STORYMIRROR

Kaushik Dave

Romance Fantasy Others

4  

Kaushik Dave

Romance Fantasy Others

દેવપ્રિયા- ભાગ-૧

દેવપ્રિયા- ભાગ-૧

3 mins
293

લોકડાઉન દરમિયાન લખેલી ધારાવાહિક વાર્તા - દેવપ્રિયા

( આ વાર્તા એક કર્તવ્ય પરાયણ અને આજ્ઞાંકિત યુવાનની છે. જે પોતાની મા ની વાત માનતો હોય છે. અને ભગવાન પર વિશ્વાસ રાખતો હોય છે. આ વાર્તા એક પ્રેમ કહાની, ફેન્ટસી, ભગવત ભક્ત અને રહસ્ય રોમાંચની છે. જે આપને પસંદ પડશે.)    

 સવાર સવારમાં ભાર્ગવ નર્મદા નદીમાં સ્નાન કરી ને પોતાની સાયકલ પર ઘરે જતો હોય છે. મનમાં ઈશ્વરનું સ્મરણ કરતો હોય છે.

ઓમ્ નમઃ શિવાય, ઓમ્ નમઃ શિવાય, ઓમ્ નમઃ શિવાય..

એજ વખતે ભાર્ગવના મોબાઈલમાં રીંગ વાગી.. જોયું તો એની કોલેજની મિત્ર ઝંખનાનો ફોન હતો.

ભાર્ગવ ઝંખના નો ફોન કટ કરે છે. અને પાછો શંકર ભગવાનનું સ્મરણ કરે છે. રોજની જેમ બાર જ્યોતિર્લિંગનો શ્લોકો મનમાં બોલીને સાયકલ ચલાવે છે.

આ નિત્ય નિયમ પ્રમાણે મંત્રો બોલી ને પોતાની સાયકલ ઊભી રાખે છે. પોતાની કોલેજની ફ્રેન્ડ ઝંખનાને ફોન કરે છે.

  " હલ્લો, ઝંખના, હું ભાર્ગવ. અત્યારે સવારના કેમ ફોન કર્યો ? કોઈ કામ છે ?" ભાર્ગવ બોલ્યો.     

  "હેલ્લો,ભાર્ગવ અત્યારે તું શું કરે છે ? "ઝંખના બોલી.  

  બોલ્યો," આ સવારે નર્મદા સ્નાન. બ્રાહ્મણ નો દીકરો છું. હવે ઘરે જઈ ને પૂજા પાઠ કરીશ... રસ્તામાં મંત્રોચ્ચાર કરતો હતો. સાયકલ પર હતો. એટલે તારો ફોન કટ કર્યો હતો...બોલ કેમ યાદ કર્યો ?"  

  " ભાર્ગવ આજે કોલેજ આવે તો તારી હિસ્ટ્રી ની નોટ લેતો આવજે. મારે થોડી નોટસ લખવાની બાકી છે. સારૂ ત્યારે આપણે કોલેજમાં મળીશું."

   ભાર્ગવ ભરૂચથી દસ કિલોમીટર દૂર નર્મદા કાંઠે આવેલા એક નાના ગામડામાં રહેતો હોય છે.

ભરૂચની આટ્સ કોલેજમાં કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હોય છે.

ભાર્ગવના પિતાજી ગોરપદુ કરીને ગુજરાન ચલાવતા હોય છે....ભાર્ગવે આર્ટ્સ લીધું હતું.

 પોતાના પિતા સાથે ગોરપદાના કામમાં મદદ પણ કરતો હોય છે.                        

  ઝંખના જુના ભરૂચના મધ્યમાં રહેતી હોય છે.. ભાર્ગવ સાથે કોલેજમાં અભ્યાસ કરતી હોય છે. કોલેજના પ્રથમ વર્ષથી થયેલો પરિચય અંતે પ્રેમમાં પરિણમે છે.   

નર્મદા સ્નાન કરીને ભાર્ગવ ઘરે આવી ને પૂજા પાઠ કરે છે.એની મમ્મી ને કહે છે:-" મમ્મી, આજે કોલેજ થોડો વહેલો જવાનો છું. જલદી જમવાનું બનાવજે."

" હા,મારા દીકરા મારે તો જમવાનું નવ વાગ્યે તો બની જ જાય છે. તું તો અગિયારની બસમાં જ જાય છે ને !"

હા, મમ્મી,કોલેજ બાર વાગ્યાની છે. પણ આજે તો કોલેજ સાયકલ પર જવાનો છું."

" પણ બેટા, તું થાકી જઈશ. આ દસ કિલોમીટર છે."

ના,રે, મમ્મી.. ઘણીવાર હું સાયકલ ચલાવીને તો કોલેજ જાવ છું..એમ કંઈ થાકી જવાય. મમ્મી, તમારે ભરૂચથી કંઈ લાવવાનું હોય તો કહેજો."

" ના,બેટા, કંઈ લાવવાનું નથી.પણ તારું એક બીજું કામ છે."

"બોલ મમ્મી"

" જો બેટા આમ તો પાવાગઢ મહાકાળી માતાજી ના દર્શન કરવા તો હું જ જાવ છું..પણ કાલે હું જઈ શકું એમ નથી. મેં તારા માટે માનતા માની છે. એટલે તારે કાલે સવારે પાવાગઢ દર્શન કરવા જવાનું છે."

"સારૂં મમ્મી..કોલેજ થી વહેલો આવી જઈશ. ને રાત્રે તૈયારી કરીને વહેલી સવારે પાવાગઢ દર્શન કરવા જઈશ."

જમી ને ભાર્ગવ સાયકલ પર કોલેજ જાય છે.

     કોલેજમાં બે પીરીયડ ભરીને ભાર્ગવ ક્લાસમાંથી નીકળીને કોલેજની બહાર ઝંખનાની રાહ જુએ છે.    

  પાછળ પાછળ ઝંખના પણ ક્લાસમાંથી નીકળીને ભાર્ગવ ને મળે છે.. ભાર્ગવ એને હિસ્ટ્રીની નોટબુક આપે છે. 

  ઝંખના ભાર્ગવને કહે છે," ભાર્ગવ, કાલે હું કોલેજ આવી શકવાની નથી.".  

   "કેમ.કેમ ?"    .                      

  "જો ભાર્ગવ.. આજે સાંજે મુંબઈથી મહેમાનો આવવાના છે."

(ક્રમશઃ:- ભાગ-૨ માં ઝંખના ના ઘરે કયા મહેમાન આવવાના હોય છે ? ઝંખના ને જોવા કોઈ મુરતિયો આવવાનો હોય છે ?. ભાર્ગવ અને ઝંખનાની મિત્રતા રહેશે કે નહીં ? .. .. જાણવા માટે વાંચો ધારાવાહિક વાર્તા " દેવપ્રિયા " ..)


Rate this content
Log in

Similar gujarati story from Romance