Rahul Makwana

Drama Fantasy Thriller

4  

Rahul Makwana

Drama Fantasy Thriller

ધ અર્થ ઇસ ઇન ડેન્જર

ધ અર્થ ઇસ ઇન ડેન્જર

8 mins
527


તેજસ આજે ખુબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો હતો, કારણ કે તે જે કાજલ નામની યુવતીને પસંદ કરતો હતો, તેને આજે પોતાના દિલમાં રહેલ લાગણીઓ વ્યક્ત કરવાનો હતો, સવાર વહેલો જાગીને તેજસ એકદમ ઝડપથી તૈયાર થઈ ગયો, અને કોલેજ જવાં માટે એક અલગ પ્રકારનાં ઉત્સાહ સાથે ઘરેથી થોડોક વહેલો નીકળ્યો.

તેજસ એક સામાન્ય પરિવારમાંથી હતો, તે નાનપણથી જ ભણવામાં ખુબ જ હોશિયાર હતો, તે દરેક પરીક્ષામાં પ્રથમ આવતો હતો, અને વિજ્ઞાન એ તેનો મનપસંદ વિષય હતો, આથી તેજસે બી.એસ.સી (વિજ્ઞાન પ્રવાહમાં) એડમિશન લીધેલ હતું, અને હોંશે હોંશે ભણી રહ્યો હતો...પરંતુ તે એ બાબતથી તદ્દન અજાણ જ હતો કે તેની વિજ્ઞાન વિષયમાં રુચિ જ તેને એક અલગ જ રસ્તે લઈ જશે.. જેનાં વિશે તેજસે સપનામાં પણ વિચારેલ નહીં હોય.!

તેજસના ઘરથી તેની કોલેજ 8 કિ.મી દૂર હતી, આથી તે સીટી બસ દ્વારા દરરોજ કોલેજે જતો હતો...તેજસ દરરોજ સવારે ઘરેથી 8 વાગ્યે નીકળતો, અને તેના ઘરથી થોડે દૂર આવેલ સીટી બસ સ્ટેશને પહોંચી કોલેજે જવાં માટે સીટી બસની રાહ જોતો હતો.

ધીમે - ધીમે દિવસો, અઠવાડિયા અને મહિનાઓ વિતવા લાગ્યાં, એવામાં તેજસ અને કાજલ એકબીજાને ઘણીવાર સીટી બસ સ્ટેશનેએ ભેગાં થયાં હતાં, પરંતુ ક્યારેય તે બંને વચ્ચે વાતચીત થઈ ન હતી.બસ માત્ર એકબીજાને જોઈને ઓળખતાં હતાં.

તેજસ મનોમન કાજલને પસંદ કરી રહ્યો હતો...ધીમે ધીમે તેજસની પસંદ પ્રેમમાં પરિણમી હતી.અને આજે તેણે પોતાની લાગણીઓ કાજલને જણાવવાનો મક્કમ ઈરાદો કરેલ હતો.!

 

તારીખ : 29/07/2090

 સમય : સવારનાં 11 કલાક

 સ્થળ : અંતરિક્ષમાં આવેલ ટાઈસન ગ્રહ

"મિત્રો, આજે આપણે "એક્વાફિશ" નામનું જે મિશન શરૂ કરેલ હતું તેનો એક મહીનો પૂરો થઈ ગયો છે...અને આપણને આપણાં મિશનમાં 80 % જેટલી સફળતા પણ મળી છે..અને ભવિષ્યમાં આપણાં ગ્રહ પર પણ પૃથ્વીની જેમ પાણી મળી રહેશે.આવું આપણાં માલિક ડૉ. ડી.સિલ્વાએ જણાવેલ છે…!"આટલું બોલીને ટીમ લીડર કેપ્ટન હોઝો અટક્યા.

"પણ ! માલિક ! આપણને આ મિશનમાં સો ટકા સફળતા મળશે એવી તમને પાકી ખાતરી છે…?" - ટોબો પોતાનાં મનમાં રહેલ મૂંઝવણ જણાવતાં બોલ્યો.

"આ ! મિશનમાં આપણને 100 % સફળતા મળશે જ તે કારણ કે આપણા માલિકે આ મિશન જેને સોંપ્યું છે તે લિજેન્ડ ડેસ્ટિ પર તેમને પૂરેપૂરો વિશ્વાસ છે...લિજેન્ડ ડેસ્ટિ એ એક બહાદૂર લેડી છે.જે આપણી ગેલેક્સીની જ નહીં પરંતુ આખા બ્રહ્માંડની એક બહાદૂર લેડી છે.આ ઉપરાંત એકવા એટલે કે વોટર એ આપણાં માટે અને આપણાં અસ્તિત્વ માટે ખુબજ જરૂરી છે...જો આપણને નજીકના ભવિષ્યમાં પાણી નહીં મળે તો આપણાં બધાનું અસ્તિત્વ જોખમમાં મુકાય જશે.અને આપણી પાસે હાલમાં પાણીનો જે જથ્થો છે એ નજીકના સમયામાં જ ખૂટી જાય એટલો છે માટે આ મિશનમાં આપણને સફળતા મળવી ખુબજ જરૂરી છે.

 ટાઈસન ગ્રહ એ પૃથ્વીથી હજારો મિલિયન કિ.મી દૂર આવેલ એક કૃત્રિમ ગ્રહ છે, જે ગ્રહમાં ઊર્જા માટેની મુખ્ય આવશ્યકતા છે વોટર(પાણી) ત્યાં રહેલાં લોકો કે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજનસી ધરાવતા હાઈટેક રોબોટ છે કે જે ઈચ્છા પ્રમાણે ધારે એવું અને ધારે એનું સ્વરૂપ લઈ શકતાં હતાં,આ ઉપરાંત તે ગ્રહમાં આવેલા બધાં જ વાહનો, યંત્રો વગેરે એક્વાફ્યુલ પર જ ચાલે છે, આ આખા ગ્રહમાં એક જ મનુષ્ય હતો જેનું નામ હતું સાઈન્ટીસ ડૉ.ડી. સિલ્વા કે જેની સાથે આપણાં દેશમાં વસતા લોકોએ ખુબજ દૂર્વ્યવહાર કરેલો હતો, અને પોલીટીકલ દાવપેચમાં તેનાં પરિવારના બધાં જ સભ્યોને બેરહેમીથી મોતને ઘાટ ઉતારી દીધેલ હતાં, આથી તેનાં મનમાં પોતાનાં શહેર, રાજ્ય, દેશ, અને સમગ્ર પૃથ્વીથી નફરત થઈ ગયેલ હતી.આથી તેનો બદલો લેવાં માટે તેણે ખુબજ મહેનત કરીને એક નાનું એવું પણ પાવરફુલ સ્પેસશટલ બનાવ્યું હતું...જેનાં દ્વારા તેણે આ કૃત્રિમ ગ્રહ શોધી કાઢેલ હતો, અને એ જ ગ્રહ પર તેણે પોતાની લેબ બનાવીને અસંખ્ય હાઈટેક આર્ટિફિશિયલ ઈન્ટેલીજનસી ધરાવતાં રોબોટ બનાવ્યાં હતાં.તેનો એક જ ગોલ હતો પૃથ્વીનો સર્વનાશ…!

હાલમાં ડૉ. ડી. સિલ્વાએ પૃથ્વીના વિનાશ માટે એક આખી રોબોટ ફોજ તૈયાર કરેલ હતી.. જે બધા જ રોબો એક્વાફ્યુલ સિસ્ટમથી જ ચાલે તેવાં તેણે બનાવ્યા હતાં, બસ જરૂર હતી તો તેને પૃથ્વી પરથી બધો જ પાણીનો સ્ત્રોત તેના ટાઈસન ગ્રહ પર લાવવાની...જ્યારે પણ તેને પાણીનો પૂરતો સ્ત્રોત મળી રહેશે તેના બીજે જ દિવસે તે કોઈપણ પ્રકારનાં સંકેત વગર પૃથ્વી પર હુમલો બોલાવી દેવાનો હતો.ડૉ. ડી.સિલ્વા ધારે તો પણ પૃથ્વી પર પાછા ફરી શકે તેમ ના હતાં કારણ કે તે આખી દુનિયામાં મોસ્ટ વોન્ટેડ તરીકે જાણીતા થઈ ગયાં હતાં. આથી તેણે કેપ્ટન હોજો સાથે મળીને "મિશન એક્વાફિશ" કે જેનું મુખ્ય પાત્ર લિજેન્ડ ડેસ્ટિ હતી તે તૈયાર કર્યું જેનાં દ્વારા તે ટાઈસન ગ્રહ પર પાણી લાવવાના હતાં.

તેજસે હિંમત કરીને કાજલને પોતાનાં મનની વાત જણાવી પરંતુ કાજલે તેજસની પ્રપોઝલનો અસ્વીકાર કરતાં કહ્યું કે," હું ! ઈચ્છું તો પણ તારી પ્રપોઝલને સ્વીકારી શકુ તેમ નથી…!" - કાજલે તેજસને કહ્યું.

"પણ ! મને એ કારણ તો જણાવ કે જેને લીધે તું મારી પ્રપોઝલને સ્વીકારી શકતી નથી…!" - તેજસે આશ્ચર્ય અને નવાઈ સાથે કાજલને પૂછ્યું.

"તારે ! કારણ જાણવું હોય તો આ એડ્રેસ પર આજે રાતે 12 આવી જજે..!" - કાજલ તેજસને એક વિઝીટીંગ કાર્ડ આપતાં બોલી.

આ બાજુ તેજસ એકદમ હતાશ અને નિરાશ થઈને પોતાનાં ઘરે પાછો ફરે છે.અને મનમાં કાજલે તેની પ્રપોઝલનો અસ્વીકાર કર્યો તેનું તો ખુબ દુઃખ હતું જ તે પરંતુ તેના કરતાં કાજલે શાં માટે તેની પ્રપોઝલનો અસ્વીકાર કર્યો હતો તે કારણ જાણવા વધુ આતુર હતો.આથી તે આજે રાતનાં 12 વાગે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો…!


એ જ દિવસે રાતે 12 વાગ્યે : 

તેજસ રાતનાં 12 કલાકે કાજલે જે એડ્રેસ જણાવેલ હતું તે એડ્રેસ પર પહોંચી ગયું, તે સ્થળ ગામની બહાર આવેલ એક જૂની ફેકટરી હતી, જે વર્ષોથી બંધ હતી, પરંતુ હકીકતમાં તે ટાઈસન ગ્રહ પરથી આવેલ લોકોનું કોમ્યુનિકેશન સેન્ટર હતું.

આથી તેજસ કાજલની નજીક ગયો, અને કાજલ શાં માટે તેને પ્રેમ નથી કરી શકતી તે પાછળનું કારણ જણાવવા કહ્યું.

તેજસનો પ્રશ્ન સાંભળીને કાજલે કહ્યું કે, "મારા ! સોફ્ટવેર અને હાર્ડવેરમાં લાગણી નામનો કોઈ જ સોફ્ટવેર કે ડેટા બેઈઝ અપલોડ થયેલ નથી પરંતુ તેને જોઈને મને કોઈક મારું પોતાનું હોય એવું લાગી રહ્યું છે...બાકી મને આ બાબતે બધું કોઈ માહિતી નથી...હું અમારી કોમ્યુનિટી સાથે વિશ્વાસઘાત કરીને તને મારી વાસ્તવિકતા જણાવવા જઈ રહી છું…!" - આટલું બોલતાની સાથે જ કાજલ તેનાં ઓરિજનલ ચહેરામાં આવી ગઈ...જે એક રોબો જ હતી...આ જોઈ તેજસનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું તેને લાગી રહ્યું હતું, તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી.શું કરવું…? શું બોલવું..? એ તેજસને સમજાય નહોતું રહ્યું...પોતે જે જોયું તેના પર તેને ખુદને પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો.

એવામાં અચાનક કાજલનું પૂરેપૂરું શરીર ધ્રુજવા લાગ્યું...તેના શરીરમાં એકપછી એક ઝટકા આવવા લાગ્યાં… આ જોઈ કાજલ હેરાન થતાં અવાજમાં બોલી...કે

" મને એવું લાગી રહ્યું છે કે મારે મારા ગ્રહ પર પાછા ફરવાનો સમય આવી ગયો છે...આથી મારે મારા ગ્રહ પર પાછા ફરવું પડશે…!" - આટલું બોલી કાજલે તેજસ તરફ એક પેનડ્રાઈવ ફેંકી...અને જોત-જોતામાં કાજલ ગાયબ થઈ ગઈ.!

 ત્યારબાદ તેજસ ખુબજ ઝડપથી પોતાનાં ઘરે પાછો કર્યો અને કાજલે જે પેનડ્રાઈવ પોતાની તરફ ફેંકી હતી તેમાં શું માહિતી હશે એ જાણવા માટે તેજસે પેનડ્રાઈવ લેપટોપ સાથે લગાવી...પરતું એ 

પેનડ્રાઈવ પાસવર્ડ પ્રોટેકટેડ હતી...જે ઓપન કરવાં માટે તેજસે ખૂબ જ પ્રયત્ન કર્યા પરંતુ તે પેનડ્રાઈવ ખુલી નહીં...અંતે તેજસે પાસવર્ડ લખ્યો "કાજલ" અને પેનડ્રાઈવ એક જ ઝાટકે ઓપન થઈ ગઈ...આથી તેજસને આનંદનો પાર ના રહ્યો.પરતું જેવું તેણે પેનડ્રાઈવમાં રહેલ ફોલ્ડર ઓપન કર્યું તો તે એકદમથી ગભરાઈ ગયો.

સ્થળ : ટાઈસન ગ્રહ પર આવેલ ડૉ. ડી.સિલ્વાની લેબ

ડૉ. ડી.સિલ્વા અને કેપ્ટન હોજો બંને પોતાની લેબમાં બેસેલ હતાં, એવામાં એકાએક પ્રકાશનો એક ઝબકારો થયો, અને એ પ્રકાશનાં ઝબકારા સાથે લિજેન્ડ ડેસ્ટિ પોતાનાં ઓરિજનલ રોબો સ્વરૂપે પ્રગટ થઈ.

અને "મિશન એક્વાફિશ" ની સંપૂર્ણ માહિતી આપતાં જણાવ્યું કે, "સર ! મેં એક ડીવાઈસ બનાવ્યું છે જે ડીવાઈસ દ્વારા આપણે પૃથ્વી પર કિરણો છોડીશું...જે એકવામાં રહેલ હાઈડ્રોજન અને ઓક્સિજનનાં મોલેક્યુલ્સને અલગ કરી નાખશે...અને ત્યારબાદ તે વેપરમાં ફેરવાઈ જશે અને એ વેપર આપણાં ગ્રહ સુધી પહોંચશે...ત્યારબાદ ફરીથી એ વેપરને ઠંડી પાડીશું… એટલે તે ફરીવાર પાણીમાં ફેરવાઈ જશે…!" - લિજેન્ડ ડેસ્ટિએ ડૉ. ડી.સિલ્વા અને કેપ્ટન હોજોને જણાવ્યું.!" 

લિજેન્ડ ડેસ્ટિની વાત સાંભળીને ડૉ. ડી.સિલ્વા અને કેપ્ટન હોજો ખૂબ જ ખુશ થઈ ગયાં…અને લિજેન્ડ ડેસ્ટિને આવતીકાલથી જ આ કામે લાગી જવા માટેનો કમાન્ડ આપ્યો...અને ત્યારબાદ લિજેન્ડ ડેસ્ટિએ તેઓની પરમિશન લઈને અદ્રશ્ય થઈ ગઈ.

 આ બાજુ ડૉ. ડી.સિલ્વા અને કેપ્ટન હોજો આ "એક્વાફિશ" મિશનને અંતિમ અંજામ આપવા માટે તડામાર તૈયારીઓ કરવામાં લાગી ગયાં.

તેજસે પેનડ્રાઈવ ઓપન કરી અને તેમાં રહેલ ફોલ્ડર "મિશન એકવા ફિશ" ઓપન કર્યું...જેમાં મિશન એક્વાફિશની પૂરેપૂરી વિગતો આપી હતી.. આથી તેજસે એકપણ ક્ષણનો વ્યય કર્યા વગર જ રાજ્યનાં મુખ્યમંત્રી, ભારતીય આર્મી, વડાપ્રધાન, ગૃહમંત્રી, વિદેશમંત્રીને એક મેઈલ કર્યો જેનું ટાઈટલ તેણે લખ્યું હતું."ધ અર્થ ઈસ ઈન ડેન્જર".

રાતનાં એક વાગી ચુક્યો હોવાછતા પણ તેજસના એ મેઈલ જાણે થોડીક જ મિનિટોમાં જાણે આખે આખી સિસ્ટમને હચમચાવી મૂકી હોય તેવું લાગી રહ્યું હતું.જોત-જોતામાં તો તેજસના ઘરે દેશના નામી નેતાઓ આવી પહોંચ્યા.

ત્યારબાદ તેજસે એ બધાંને પોતાની સાથે બનેલ આખી ઘટનાં વિશે જણાવ્યું અને "મિશન એક્વાફિશ" વિશે પૂરેપૂરી માહિતી આપી.આથી તેજસને ઈન્ડિયાની એસ્ટ્રોનોડ સ્પેઈશ લેબમાં લઈ ગયાં.

એસ્ટ્રોનોડ લેબનાં શ્રેષ્ઠ સાઈન્ટીસોની ટીમ પાસે અગાવથી એક પાવરફુલ ન્યુલિયર મિસાઈલ બનાવેલ જેની મદદથી ટાઈસન ગ્રહનો ખાત્મો બોલાવી દેવાનો પ્લાન ઘડવામાં આવ્યો, એ જ રાતે સરકારમાંથી પરમિશન લઈને આખી ટીમે આંખના પલકારામાં આ મિસાઈલ ટાઈસન ગ્રહ પર છોડી દીધી...અને ટાઈસન ગ્રહનાં ટુકડે - ટુકડા થઈ ગયાં, અને આખે આખા બહ્માંડમાં ટાઈસન ગ્રહ ટુકડે ટુકડા સ્વરૂપે તરવા લાગ્યો.

ત્યારબાદ થોડાક મહિના બાદ ભારત સરકાર દ્વારા એક મોટા સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં તેજસે બતાવેલ બહાદૂરી, હોશિયારી, હિંમત, ત્વરિત નિર્ણય વગેરેને લીધે પૃથ્વી ગ્રહનો વિનાશ થતો અટકાવી શકાયો તે માટે આ સમારંભમાં તેજસને "રેડ એન્ડ વ્હાઈટ બ્રેવ એવોર્ડ" રાષ્ટ્રપતિ દ્વારા અર્પણ કરવામાં આવ્યો.

તેજસે આ પ્રસંગે પોતાનું વક્તવ્ય આપતાં કહ્યું કે, "મને જે યોગ્ય લાગ્યું એ મેં કર્યું, આપણાં ગ્રહ પૃથ્વીની રક્ષા કરવીએ મારી એક નૈતિક ફરજ છે...પરંતુ એક વાત મારા હૃદયને ખૂબ જ સ્પર્શી ગઈ છે…!" - આટલું બોલી તેજસ થોડીવાર અટક્યો..!

"એવી કઈ વાત છે…? જે તમારાં હૃદયને સ્પર્શી ગઈ…?" - એક મીડિયા કર્મચારીએ તેજસને આશ્ચર્ય સાથે પૂછ્યું.

"પહેલાંના સમયમાં માણસો લાગણીશીલ હતાં, અને મશીનો એટલે કે યંત્રો લાગણીવિહીન હતાં, જ્યારે હાલમાં ડૉ. ડી.સિલ્વા જેવાં માણસો લાગણીવિહીન (વિકૃત) બની ગયાં છે, જ્યારે લિજેન્ડ ડેસ્ટિ જેવાં યંત્રો લાગણીશીલ બની ગયાં છે...એ વાત ખરેખર મારા હૃદયને સ્પર્શી ગઈ છે.જો લિજેન્ડ ડેસ્ટિએ મને મદદ ના કરી હોત તો કદાચ હાલમાં મારું, તમારું કે આપણાં કોઈનું વજૂદ પણ ના હોત, આપણાં કોઈનું અત્યારે અસ્તિત્વ જ ના હોય...માટે હું લિજેન્ડ ડેસ્ટિનો જેટલો આભાર માનુ એટલો ઓછો છે..!" - તેજસ આકાશ તરફ જોઈને બોલ્યો..

ત્યારબાદ પૃથ્વી ગ્રહ પર ટાઈસન ગ્રહવાસીઓનો હુમલો ટળી ગયો હોવાથી લોકો પોત - પોતાની લાઈફમાં ફરી વ્યસ્ત થઈ ગયાં અને તેજસ લિજેન્ડ ડેસ્ટિ એટલે કે કાજલ અને તેની સાથે વિતાવેલ હરેક યાદગાર પળોને દિલમાં રાખીને પોતાની લાઈફ વિતાવવા માંડ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Drama