Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Leena Vachhrajani

Tragedy Inspirational Thriller


4  

Leena Vachhrajani

Tragedy Inspirational Thriller


ધ ડિજિટલ દોસ્ત

ધ ડિજિટલ દોસ્ત

4 mins 333 4 mins 333

“હલ્લો ગુડ મોર્નિંગ અક્ષય.”નીતિએ મેસેજ પોસ્ટ કર્યો. બે પાંચ મિનિટ રાહ જોઈ. કેમ જવાબ ન આવ્યો ! ફરી દસ મિનિટ વહી.

હવે સહેજ ચટપટી થઈ. બીજો મેસેજ કર્યો.“કેમ સાયલન્ટ મોડ પર છે ? ઓલ ઓ.કે.”

અને તરત રિપ્લાય આવ્યો. “યસ યસ બેનપણી. ઓલ ગુડ. જરા મોડો જાગ્યો.”

નીતિને હાશકારો થયો. એ રોજના કામે વળગી. પોતાનું,પતિ વિશ્વમ અને દીકરી નીવાનું ટિફિન તૈયાર કરીને ઓફિસ જવા નીકળી. જતાં જતાં વિશ્વમને સમયસર દવા લેવાની અને નીવાને બહાર ફરફર કર્યા વગર સીધા ઘેર આવવાની સૂચના આપીને ગાડીનો સેલ માર્યો.

ઓફિસ પહોંચીને કેબિનમાં રિવોલ્વિંગ ચેર પર જરા પડતું મૂકાઈ ગયું.“હા..શ.”

બે કલાક તો માથું ઊંચું કરવાનો પણ સમય ન મળ્યો. લંચ અવર થયો. નીતિએ ટિફિન અને મોબાઈલ બંને ખોલ્યાં. બંને માટે એને સરખી આતુરતા હતી.

મેસેજના ઢગલા પડ્યા હતા. એક એક મેસેજ લગભગ પાંચ પાંચ વાર રિપીટ આવ્યો હતો. મોં બગાડીને એણે પહેલો કોળિયો ભર્યો. સ્ક્રોલ કરતાં કરતાં દેખાયું.“નીતિ મેડમ આપણી દોસ્તીની વર્ષગાંઠ આવી રહી છે. યાદ છે ?”

નીતિના ચહેરા પર સરસ સ્મિત ફરકી ગયું.ટાઈપ કર્યું,“લો કર લો બાત ! યાદ અને મને ન હોય ? જીવનમાં એક જ મિત્ર એવો મળ્યો કે જેને હું માત્ર મોબાઈલથી મળું છું તોય સહુથી વધુ ગાઢ મિત્રતા એની સાથે જ છે. પતિદેવ પણ સવારે મજાક કરે કે,ગુડ મોર્નિંગ કહી દેજે નહીંતર એની અને તારી મોર્નિંગ ગુડ નહીં થાય.”

સામેથી સ્માઈલીની ઈમોજી આવી.

નીતિ ફરી કામમાં વ્યસ્ત થઈ. છ વાગે કોમ્પ્યુટર બંધ કરીને સહેજ રિલેક્ષ થઈ. ઓફિસથી ઘેર આવતાં ગાડીમાં એક વર્ષ પહેલાં “અક્ષય-ધ ડિજિટલ દોસ્ત”વિશે મન વિચારે ચડ્યું. આ સોશિયલ મિડિયા પણ અલ્લાઉદ્દીનના જાદૂઈ ચિરાગ જેવું છે. ન ધાર્યું હોય એવું જિંદગીમાં થઈ જાય. અક્ષય સાથે આમ જ ભેટો થયો હતો. મ્યુચ્યુઅલ ફ્રેન્ડલિસ્ટમાંથી પરિચય થયો અને ધીરે ધીરે આખું લિસ્ટ એક બાજુ મુકાઈ ગયું. સરસ મિત્રતા પાંગરી અને બંને પરિવાર વચ્ચે ડિજિટલ સબંધ બંધાયો. નીતિ અને અક્ષય બંનેના પારદર્શક સંબંધ પરિવારને પણ એક નવા યુગની જીવનશૈલી અપનાવવાનો આનંદ આપી રહ્યા હતા. હા, કોઈ ને કોઈ કારણસર એક જ શહેરમાં રહેવા છતાં મળવાનો મેળ નહોતો પડ્યો.

દોસ્તીની પ્રથમ વર્ષગાંઠ આવી પહોંચી. સવારથી નીતિ અને વિશ્વમ રોમાંચ અનુભવતાં હતાં. “નીતિ આજે અક્ષયને કહે કે સાંજે મળીએ. સાથે કેક કાપીશું અને જમશું.”

નીતિએ મેસેજ કર્યો,“હાય, મિત્રતા મુબારક. વિશ્વમ કહે છે કે સાંજે મળીએ.”

થોડી જ વારમાં જવાબ આવ્યો,“હા મળીએ.” 

જગ્યા અને સમય નક્કી થયાં. સાંજે નીતિ અને વિશ્વમ તૈયાર થઈને ગાર્ડન રેસ્ટોરન્ટમાં પહોંચી ગયાં.

પંદરેક મિનિટ રાહ જોતાં જોતાં વિતી હતી. નીતિને સહેજ ચટપટી થતી હતી ત્યાં એક વીસેક વર્ષની સુંદર નવયૌવના નજીક આવી. “હલ્લો, હું પરી. તમે નીતિઆન્ટી ?”

“હં... હા. હું નીતિ અને આ વિશ્વમ.”

“નમસ્તે અંકલ. હું તમારા ડિજિટલ મિત્ર અક્ષયની દીકરી છું.”

નીતિને બહુ નવાઈ લાગી. “બેસ બેટા. તું એકલી ? અક્ષય ક્યાં ? કે ગિફ્ટ લાવવી પડે એટલે મહાશય બહાનું કાઢીને ગાયબ થઈ ગયા ?”

“ના આન્ટી. પપ્પા ક્યારેય કોઈને રાહ જોવડાવતા જ નહોતા.” 

હવે નીતિના કાન ચમક્યા.“રાહ જોવડાવતા નહોતા... ! એટલે ?”

પરીનો અવાજ અને આંખો બંને ભીનાં થયાં.“પપ્પા ત્રણ દિવસ પહેલાં વિદાય થયા.”

નીતિ અને વિશ્વમ સ્તબ્ધ બની ગયાં.“અરે ! પણ આજ સુધી એમના મેસેજ તો આવ્યા છે.” 

“હા આન્ટી. હું તમને બધી વાત જણાવવા જ આવી છું. સાત દિવસ પહેલાં અચાનક પપ્પા બેભાન થઈ ગયા. હોસ્પિટલ લઈ ગયાં અને બધા ટેસ્ટ કરાવતાં અમારા પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ.” 

નીતિની પાંપણ પર હવે જળબિંદુ ઝળક્યાં.

“પપ્પાને જીવલેણ છેલ્લા સ્ટેજનું બ્લડકેન્સર જાહેર થયું. અને પછીના પાંચ દિવસ પપ્પાની ઈચ્છા મુજબ અમે ઘરમાં કેદ થઈ ગયાં. પપ્પાએ રીતસર પોતાની જિંદગીનું સરવૈયું કાઢ્યું. એમાં એક કામ મને બહુ ભારપૂર્વક સોંપ્યું. તમારી મિત્રતાને એક વર્ષ પૂર્ણ થવામાં માત્ર ગણ્યાગાંઠ્યા દિવસો હતા. પપ્પાએ મને કહ્યું,“પરી, લૌકિક સંબંધો અને લૌકિક જિંદગી તો મેં સમજણથી જીવી લીધી પણ આ અલૌકિક ડિજિટલ સંબંધનો એટલો આનંદ મને છવાયેલો છે કે આ કામ તારે પૂરું કરવાનું રહેશે. નીતિને જાણ ન થવી જોઈએ કે મિત્રતાનો સંબંધ અલ્પઉંમરનો નીવડ્યો. કમ સે કમ એક વર્ષની ઉજવણી સુધી તો હું રહું કે ન રહું, તું મારા શબ્દો પહોંચાડતી રહેજે. અને રૂબરૂ મળે ત્યારે જ મારી ગેરહાજરીના સમાચાર આપીશ એવું વચન આપ. તેં આગ્રહપૂર્વક મને ડિજિટલ ટેકનોલોજી શીખવાડી એ બદલ તારો ઋણી રહીશ.”

પછી તમારી સાથે રોજ વાત મેં જ કરી છે. ચાર દિવસમાં તો પપ્પા જીવન સમેટીને વિરામ પામી ગયા.”

પરી હવે રીતસર હિબકે ચડી ગઈ. નીતિ અને વિશ્વમ પણ નીતરતી આંખે પરીને આશ્વાસન આપતાં રહ્યાં. પછીનો એક કલાક નીતિ અને વિશ્વમે પરી પાસેથી બધી પરિસ્થિતિનો તાગ મેળવી લીધો.

“પરી,બેટા અક્ષય જેવો ડિજિટલ દોસ્ત - એ માણસ એક સંબંધ રોપી ગયો. એ માણસ તો વર્ચ્યુઅલ કેમ જીવાય એ શીખવાડી ગયો. એક રૂઢિચુસ્ત સામાજિક ઢાંચાની માનસિક સાંકળ તોડતાં શીખવાડી ગયો. તારા પપ્પા માત્ર મેસેજમાં હીરોગીરી નહોતા કરતા પણ જિંદગીમાં પણ હીરો બની ગયા.”

પાંચ વર્ષ બાદ..નીતિ અને વિશ્વમને આંગણે રૂડો અવસર આવીને ઊભો હતો. લાલ વાંસના માંડવડા અને લીલી પીળી ભાતના ચંદરવા રોપાયા હતા. સાજનમાજન શોભતું હતું. ગોધુલિક વેળાએ નીતિ અને વિશ્વમે ડિજીટલ દીકરી પરીનું કન્યાદાન કરવાનો મહામુલો અવસર મેળવ્યો. 

પરી વિદાય વખતે વિશ્વમના ખભે માથું ઢાળીને રડી રહી હતી. “પાપા, મારા પાપા.”


Rate this content
Log in

More gujarati story from Leena Vachhrajani

Similar gujarati story from Tragedy