ધી ડાર્ક કિંગ - ભાગ ૫
ધી ડાર્ક કિંગ - ભાગ ૫
પછી એ લોકો મહેલમાં પહોંચ્યા. પાછી સભા ભરાઇ અને એથીસ્ટનને ત્યાં રજૂ કરવામાં આવ્યો. કિંગ ઈક્બર્ટ તેને જોઇ ને બોલી ઉઠ્યા “અરે! આ તો શેઇલી નથી.”
એક સિપાઇ બોલ્યો “ હા મહારાજ, અમે એણે આખા રાજ્યમાં શોધ્યો પણ ક્યાય ન મળ્યો ; પણ આ યુવાને કહ્યું કે એ બધું જાણે છે.”
“સારુ એને અહી નજીક લાવો.” કિંગ બેલમોંટ બોલ્યા.
એથીસ્ટન નજીક ગયો અને કહ્યું “ મહારાજ શું જાણવું છે તમારે?”
કિંગ બેલમોંટે કહ્યું “ તું જે કંઈ ડાર્ક થંડર વિશે જાણે છે તે કહે.”
એથીસ્ટને કહેવાનું ચાલું કર્યુ “ દંતકથા મુજબ, પશ્ચિમ વિસ્તારમાં બે રાજ્યો હતાં ક્યુડેન અને સેન્ટાનિયા હતું. સેન્ટાનિયા ના કિંગ લ્યુનાન હતાં. સમુદ્રની પેલી બાજું પૂર્વ બાજુ પણ બે રાજ્યો હતાં. રિયોના અને પામાર્શિયા હતું. રિયોના ના કિંગ ડાર્ક હતાં. એ સમયમાં સમુદ્રની બંને બાજુના રાજ્યોના રાજાઓ વચ્ચે સતત ઝગડા થતા રહેતા. એક વાર કિંગ ડાર્કે પોતાના જ પાડોશી રાજ્ય પર રાત્રીના સમયે હુમલો કરી દઈ પોતાની સત્તા સ્થાપી દીધી. એના મનમાં લાલચ જાગી ગઈ કે એ આ સમગ્ર રાજ્યો પર રાજ કરે. પછી એણે સમુદ્રની પેલે પારના રાજ્યો પર રાજ કરવા નીકળી પડયો. થોડા દિવસોના સફર બાદ કિંગ ડાર્ક ક્યુડેનના કિનારે પહોચ્યા અને ઘણા સંઘર્ષ બાદ તેણે ક્યુડેન પર પણ જીત મેળવી લીધી. આ ક્યુડેનના સમાચાર સાંભાળી કિંગ લ્યુનાન ના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે રાતો રાત સેનાપતિ સાથે ચર્ચા કરી મજબુત સેના બનાવી લીધી. કિંગ લ્યુન
ાન પાસે એના પિતાએ ભેટ આપેલી તલવાર ‘લાઇટ’ હતી. બે દિવસ બાદ કિંગ ડાર્ક સેન્ટાનિયા પહોંચી ગયો અને કિંગ લ્યુનાન સાથે ભયંકર યુદ્ધ થયું. આમાં બંને રજાઓ ખડતલ હતાં. થોડા સમય બાદ બંને રાજાઓ ઘાયલ થયા હતાં પણ કોઈ નમવા માંગતુ ન હતું. અંત કિંગ લ્યુનાને તક જોઇ કિંગ ડાર્કના પગમાં તલવારનો ઘા મારી નીચે પાડી દીધો અને કિંગ લ્યુનાન એના પર ચડી બેઠો. એટલામાં બે સિપાઇઓ આવી પહોંચ્યા અને એને પકડી લીધો. આની જાણ થતાં જ સેનાએ હથિયાર ફેંકી દીધા. પછી એને બંદી બનાવી સમગ્ર રાજ્યના લોકો સામે એક ઊંડો છાતીમાં ચીરો પાડી દીધો. એ ઊંડો ઘા એને યાદ રહી ગયો અને કિંગ લ્યુનાનના કહેવાથી એ ને પૂર્વીય વિસ્તારના પહાડી વિસ્તારમાં તડપવા છોડી આવ્યા. આમ દંતકથા પ્રમાણે એણે છેલ્લી જે તલવારથી મર્યો હતો એ તલાવરથી જ એનો વિનાશ હતો.
આમ ડાર્ક કિંગ ને હરાવ્યો એ વાતને બે મહીના બાદ કિંગ લ્યુનાનની તલવાર ‘લાઇટ’ ચોરાઇ ગઈ. એને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ક્યાય ન મળી. આ વાતને પણ ઘણો સમય થયો એટલે બધા આ વાત ભૂલી ગયા. ‘લાઈટ’ પણ ખોવાઇ અને શેતાન પણ ગયો. પણ કોઇને પણ ક્યા ખબર હતી કે આ સંકટ પાછું આવશે.” એથીસ્ટને બગાસુ ખાતા વાત પૂરી કરી.
થોડી વાર સભામાં મૌન ફેલાઇ ગયું. પછી કિંગ બેલમોંટ બોલ્યા “ તો હવે લાગી જાઓ કામ માં “
“પણ મહારાજ ‘લાઇટ’ તલવાર નું શું?” કિંગ મોર્થન બોલ્યા.
“એને પણ શોધવી પડશે.” કિંગ બેલમોંટ વિચારતા બોલ્યા.
પછી બધા રાજા પોત પોતાના રાજ્યોમાં જઈ તૈયારી કરવા લાગ્યા.