Jinil Patel

Drama Classics Thriller

4.3  

Jinil Patel

Drama Classics Thriller

ધી ડાર્ક કિંગ - ભાગ ૩

ધી ડાર્ક કિંગ - ભાગ ૩

2 mins
11.9K


પેલો ખેડૂત જે નોર્થમોર છોડી ગ્યુમાર્ક તરફ ભાગ્યો હતો એ ત્યા પહોંચી ગયો અને કિંગ હેગાનને સમગ્ર ઘટના કહી.

કિંગ હેગાનને થોડા સમય પહેલા એક અફવા મળી હતી કે ‘ડાર્ક થંડર આવી રહ્યો છે.’ એને થયુ કે આ વાત અફવા ન હતી પણ હકીકત છે અને આમેય એનો શક તો સાચો જ છે. કિંગ હેગાને તરત જ સેનાપતિને બોલાવ્યો અને પોતાના રાજ્યને બચાવવા યોજના બનાવવા લગી ગયા. પછી સેનાપતિએ તેની સેનાના કુશળ યોદ્ધાઓની બેઠક કરી. કિંગ હેગાન પાસે ૨૧૦૦ની સેના હતી અને ડાર્ક થંડર પાસે ૧૪૮૬ ની સેના હતી. ગ્યુમાર્ક ની ફરતે ખુબજ મજબુત દિવાલ હતી જે ડાર્ક થંડર નો'તો જાણતો.

છેવટે પેલી કાળી રાત આવી ગઈ ડાર્ક થંડર પોતાની સેના સાથે નીકળી પડયો. બીજી બાજુ કિંગ હેગાનને ઊંઘ જ ન હતી આવતી તેના માનમાં સતત વિચારો જ આવ્યા કરતા હતાં. બે દિવસ જેટલા સમય પછી આથમતા સૂરજના સમયે ડાર્ક થંડરને ગ્યુમાર્ક દેખાયું, એને તરત હાથના ઇશારાથી સેનાને થોભી પોતે ઘોડા પરથી નીચે ઉતરી બોલ્યો “સેનાપતિ”

સેનાપતિ તરતજ દોડતો-દોડતો પાસે આવ્યો “ જી મહારાજ”

“આપાડી સેનામાંથી બે સિપાહી ને મોકલી ત્યાના રાજાને શરણાગતીનું ફરમાન આપો અને ના કહે તો કહેજો તમારી મોત રાહ જોઇ રહી છે.”

“ઠીક છે મહારાજ.”

સેનાપતિએ સેનાના બે સિપાહીને એક કાગળમાં સંદેશ લખી આપ્યો અને ઇશારાથી બંને ને મોકલ્યા. 

દૂરથી બે ઘોડેસવારોને આવતા જોઇ દ્વારપાળે બીજા સિપાઇઓને ચેતવી દીધાં અને પેલા બેને રોક્યા. પછી દ્વારપાળે ઉંચા અવાજે પુછ્યું “કોનું કામ છે આટલી રાતે?”

પેલા બેમાંથી એકે પેલો કાગળ ઊંચો કર્યો. એ જોઇ દ્વારપાળ નજીક આવીને કાગળ ખોલી વાંચ્યો ને દ્વારપાળ ગભરાઈ ગયો, એણે તરત જ પેલા બે ને રાજા પાસે લઈ ગયા.

કિંગ હેગાન પેલા બેને જોઇને જ નવાઈ પામી ગયા અને પુછ્યું “કોણ છે આ દ્વારપાળ?”

દ્વારપાળે કંઈ જ બોલ્યા વગર પેલો કાગળ કિંગ હેગાનને આપ્યો.

કાગળમાં લખ્યું હતું : “ તું હરામી જે કોઈ હોય શરણાગતિ સ્વિકારી લે નહી તો તમારા બધાની મોત બહાર રાહ જ જોઇ રહી છે.  – ધી કિંગ [ડાર્ક થંડર ]

કિંગ હેગાને શરુઆતમા વાંચ્યું ત્યારે તેના મોઢાં પર કોઈ હાવભાવ ન હતો પણ જ્યારે છેલ્લે નામ વાંચતા જ ડર દેખાયો. તે ઉંડા વિચારમાં પાડી ગયો એણે તરત જ સેનાપતિ અને મંત્રી ને બોલાવ્યા અને ચર્ચા કરી કે ‘આપણે શરણાગતિ તો ન સ્વિકારાય નહીતો લોકો મને ધિક્કારશે.’ સેનાપતિએ જુસ્સા સાથે કહ્યું “મહારાજ જીવતા દમ સુધી લડી લેવા તૈયાર છીએ અમે.” મંત્રીએ પણ સહમતી આપી અને કિંગ હેગાને યુદ્ધનો નિર્ણય કર્યો. કિંગ હેગાને સેનાપતિને આદેશ આપ્યો કે “પેલા બે ના માથાં ધડથી કાપી ઘોડા પરત બાંધી મોકલી દ્યો.” 


Rate this content
Log in

Similar gujarati story from Drama