પણ થાકેલી હોવાથી આડી પડતા જ તેની આંખ લાગી ગઈ.

સવિતાબેન પોતાના કામે લગી ગયા અને લાલો પણ દુકાને ચાલ્યો ગયો.

લાલો દુકાને બેઠો હતો પણ તેનુ મન તો ઘરે પેલી સુધા મા જ હતું. રોંઢૅ પણ લાલો વહેલા દુકાન બંધ કરી ઘરે ચાલ્યો ગયો અને જોગિદાસજી પણ ઘરે આવેલા હતા.

સવિતાબેને જોગિદાસજી ને સુધા વિષે થોડુ ઘણુ કીધું અને વધારે તો જાણતા ન હતા.

પછી તો બધાએ સાંજ નું વાળુ કરી બેઠા હતા. એમા સુધા બોલી " આપ બધાઇનો ખુબ ખુબ આભાર "

સવિતાબેને કીધું " કઈ વાંધો નઈ " ત્યા જોગિદાસજી એ પણ સાથે જોડાઈ ને કહ્યું " આ તો આમારી ફરજ માં આવે દિકરી "

સવિતાબેન થી રહેવાયું નહિ એટલે ફરીથી પુછ્યુ " બેટા તારા પરીવાર ની શું થયું છે ? "

સુધાએ પોતાની સાથે બનેલી ઘટના કહેવાનું ચાલુ કર્યુ "માડી અમે હંધાય અહિયા ઉત્તર ગુજરાત ફરવા આઇવા તા , ત્યા વચ્ચે બહારવટીયા એ અમને ઘેરી લીધા અને આમારુ ગાડું પણ એમણે ઝુંટવી લીધુ ; મારા બાપુ એ મને કહ્યું ' સુધા તું અહિયા થી વઈજા હું આમને રોઇકી રાખુ છુ તું હવે તારુ ઘર હોધી લેજે. ' હું તો બઉ બી ગઈ તી એથી દોઈડી અને મારા બાપુ એ બહારવટીયા હારે હાથો હાથ કર્યો , મારી મા અને ભાઈલો પણ એમની હાથ મા આવી ગયા હતા , અને ઇ વાત ને આજે ત્રણ દિ થઈ ગ્યા ત્યારની હું ભટકું સુ. "

સુધા ની વાત સાંભરી બધા અચંબામાં પડી ગ્યા અને કહ્યું ચિંતા ના કરીશ દિકરી અમે તને ઘર સુધી પોહચાડી દાઈસુ.

લાલા ને તો સુધાને પહેલી વાર જોઇ ત્યારથી જ એનુ મન મોહિ ગયુ હતું.

બીજા દિવસે સવારે લાલો વહેલા જાગી ગયો ને સવિતાબેન ને માથાનો દર્દ છે એમ બાનુ કાઢી ઘરે જ રોકાયો. આખો દિ ઘરના ફળિયા મા ખાટલો ઢાળી ને બેઠો રહ્યો ને સુધા ને જોતો રેતો. પછીના દિવસે પણ એણે કંઈક બાનુ કાઢી ઘરે રોકાયો. એણે સવિતાબેન ને કહ્યું " હું શુ કઉ છુ મા કે સુધા આખો દિ ઘરે બેઠાં-બેઠાં કંટાળી હશે, લાવ એણે આપણી વાડી બતાઇ આવું "

" હા વાત તો સાચી છે લાલા " સવિતાબેને સુધા તરફ મોં ફેરવી કહ્યું.

સુધા એ પણ ધીમેથી ડોકું હલાવી હા પડી.

લાલા ના રાજીપા નો તો પાર ન રહ્યો , ને બંને ચાલતા થયા.

બંને જણા વાડી ના રસ્તે જતા હતા ને લાલા એ વાતો ચાલુ કરી , શરુ મા જ લાલાએ 'તેમે ' કહ્યું ત્યાંજ સુધાએ લાલાને ટોક્યો " તમે મને 'તું' જ કહીને બોલાવે ને "

" સારુ તને ગમે એમ " કહીં લાલાએ આગળ ચાલુ રાખ્યુ.

ધીમે ધીમે બંને એ વાટ કાપી ને વાડીએ પોઇગા અને જઈને પેલા તો રાંઢવા વડે કુંવા માંથી પાણી બાહર ખેચી પીધુ ને પછી શાંતિ થી આંબા ના છાયા નીચે બેઠાં.

વાતા ઠંડા પાવાન નિચે બંને એકમેક ની વાતો કરવા લાગ્યા , ધીમે ધીમે સુધાને પણ લાલાનુ ચરીત્ર ગમવા મંડ્યુ.

આથમતા સુરજ ને જોઇ સુધા બોલી " એ હાલો ઘર જાવાનુ ટાણું થઈ ગ્યું."

" થોડી વાર રે ને, કેમ ઉતાવળી થાસ ? "

" ઘરે માડી વઢશૅ અને તમારા બાપુ પણ વયા ગ્યા છે "

" વાંધો નઇ હાલ " એટલુ કહી લાલા અને સુધા એ ઘર તરફ પગ માંડ્યા.

ઘરે પોહચ્યા ત્યા તો સવિતાબેને બાજરાના રોટલા અને રીંગણાનુ ભડથું સાથે છાશ તૈયાર કરેલુ જ હતું.

પછી તો સહપરિવારે ભોજન કર્યુ ને થોડી વાર વાતો કરી બધાએ આરામ ફરમાવ્યો.

હવેતો લાલો રોજ વહેલા ઉઠવા મંડ્યો, જાણે એણે ટેવ જ પડી ગઇ હોય એમ.

પછી જોગિદાસજી વાડીએ અને લાલો દુકાને.

આજે તો લાલાને બપોરે ઘરે આવની જરુર જ ના પડી , કેમ કે સુધા ગરમા-ગરમ ભાથું લઈ ને દુકાને આવી પોહચી.

ભાથું લાલાને આપી સુધા બોલી " લ્યો આ પકડો અને આજે મે જાતે તૈયાર કરેલુ છે, કેવું લાગે છે મને કેજો "

આ સાંભરી લાલા ની ખુશી નો તો પાર જ ના રહ્યો.

" હા લાવ, મને ક્યારનીય કડકડતી ભૂખ લગી છે "

એટલું કહી મોં માં પેલો જ કોળિયો નાખતા જ બોલી ઉઠ્યો " વાહ ! સુધા વાહ ! "

આ સાંભરી સુધાના રાજીપા નો પણ પાર ના રહ્યો ;

પછી સુધા ઘર તરફ વળી.

ગામ માં આવેલી નવી યુવતી ને જોઇ લોકો લાલા ને પુછવા લાગ્યા અને લાલો પણ તેમણે આખી ઘટના સંભળાવી દેતો. આ વાત ની તો ગામનાં સરપંચ ને પણ ખબર પડી એટલે તે એ જ દિવસની રાતે લાલાને ઘરે પોહચી ગ્યા. અને સુધાની આખી વાત શાંતિથી સાંભરી એમણે કહ્યું " બેટા સુધા ચિંતા ના કરીશ અમે તને તારા ઘેર મખીયાળા પોગાડિ દઈશુ." એટલું કહી ફરીથી લાલા તરફ ઇશારો કરી કહ્યું " અરે..! આ લાલો આપણા ગામ નો હોશિયાર દિકરો છે , એણે તારી હારે મોકલીશુ બેટા."

પછી તો સરપંચ સાહેબે વાત પતાવી ઘર તરફ હાલ્યા.

પણ એ રાતે લાલને ઊંઘ જ ન આવી કેમ કે હવે સુધા ને એના ઘરે મુકવા જવાની હતી અને એ પાછો એકલો પડી જવાનો હતો. આવા જ વિચારો કરતાં કરતાં લાલની રાત પસાર થઈ ગઇ.

જ્યારે બીજી બાજુ સુધાને ઘરે જવાની ખુશી હતી પણ સાથે-સાથે લાલાનો સાથ છુટવાનુય દુ:ખ હતું.

બીજા દિવસે સરપંચે સુધાને જાવાની તૈયારી લાલાને સમજાવી દીધી , અને બે દિવસ પછી સુધાના ઘર તરફ વળવાનું નકકી કરી દીધુ.

' બે દિવસ ' સાંભરી લાલાની ઉદાસી વધી ગઈ , આ ઉદાસી જોઇ સવિતાબેનને સમજાઇ ગયુ કે લાલાને સુધાથી પ્રેમ છે ; પણ કરી શું શકાય ?

પછી તો લાલો અને સુધા મોડી રાત સુધી વાતો કરતા ને આમ ને આમ બે દિ પસાર થઈ ગ્યા અને સુધા ને ઘેર જવાનો દિ આવી ગ્યો.

એક બળદ ગાડું સરપંચ સાબે આપ્યુ તેમા ગામ તરફ થી સુધાને ભેટ આપેલી એ ગોઠવી દીધી , પછી લાલો બેઠો એને એણે સુધાને હાથ પકડી ચડાવી , છેલ્લે એક લાલાનો ભાઈબંધ હારે આવાનો હતો એ ચડયો.

ગામ ના સરપંચ, સવિતાબેને, જોગિદાસજી અને ગામ ના અમુક લોકો સુધાને વળાવા આવ્યા તા એ જોઇ સુધા ની આંખો માંથી આંસુ ટપકવા લાગ્યા અને શા માટે ના ટપકે ગામ પ્રત્યે લાગણી જો બંધાઇ ગઈ હતી ; જોગિદાસજી અને સવિતાબેન ની આંખો માંથી પણ આંસુ નિકળી પડ્યા કેમ કે અઠવાડિયા સુધી એક દિકરી ની જેમ રાખી અને આજે એની વિદાય હતી.

પછી તો લાલાએ બળદ ને ' હાડ..! ' હાકૉટૉ કરી હન્કાર્યા , પાછળ થી જોગિદાસજી બોલ્યા " બેટા બહારવટિયા નું ધ્યાન રાખજે....."

લાલાએ પણ પાછળ જોઇ " એ..હો બાપુ " કહીં હંકારતો થયો.

શરૂઆતમાં તો લાલો અને સુધા એકબીજાને બોલ્યા જ નઈ ; આ લાલા અને સુધા ના પ્રેમ ની વાત લાલનો ભાઈબંધ ધમો જણતો હતો એટલે એને કીધું " અરે! લાલા આમ ક્યાં સુધી એકબીજા સાથે વાત નઈ કરો, છેલ્લી ઘડી છે મન ભરી ને વાતો કરી લો પછી ક્યાં બંને મળવાના છો ; અને જો સાચો પ્રેમ જ છે તો ઘરે બાપુ ને કે માડી ને કઈ દેવાય ને માની જાત તો લગ્ન કરાઇ દેત બંને ના. "

આ ધમાની વાત લાલાને સાચી લગી એટલે એણે સુધા હારે વાતો કરવાનુ ચાલુ કર્યુ ને બંને ની વાતો તો જામી ગઈ,

એમની વાતો મા તો ધમાને પણ રસ પડ્યો ને ઇ પણ સાંભરતો રહ્યો , એમ કરતા-કરતા સાંજ પડી એટલે નજીક ના ગામમાં રોકાયા ને સાથે લાવેલા ભાથા માંથી ત્રણે જણે ખાધું અને ત્યા જ રાતવાસો કાર્યો.

બીજા દિ સવારે ગામના તાળવે નાઇ-ધોઇ એમનો સફર પાછો ચાલુ કાર્યો.

ગાડું ધીમે ધીમે ચાલતુ હતું ને લાલા અને સુધાની પ્રેમ ભરી વાતો પણ ચાલતી હતી ને પેલો ધમો આજુબાજુમાં દફોરિયા મારતો તો.

એવામા ગાડું બે ડુંગરા વચેથી પસાર થતુ હતું , પેલા બે તો વાતો માં જ મશગૂલ હતા એવામા ધમાની નજર ડુંગરા પર ઉભેલા એક આદમી પર પડી. એનુ કદાવર શરીર અને હાથમા તલવાર જોઇ એણે તો લાલાને ખભે હાથ મુકી પેલા તરફ ઇશારો કાર્યો લાલાએ અને સુધાએ એ તરફ ધ્યાન દોર્યુ ,સુધાતો જોઇને જ એની આંખો ફાટી નીકળી ને બોલી ઉઠી " બહારવટિયા.. " આ સાંભરી લાલો અને ધમો ગભરાઈ ઉઠ્યા ને તેમના શરીર પર પરસેવાના રેલા છલકાયા.

ગાડું બે ડગલાં આગળ ચાલ્યુ કે ત્રણ ખડતલ ખભાના આદમી સામી છતી એ આવતા જોયા અને પેલી ઉપર ઉભેલો આદમી પણ નીચે ઉતરવા મંડ્યો.

સામેના ત્રણ માથી એક ઘેરા અવાજે જોરથી બોલ્યો

" થોભી દ્યો આ બળદિયાને અને નીચે વયા આવો "

લાલાએ પણ સામો જવાબ આપી દીધો કે " મોટા ભાઈ નીચે તો નઈ અવાય , આમારે મોડું થાય છે. "

આવો જવાબ સાંભરી પેલા બહારવટિયા ના ગુસ્સાનો પાર ન રહ્યો ને ગાડાં ના નજીક આવી ગુસ્સેથી બોલ્યો

" ભલા માણહ, અમે બહારવટિયા છવી એક વારમાં માની જાવું પડે બાકી બીજી વાર તો સીધો તલવારનો ઘા જ થાય." એટલું કહી એણે બાંધેલા બળદનાં રાંઢવા પર તલવારના ઘા થી છોડી મુક્યા અને ધમા સામે જોયું ને કહ્યું " તામારી હંધાઇ ની પાસે જે કિંમતી વસ્તુ હોય ઇ આપી દો અને પેરેલુ હોય એ પણ આપી દેજો."

લાલા એ જે પણ કિંમતી વસ્તુઓ હતી એ આપી દીધી પણ એણે સુધાના પેરેલા ઘરેણાં ન આપ્યા. બહારવટિયો આ જોઇ અકળાયો ને કહ્યું " એ.. આ સોડિના ઘરેણાં ઉતારીને આપી દે."

" ગમ્મેઇ થાય જાય પણ ઇ નો ઉતરે ભલા માણહ." લાલા એ સામો જવાબ આપી દીધો.

આ સાંભળી બહારવટિયો તલવાર કાઢી સુધા તરફ આગળ વધ્યો ત્યા જ લાલાએ ગાડા માંથી તલવાર કાઢી સુધાની સામે ઉભો રહી ગ્યો અને તેજ ટાણે ધમાએ બીજી તલવાર લઇ લાલાની બાજુમાં આવી ગ્યો.

આ જોઇ પેલો બહારવટિયો બોલ્યો " વાહ! તારી હિંમત ,એક બહારવટિયા હામે થાસ."

પછી તો પેલા ત્રણ અને આ બે વચ્ચે ધિંગાણું ચાલું થયું , પણ પેલો ડુંગરા પરથી ઉતરતો બહારવટિયા એ પાછળથી સુધાને પકડી ગળે તલવાર મુકી દીધી ; ત્યા બીજી બાજુ ધમો અને લાલો તલવારના ઘા ઝીલી રહયા હતા.

એમા ધમાએ હામા બહારવટિયાના ત્રણ-ચાર ઘા તલવાર પર ઝીલ્યા પણ એ ખદતલ ખભાના માણહ હામે ધમો કેટલેક સુધી હાલે ને પાંચમો ઘા સીધો ગળાં પર વાગતા તે ત્યાંજ ઠાર મર્યો. આ જોઇ લાલાનો પિત્તો ફાટ્યો ને આંખોમાં આંસુ આવી ગ્યા ને " હવે તો આ સાલાઓને નઈ મુકુ." એમ કહી એક ને તો સીધો પગની જાંઘ મા ઘા મારી નીચે ઢળતો કરી દીધો ને બીજાને પીઠમાં ઊંડો ઘા મારી એને પણ ઢાળી દીધો ; પણ ત્રીજા સામે લાલાની તાકાત ઓછી પડી , લાલાએ પહેેલા ઘા તો તલવાર પર

ઝીલ્યા પણ ત્રીજો ઘા જમણા હાથના ખભા પર વાગતા તલવાર પડી ગઈ અને ઘુંટણ પર બેસી ગયો.

આ જોઇને સામે ઉભેલો બહારવટિયો બોલ્યો " વાહ રે વાહ! સુ ખુમારી છે ભલા માણહ, ગજબની તાકાત છે તારામાં મારા બે જણા ને ઢાળી દીધા. "

લાલાએ સુધા તરફ જોયું અને કહ્યું " મારા પ્રાણ લેવા હોય તો લઈ લો પણ છોડી દો પેલી ને."

" એમ..! " કહી બહારવટિયાએ જોરથી તલવારનો ઘા કરી લાલાનુ માથું ધડ થી અલગ કરી દીધુ.

આ જોઇ સુધા જોરથી ચીસ પાડી ગઈ અને ધ્રુસકે-ધ્રુસકે રડવા મંડી.

પેલા બહારવટિયા એમના બે મડદા ભાઇઓ ને ખભે કરી અને લુંટેલો સામાન પીઠ પર બાંધી પેલા ડુંગરા પાછળ લુપ્ત થઈ ગ્યા.

સુધા એ લાલાનુ માથું ખોળામાં લીધુ અને લાલાના લોહી થી એને સિંદુંર પુરી દીધુ અને લાલાનું માથું લઈ એ પછી રામપુરા તરફ ચાલવા લાગી.

ગામમાં પોહચી એટલે લોકો જોતા જ રહી ગયા એના લૂગડાં લોહી વાળા અને હાથમા લાલાનુ માથું હતું.

સુધા લાલાના ઘરે પોહચી પણ એ ઘર હવે સુધાનુ પણ હતું , સુધાને અને તેના લૂગડાં જોઇ સવિતાબેન અચંબામાં પડી ગ્યા અને હાથમા જોઇ બોલ્યા " આ હાથમાં ગાભું વિંટેલુ શું છે? "

સુધાએ ધિમીથી ગાભું હટાવ્યુ ને સવિતાબેન ચીસ પાડી ગ્યા , આ સુધાના આવાની ખબર કોઇક એ જોગિદાસજી ને વાડીએ પોગાડિ દીધી ને તે દોડતા-દોડતા ઘરે આવ્યા ને ઘરની હાલત ખબર પડી ત્યા એમના આંખ માંથી અશ્રુ વહેવા મંડ્યા.

આ બધુ જોઇ સુધા બોલી " માડી-બાપુ ચિંતા ન કરશો હવે આ જ ઘર મારું છે." અને માથા પર ઇશારો કરી " મે લાલા હારે લગ્ન હોત કરી લીધા છે. "

આટલું સાંભરી જોગિદાસજી અને સવિતાબેન સુધાને ભેટી પડ્યા.

ગામ લોકો પણ કેહવા માંડ્યા કે " લાલા અને ધમા જેવા મરદ આદમી આજીવન યાદ રેશે."

સાહેબ , આને કેવાય સાચો પ્રેમ બાકી આજના પ્રેમ તો ખાલી દેખાવ જ છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama