ધી ડાર્ક કિંગ - ભાગ ૪
ધી ડાર્ક કિંગ - ભાગ ૪
બે સિપાઈઓના માથાં જોઇ ડાર્ક થંડરના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે તરતજ આક્રમણનો આદેશ આપ્યો ને તેની મુર્દા સેના દિવાલ તરફ ભાગવા લાગી. બીજી બાજુ કિંગ હેગાનના સૈનિકો દિવાલ પરથી તીરથી આક્રમણ કરવા લાગ્યા પણ મુર્દાને શું અસર થાય ? એને મારવા માટે એનુ માથું ધડથી અલગજ કરવું પડે. મુર્દા સેના દિવાલ પાસે પોહચી ગઈ અને ચડવા લાગી, ઉપરથી સામેવાળાનું આક્રમણ ચાલુંજ હતું. કિંગ હેગાનની સેનાનું કોઈ પણ મૃત્યું પામતું તે કાળી વિદ્યા દ્વારા મુર્દા સેનામા જોડાઈ જતુ અને આમ ને આમ સેનામાં વધારો થતો.
ઘણા પ્રયાસ બાદ સેના દિવાલ ચડી ગઈ અને સામે વાળાની હાર નજીક આવી ગઈ. કિંગ હેગાન પણ મહેલમાં તલવાર લઈને તૈયારજ હતા પોતાના પરિવારને બચાવવા. જેમ જેમ કિંગ હેગાનની સેના મરતી ગઈ તેમ તેમ મુર્દા સેનામાં વધારો થતો ગયો અને છેવટે ડાર્ક થંડર તક જોઇ મહેલમાં પોહચી ગયો અને કિંગ હેગાનને શોધવા લાગ્યો. કિંગ હેગાન પોતાના પરિવાર સાથે એક ઓરડામાં સંતાઇ ગયો હતો, ઘણા સમય બાદ ડાર્ક થંડરને કિંગ હેગાન મલ્યો અને બન્ને વચ્ચે યુદ્ધ થયું, યુદ્ધ લાંબુ ચાલ્યું અને કિંગ હેગાનની એક ભૂલને કારણે ડાર્ક થંડરે પીઠ પર તલવારનો ઘા કરી નીચે પાડી દઈ છાતીમાં એક લાંબો ચીરો કર્યો અને બંધી બનાવી દીધો. હવે ગ્યુમાર્ક પણ ડાર્ક થંડરનું થઈ ગયું.
હવે રિયોનાનો વારો હતો. ડાર્ક થંડર ખુબજ બુદ્ધિશાળી હતો એને હવે ખબર પાડી ગઈ હતી કે મારા આવ્યાના સમાચાર બધા રાજ્યોમાં પ્રસરી ગયા હશે અને ખરેખર એવુંજ થયું, ગ્યુમાર્ક પરના હુમલા પછી બધેજ ખબર પાડી ગઈ હતી કે પેલો શૈતાન આવી ગયો
છે. ડાર્ક થંડરને પેલી તલવાર ‘લાઇટ’ યાદ આવી અને થોડી ચિંતામાં ખોવાઇ ગયો. એણે મંત્રી અને સેનાપતિને બોલાવ્યા અને બીજાજ દિવસે રિયોના પર હુમલો કરવાનો આદેશ આપી દીધો. પેલા બંને વિચારમાં પાડી ગયા પણ એમણાથી પૂછાયું નહી.
બીજી બાજુ રિયોના અને પામાર્શિયાના રાજાઓ ખુબ ગભરાયેલા હતા. આ વાતની ખબર એઝાર્ન સમુદ્રની પશ્ચિમ બાજુએ ક્યુડેન, સેન્ટાનિયા અને વેન્ટૂસમાં પણ પ્રસરી ગઈ હતી.
કિંગ બેલમોંટે કિંગ ઈક્બર્ટ અને કિંગ મોર્થન સાથે બેઠક યોજી. બેઠકમાં રાજાઓ ચિંતામાં હતા અને અચાનક કિંગ ઈક્બર્ટને પેલો વેપારી શેઇલી યાદ આવ્યો. તરત જ કિંગ બેલમોંટે તેને શોધી લાવાનો હુકમ આપ્યો. સિપાહિયો તેને આખા રાજયમાં શોધવા લાગ્યા પણ ક્યાય મલ્યો નહી. છેવટે જ્યારે સિપાહિ એક યુવાન જે રસ્તામાં સુતો હતો તેણે પુછ્યું કે “એ ભાઈ તે ક્યાય પેલા વેપારી શેઇલી ને જોયો છે” પેલા એ નકારાત્મક જવાબ આપ્યો અને સિપાહિઓ આગળ વધ્યા ત્યા પેલા યુવાને રોક્યા અને પુછ્યું “કેમ ? શું થયું છે ?” પેલામાથી એકે કહ્યું “પેલો ડાર્ક થંડર આવી રહ્યો છે અને એના વિશે પેલો વેપારી બધું જાણે છે.” “ ઓહો ડાર્ક થંડર! એની માહિતી તો મને પણ ખબર છે.” પેલો યુવાન બોલ્યો
આ સાંભરી પેલા ચોકી ગયા અને એકબીજા સાથે વાત કરવા લાગ્યા. થોડી વાર પછી એકે કહ્યું “તારે અમારી સાથે આવું પડશે.” પેલા યુવાને “હા” કહી અને પેલા એને રાજા પાસે લઈ ગયા. પેલો યુવાન બીજું કોઈ નહી પેલો ‘એથીસ્ટન’ જ હતો જે વેન્ટૂસથી આવ્યો હતો.
ક્રમશ..