Jinil Patel

Inspirational

5.0  

Jinil Patel

Inspirational

એમનો પ્રભાવ જ મારું વ્યક્તિત્વ

એમનો પ્રભાવ જ મારું વ્યક્તિત્વ

2 mins
246


આમ તો આ દુનિયા પર ના બધા જ લોકોની કોઇ સ્પેશિયલ વ્યકિત કે કોઇ પ્રભાવશાળી મહિલા હોય જ છે. મારા જીવનની પ્રભાવશાળી મહિલા મારી જીવન દાતા મારી મમ્મી અને મારી પ્યારી બહેન છે. જો મારે એક પાંદડાની જરુર હોય તો મારી મા એ પાનું છે અને મારી બહેન એમાં આવેલી શિરાઓ છે. દરેક ને પોતાની મા તો વહાલી જ હોય છે પરંતુ એ જ જ્યારે ઘરડી થાય છે ત્યારે અમુક લોકો ની માનસિકતા માં શું ફરક પડે છે એ સમજાતુ નથી ?

મા નો પ્રભાવ પોતાના બાળક પર હોય છે પછી બાળક ભલેને ગમે તેવુ હોય. જો કોઇને મોટી બહેન હોય તો એ વાહલી નો પ્રભાવ પણ પોતાના લાડકા ભાઈ પર હોય જ છે. મા ની મમતા અને બહેન નો પ્યાર એ બન્ને જેને મળ્યો હોય એ વ્યક્તિ ભાગ્યશાળી કહેવાય. નાનપણનો મા નો ખોળો અને બહેન સાથેના ઝઘડા સાહેબ હજુય યાદ આવે છે. મને યાદ છે હું નાનો હતો ત્યારે મારી મમ્મી મને પોતાના હાથે જમાડતી ત્યારે એ સંસ્કારો પણ પીરસી દેતી. આજે મા ના સંસ્કાર અને પિતાની કઠોરતાને લીધે જ હું નિર્મળ સ્વભાવનો છું.

જીવન માં તમારી ચિંતા જેને સૌથી વધારે હોય એવા બેજ વ્યક્તિ જ એક તો મા અને બીજી બહેન. એ બંને ના પ્રભાવ થી જ મરો પ્રભાવ રચાય છે અને આ મારા પ્રભાવથી જ મારું વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. મારી મા એ મારું હ્રદય અને મારી બહેન એમા પરિભ્રમણ કરતુ લોહી છે. છેલ્લે મારી સ્વ રચીત પંક્તિ,

" માતા વિના વાત્સ્યલ્ય ક્યાં? અને બહેન વિના વહાલ ક્યાં?

એમનો પ્રભાવ જ મારું વ્યક્તિત્વ ,

એમના વિના હું ક્યાં?....... "


Rate this content
Log in

Similar gujarati story from Inspirational