Rahul Makwana

Horror Thriller

4  

Rahul Makwana

Horror Thriller

ધ સિલ્વર સ્ટોન

ધ સિલ્વર સ્ટોન

7 mins
288


ચોઘડિયા, વાસ્તુશાસ્ત્ર, રાશીઓ વગેરે હિન્દુ ધર્મમાં ખુબ જ મહત્વ ધરાવે છે. આથી જ કોઈ સારું કામ કરતાં પહેલાં ચોઘડિયા જોવામાં આવે છે. કોઈ મકાનમાં બનાવવાનું હોય તો તે ઘર વાસ્તુશાસ્ત્ર મુજબ જ બનાવવામાં આવે છે, ઘરનું નિર્માણ થઈ ગયાં બાદ ગૃહપ્રવેશ કરતાં પહેલાં વાસ્તુપૂજન કરવામાં આવે છે. કોઈ વ્યક્તિનું રાશિફળ અલગ અલગ હોય છે. આમ મનુષ્ય માને કે ના માને પરંતુ તેનાં જીવનમાં ચોઘડિયા, વાસ્તુશાસ્ત્ર અને રાશિઓ ખૂબ જ મજબૂત રીતે વણાયેલ હોય છે.

સમય : સવારનાં દસ કલાક.

સ્થળ : સિલ્વર સ્ટોન ટેનામેન્ટ.

મિહિર અને શિલ્પા ગામથી થોડે દુર આવેલ સિલ્વર સ્ટોન ટેનામેન્ટમાં પોતાનાં એક ડ્રિમ હાઉસ સમાન ટેનામેન્ટ બુક કરેલ હોય છે. આ માત્ર એક ટેનામેન્ટ જ નહીં પરંતુ મિહિર અને શિલ્પાએ જોયેલ એક સપનું હતું, જે આજે સાકાર થવાં જઈ રહ્યું હતું. મિહિર પાસે જે કાંઈ બચત થઈ હતી તેની મદદથી તેઓ આ ટેનામેન્ટ ખરીધ્યું હતું.તેઓ જાણતાં હતાં કે આ ટેનામેન્ટ શહેરથી ઘણું જ દૂર આવેલ છે, પરંતુ તેઓનું જેવું ટેનામેન્ટ જોઈતું હતું, તેવું જ ટેનામેન્ટ તેઓને પોતાનાં બજેટ અનુસાર મળતું હોવાથી મિહિર અને શિલ્પા આ ટેનામેન્ટ ખરીદવા માટે રાજી થઈ ગયેલાં હતાં.

મિહિર અને શિલ્પા પોતાનો બધો જ સામાન લઈને સિલ્વર સ્ટોન ટેનામેન્ટમાં શિફ્ટ થઈ જાય છે. હાલ તે બંને ખુબ જ ખુશ હતાં કારણ કે હાલ તેઓનું એક ડ્રિમ હાઉસનું સપનું સાકાર થવાં જઈ રહ્યું હતું, પરંતુ મિહિર અને શિલ્પા એ બાબતથી હાલ એકદમ અજાણ જ હતાં કે આ જ ડ્રિમ હાઉસ તેનાં માટે સ્કેરી હાઉસ બની જશે.

બધો જ સામાન શિફ્ટ થઈ ગયાં બાદ મિહિર અને શિલ્પા પોતાની રીતે ઘરમાં બધો જ સામાન ગોઠવે છે. ઘરનાં હોલમાં અલગ અલગ મનમોહક શો પીસ, એન્ટિક વસ્તુઓ, ફલાવર પોટ ગોઠવે છે. ઘરની દિવાલ પર અલગ અલગ ફોટાઓ લગાવે છે. બેડરૂમમાં પણ બધી વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવે છે, અને તે બંને પોતાનાં પોતાનાં બેડની બરાબર સામે "એકદમ ક્યૂટ બેબી" નો મોટો ફોટો લગાવે છે. આમ ટૂંકમાં કહીએ તો તેઓએ જે પ્રમાણે વિચારેલ હતું તે મુજબ બધી જ વસ્તુઓ અને સામાન ગોઠવે છે. આવનાર સમયમાં આ ઘરમાં રહેવું તો ઠીક પરંતુ બે ક્ષણ રહેવું પણ મુશ્કેલીભર્યું થઈ જશે એ બાબતનો મિહિર કે શિલ્પાને અણસાર પણ ન હતો.

***

બે મહિના બાદ.

સમય : રાતનાં આઠ કલાક.

સ્થળ : મિહિર અને શિલ્પાનું ઘર.

ધીમે ધીમે દિવસો, અઠવાડિયાઓ અને મહીનાં પસાર થવાં માંડ્યા, જ્યારે આ બાજુ શિલ્પાનો પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવેલ હતો. આથી શિલ્પા આ ખુશ ખબર જણાવવા માટે મિહિરને કોલ કરે છે. આ ખુશખબર સાંભળ્યા બાદ મિહિર એકદમ ખુશખુશાલ બની જાય છે, તેની ખુશીઓનો કોઈ જ પાર નથી રહેતો, તે આનંદ સાથે ઝઝૂમી ઉઠે છે. મિહિર અને શિલ્પા માટે આ કદાચ તેઓનાં જીવનની સૌથી કિંમતી અને ખુશીઓ ભરેલ પળ હશે….જે પળનો દરેક દંપતિઓ ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હોય છે. 

શિલ્પા હોલમાં બેસીને ટીવી જોઈ રહી હતી, એવામાં તેનો મોબાઈલ ફોન રણકી ઉઠ્યો, આથી તે મોબાઈલ ફોનની ડિસ્પ્લે પર નજર કરે છે, જેમાં લખેલ હતું.."માય સ્વીટ હાર્ટ" 

"યસ ! મિહિર બોલો..!" શિલ્પા કોલ રિસીવ કરતાં બોલે છે.

"શિલ્પા ! મારે આજે ઓફિસેથી આવતાં થોડું લેટ થઈ જશે. અમારી કંપનીએ ગયાં વર્ષે ખૂબ જ સારો પ્રોફીટ કરેલ હોવાથી અમારી ડેલકન કંપનીનાં સી.ઈ.ઓ એ એક પાર્ટીનું આયોજન કરેલ છે, તો મારે જવું જરૂરી છે. તો તું તારી રીતે જમીને સુઈ જજે. મારે ઘરે પહોંચતા પહોંચતા બાર વાગી જશે...!" મિહિર શિલ્પાને જણાવતાં બોલે છે.

"સારું..પણ કેટલુ શકય હોય, તેટલું ઘરે વહેલાં આવી જજો..!" શિલ્પા હળવા અવાજે મિહિરને જણાવે છે.

"હા ! સ્યોર..ટેક કેર..બાય.!" મિહિર શિલ્પાને જણાવતા બોલે છે.

"હા ! બાય..!" આટલું બોલી શિલ્પા કોલ ડિસ્કનેક્ટ કરે છે.

ત્યારબાદ શિલ્પા પોતાનાં માટે રસોઈ બનાવવામાં વયસ્ત બની જાય છે, અને થોડીવારમાં રસોઈ બનાવીને જમી લે છે. બધું જ કામ પતાવીને શિલ્પા એકાદ કલાક જેવું ટીવી જોવે છે, અને લગભગ રાતનાં 10 : 30 કલાકની આસપાસ શિલ્પા ઊંઘવા માટે પોતાનાં બેડરૂમમાં જાય છે. થોડીવારમાં શિલ્પા પોતાનાં ઘરે આવનાર નવા મહેમાન એટલે કે સંતાન વિશે વિચારતાં વિચારતાં ઊંઘી જાય છે.

સમય રાતનાં 11 કલાક.

એક બાજુ મિહિર પોતાની કંપનીના સી.ઈ.ઓ એ જે પાર્ટી આપી હતી, તે પાર્ટી સેલિબ્રેટ કરવામાં એકદમ મશગુલ બની ગયો હતો. જ્યારે આ બાજુ શિલ્પા પોતાનાં બેડરૂમમાં હજુપણ ઘસઘસાટ ઊંઘી રહી હતી, બહારની તરફ ચારેબાજુએ ગાઢ અંધકાર અને સન્નાટો છવાયેલ હતો.

 બરાબર એ જ સમયે શિલ્પાનાં કાને કોઈ નાનું તાજું જન્મેલ નવજાત શિશુ જોર જોરથી રડી રહ્યું હોય તેવો અવાજ સંભળાય છે, આથી શિલ્પા ભર ઊંઘમાંથી ઝબકારા સાથે સફાળી જાગી જાય છે, હાલ તેની સાથે શું ઘટના ઘટી રહી હતી તે શિલ્પાની સમજમાં નહોતું આવી રહ્યું. આથી શિલ્પા પેલાં અવાજની દિશામાં આતુરતાવશ થઈને આગળ ચાલવા માંડે છે.

હાલ શિલ્પા ખુબ જ ડરને લીધે ખૂબ જ ગભરાઈ ગયેલ હતી. તેના શ્વાસોશ્વાસ અને હૃદયનાં ધબકારા વધી ગયેલાં હતાં. તેનાં કપાળ પર પરસેવો વળી ગયેલો હતો. હાથ અને પગ ડરને લીધે કાંપી રહ્યાં હતાં...તેમ છતાંપણ શિલ્પા પેલાં બાળકનાં રડવાનાં અવાજની દિશામાં આગળ વધે છે.

ધીમે ધીમે આવજ મોટો થતો જાય છે, શિલ્પા અવાજની દિશામાં આગળ વધતાં વધતાં હોલમાં પહોંચી જાય છે. હોલમાં પહોંચતાની સાથે જ શિલ્પા ડરને લીધે એક મોટી ચીસ પાડી ઉઠે છે. કારણ કે હોલમાં ચારેબાજુએ અંધકાર છવાયેલ હતો. બહારથી આછો આછો પ્રકાશ હોલમાં પ્રવેશી રહ્યો હતો, હોલની વચ્ચોવચ એક ડરામણી સ્ત્રી બેઠી હતી, તેની બાજુમાં ઘોડિયું હતું, જેમાંથી પેલાં બાળકનો રડવાનો અવાજ સંભળાય રહ્યો હતો, એવામ એકાએક પેલી ડરામણી સ્ત્રી શિલ્પાની એકદમ નજીક આવી જાય છે, અને ખૂબ જ ડરામણી ચીસ પાડે છે. આ જોઈ શિલ્પા પર ચીસ પાડી ઉઠે છે.પરંતુ અફસોસ કે હાલ શિલ્પાની એ ચીસ સાંભળનાર કોઈ જ હતું નહીં.

સમય : રાતનાં 11: 45 

મિહિર ડેલકન કંપનીનાં સી.ઈ.ઓ. એ હોટલમાં આપેલ પાર્ટી એન્જોય કરીને હોટલની બહાર નીકળે છે, હોટલની બહાર નીકળ્યા બાદ મિહિર શિલ્પાને કોલ કરવાં માટે પોતાનાં ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢવા પોતાનો હાથ ખિસ્સામાં નાખે છે, પરંતુ મોબાઈલ હાલ મિહિરનાં ખિસ્સામાં હતો નહિ. આથી મિહિર હોટલમાં કે ટેબલ પર બેસેલ હતો, તે તરફ દોડવા માંડે છે. અને ટેબલ પર પોતાનો મોબાઈલ ફોન જોઈને મિહિરના જીવમાં જીવ આવે છે. આથી મિહિર પોતાનો ફોન ઉઠાવે છે, અને ડિસ્પ્લે પર નજર કરે છે, તો તે અચરજ પામે છે કારણ કે તેમાં શિલ્પાનાં દસ મિસકોલ આવેલા હતા, આથી મિહિર ખુબ જ ગભરાય જાય છે, અને ચિંતાતુર બની જાય છે. આથી તે શિલ્પાનાં મોબાઈલ નંબર પર કોલબેક કરે છે,પરંતુ શિલ્પા તરફથી કોઈ જ પ્રત્યુતર મળતો નથી.

આથી મિહિર ગભરાયેલી હાલતમાં પોતાની કાર એકદમ પુરઝડપે પોતાના ઘરબાજુ જતાં રસ્તા પર ભગાવે છે, હાલ મિહિરને ઘણાં બધાં પ્રશ્નો સતાવી રહ્યાં હતાં. ઘરે પહોંચ્યા બાદ મિહિર જે દ્રશ્ય જોવે છે, તે જોઈને તે એકદમ સ્તબ્ધ બનીને અચંભીત બની જાય છે, કારણ કે શિલ્પા હોલ પાસે રહેલ દાદરા પર બેભાન હાલતમાં પડેલ હતી..અને તેનાં હાથમાં મોબાઈલ ફોન હતો. આથી મિહિર તાત્કાલિક 108ને કોલ કરીને શિલ્પાને હોસ્પિટલે લઈ જાય છે, બરાબર એ જ સમયે મિહિરના ઘરથી થોડેદુર આવેલ મકાનમાં વર્ષોથી રહેતા રમણભાઈ અને કિરણબેન શિલ્પાનાં ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલે આવી પહોંચે છે.

ત્યારબાદ મિહિરને જાણવા મળે છે કે તે હાલ પોતે જે મકાનમાં રહે છે, તે મકાન શાપિત છે, જેમાંથી આવારનવાર નાના બાળકનો રડવાનો અને કોઈ સ્ત્રીની ચીસોનો આવજ સંભળાય છે. એવું માનવામાં આવે છે, હાલ જે જગ્યાએ મિહિરનું ઘર હતું તે જગ્યાએ મજૂરી કામ કરતી એક યુવતી કોન્ટ્રાકટરની હવસનો ભોગ બની હતી, જેનાં પરીણામ સ્વરૂપે તે યુવતી પ્રેગ્નટ બની જાય છે, અને જ્યારે કોન્ટ્રાકટરને આ બાબતની જાણ થાય છે, તો તે કોઈને કાનોકાન ખબર ના પડે તેવી રીતે પેલી યુવતીને બેરહેમીથી મોતને ઘાટ ઉતારી જમીનમાં દાટી દે છે, કે જ્યાં હાલ મિહિરનું ઘર આવેલ હતું.

"હા ! તમારી વાત એકદમ સાચી છે. કારણ કે અમે જ્યારે આ ઘરમાં રહેવા માટે આવ્યાં ત્યારથી માંડીને ગઈકાલ સુધી બધું જ વ્યવસ્થિત ચાલી રહ્યું હતું, પરંતુ જેવો શિલ્પાનો પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો એ સાથે જ આવી શિલ્પા સાથે આવી અજુગતી અને ડરામણી ઘટનાં બની…!" મિહિર રમણભાઈની વાત સાથે સહમત થતાં થતાં બોલે છે.

"હા ! બેટા…કારણ કે એ યુવતી ગર્ભવતી હતી, અને તેનાં ઉદરમાં એક નાનો જીવ ઉછરી રહ્યો હતો. કે જેણે હજુ તો આ દુનિયા પણ જોવાની બાકી હતી. પરંતુ અફસોસ કે ના તો એ યુવતી બચી કે ના તેનું સંતાન !" કિરણબેન દુઃખ સાથે જણાવે છે.

"હા..એવું બની શકે..કે એ યુવતી પોતાનાં સંતાનને જન્મ નાં આપી શકી તો, તે અમારા સંતાનને પણ આ દુનિયામાં જન્મવા દેવાં ના ઇચ્છતી હોય..!" મિહિર થોડું વિચાર્યા બાદ બોલે છે.

"હા ! બેટા… આઘોચર વિશ્વ જ એટલું વિશાળ છે કે તેમાં કંઈપણ બની શકે છે.!" રમણભાઈ એક નિસાસો નાખતાં નાખતાં બોલે છે.

બરાબર એ જ સમયે શિલ્પા ભાનમાં આવે છે, પરંતુ હાલ શિલ્પા ખૂબ જ ડરેલ હતી, બીજે દિવસે શિલ્પાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવે છે, અને શિલ્પા અને મિહિર રમણભાઈ સાથે થયેલ વાતચીત મુજબ તેઓ રામનભાઈના ઘરે રહેવા માટે જાય છે, અને એકાદ અઠવાડિયા બાદ મિહિર પોતાનાં અને શિલ્પાનાં એ ડ્રિમ હાઉસ સમાન સિલ્વર સ્ટોન ટેનામેન્ટ ઓછી કિંમતે ખોટ ખાયને વેચી મારે છે. કારણ કે તેઓ માટે પોતાનાં ડ્રિમ હાઉસ કરતાં તેનાં જીવનમાં ભવિષ્યમાં જે સંતાન જન્મવાનું હતું તે વધુ મહત્વનું હતું.

ત્યારબાદ શિલ્પા અને મિહિર પોતાનાં પિતાના ઘરે રહેવા માટે ચાલ્યાં જાય છે, અને મિહિર થોડા મહિના માટે વર્ક ફ્રોમ હોમ વિકલ્પ પસંદ કરે છે, જેથી તે શિલ્પાની વધુ નજીક રહીને સંભાળ લઈ શકે. બાકી મિહિરે એકવાર શિલ્પાને એકલી છોડીને જે ભૂલ કરેલ હતી તેવી ભૂલ દોહરાવવા નહોતો માંગતો.


Rate this content
Log in

Similar gujarati story from Horror