Kalpesh Patel

Drama Tragedy Inspirational

5.0  

Kalpesh Patel

Drama Tragedy Inspirational

દેકારો

દેકારો

8 mins
1.2K


હજુ માંડ પરવારીને કૂબા ગામના લોકો સૂતા હતા. ત્યાં ભીલવાસમાં દેકારો મચેલો સંભળાયો, હાંકલા ને પડકારા. હું કૂબા ગામનો મુખી, માથે ફાળ્યું મૂકવું પડતું મૂકી, ઘોડો લઈ ભીલવાસમાં પહોચ્યો, ને ભીલવાસના ઓવારા વગરના કૂવા પાસેના મેદાનમાં જે જોયું તેનાથી હબક ખાઈ ગયો. ઓવારે સળગતી કોઈ બાઈ.. આખે આખી ભડકે બળતી હતી... ને તે રાડ્યું પાડી ઠેકડા મારતી હતી. આવું ભાળી મારી તો આંખ્યું ફાટી રહી ગઈ, "ઓ ભગવાન"... એક રાડ મારી પણ નીકળી ગઈ. પેલી બળતી બાઈ હજુ પણ કારમી રાડ્યું નાખતી હતી, 'એ… નહીં છાબવા દઉં … ક્યાંય… આયાંથી ભાગ ખોલકીના… તમારે ઘરે મા બહેન છે કે નહીં.... ઓ માડી… આઈમાં. બવ બળે છે..' જીવતી જાગતી બાઈ હવે આગનો રગડતો ગોળો બની ચૂકી હતી અને હવામાં આગળ પાછળ બળતો તેનો ઓળો ઠેકડે ઠેકડા નાખતો હતો. ભીલવાસની બાયડીયું દોડીને ગોદડીઓ સાથે ભોંય પડેલી ધૂળના ખોબા ભરી ભરીને એ ભડભડ બળતા શરીર પર ફેંકવા લાગી હતો. બેત્રણ જણીએ તો કૂવેથી પાણી કાઢી, બે ત્રણ ઘડા એની ઉપર ઢોળ્યા ને એ બાઈ અંતે ઠરી ગઈ.

ભીડ ચીરતો હું મારા ઘોડા સાથે, એ બાઈ ભોંય પર પોટલું બની પડે તે પહેલા પહોચ્યો … ઓહ આતો રૂપલી, ધના ઠાકોરની વિધવા બહેન.... એની મરુન કલરની ઓઢણી બળીને આખા ડીલે ચોંટી ગઈ હતી,તેને પહેરેલા આભલા ભરેલા કમખાનું ભરત કાળી ભમ્મર મેશને ઊજળી બતાવે તેવું થઈ, એની ભરાયેલી છાતીએ બળીને ચીપકી ગયું હતું, ચણિયો અડધો બળેલો ને અડધો પગમાં ચોંટેલો. રૂપલીના દોઢ ગજ લાંબા કાળા વાળની જગ્યાયે હવે બચેલા હતા માથે બળેલા સ્પ્રિંગ જેવા મૂળિયા, હાથ, પગ અને મોઢા ઉપર ચામડી બળીને સંકોરાઈ ગઈ અને મોઢામાંથી લાળ નીકળતી હતી. તેનું એક બલોયું* તો તાપમાં તપીને પાણો ફાટે એમ હાથમાંથી ફાટી ગયેલું. પૂરા પાંચ હાથનું રૂપલીનું જોબનીયું જોત જોતામાં બળેલા ગાભાના ઢગલા જેવુ થઈ ગયું. એનાથી માંડ માંડ શ્વાસ લેવાતા હતા.

ભીલવાસમાં રાફડે કીડિયારું ઉભરાય એમ માણહ ઉભરાવવા લાગ્યું. ચમનદ્દાની કશલી, બીજલવાની હેતલી ને શાંતીડાની કોયલી, ભગવાનકાકાની જાગુડી, રતનફોઈની જગલી બધું ટોળું અટાણે ભીલવાસમાં. કૂબાગામમાં કાંક નવાજૂની થાય ત્યારે બધા ભેગા થઈ જતા.. ધનાની ડેલી આગળ અત્યારે માણહ માતું નો'તું. ધોળા ચોરણા કેડિયા અને રાતા કાળા ઓઢણી. "અહીં દિલાસો આપવા કરતાં ડામ દેવાવાળા વધારે હતા".

એવામાં મૂળજીનું ગાડું આવ્યું એમાં ગાદલું પાથર્યું અને ચાર પાંચ આદમીએ રૂપલીને ધોળી ચાદરમાં વીંટોળી ગાદલા ઉપર સુવાડી હતી. અને ચાદરમાં લોહીના લાલ ને કાળા ડાઘ પડી ગ્યા હતા. ચમનદ્દાની કશલીએ તો એ જોઈને ઊલટી કરી. ક્યાંક ક્યાંક કોઈક રબારણુંના રોવાના ધીમા અવાજ આવતા હતા. ચંદા ભેળા બે રાતા ઓઢણા એ ગાડામાં ચડ્યા અને બાકીના ત્રણચાર કેડિયા-ચોરણા ગાડા પાછળ પગે જોડાયા અને મૂળજીનું ગાડું ગયું દવાખાને રૂપાલીને લઈ.

રૂપલીનું ગાડું ઉપડયું અને મે જોયું કે આવડા દેકારા વચ્ચે હજુય ધનો તેના ઢોલીએ પથરાયેલા તેની બીડીના તિખારાથી વીંધાય ચારણી થઈ ગયેલાં ઓછાડ ઉપર ઊંધો પડી નશકોરા બોલાવી, આખું ફળિયું ગજવતો હતો. આખી ડેલીમાં ઘાસલેટની બદબૂ આવતી હતી... હજુ ભીલવાસની બાઈયું ભેગી થયેલી તે હટવાનું નામ નહતી લેતી. પંચાતિયા ટોળાને જોઈ, અત્યારે શું વહીવટ કરવા ભેગા થ્યા છો?' મારાથી બોલાઈ ગ્યું. ચાલો જાવ ઘરે. આવડું મોટું..બાઈ માનહ..ઘાસલેટ છાંટી.. સળગી બાહર દોડી પડ્યું, ત્યાં લગી ક્યાં ગયા હતા બધા ? અને ધનાને સૂતો પડેલો જોઈ, બાઈયું ને ચાર પાંચ પાણીના ઘડા તાણી લાવી, નઘરોળને જગાડવા કહ્યું......

થોડે દૂર ઝાડ નીચે જીપ આવીને ઊભી છે. ગામના નાના બાળકો એ વાનના ફરતે ફરી રહ્યા હતા તે હવે જીપ ગાડી પાસે દોડ્યા. ગામમાં વીજળીનો દીવડો હજુ ખાલી પાદરે આવેલી પોસ્ટ ઓફિસેજ હતો. અરે જગલા ક્યાં છે, હાલ ઝપાટો કર, સપાટે ઢોલિયો ઢાળ, જોતો નથી પોલીસ પટેલ આવ્યા છે. મે રીત સરની રાડ પાડી. બીડીનો છેલ્લો કસ ખેંચી જગલાએ ઢોલીયો અને તકિયો બિછાવ્યો. પોલીસ પટેલ લવજીએ ઢોલીયા ઉપર બેસતા વેત બેચેન અવાજમાં મને, ચંદાએ સળગી મચાવેલા દેકારા માટે રીત સરનો લબડ-ધક્કે લેઈ ખખડાવ્યો, મુખી, સમજી લેજે મુદ્દામાલ સાથે કોઈ છેડ-છાડ ન થવી જોઈએ, અને પૂછ્યું હા, આ આખાય દેકારામાં, તમે જે તપાસ કરી હોય તે જણાવો મારે હમણાંજ હેડ ક્વાટર પાછા જવું પડે તેમ છે, જલ્દી કરો.

આમ બરાડતાં હવે સવજી પટેલે મૂછને તાવ દેતા ઢોલિયા ઉપર રીતસરનું લંબાવ્યું, ત્યારે જગલો ગામમાંથી ગરમા ગરમ ચાનો કપ લઈને આવી ગયો હતો, ડીટડા વગરના કાચના કપને જગલાના હાથમાં જોઈ હું મુંજયો, પાછો પોલીસ પટેલ ગુસ્સો કરશે તો ? પણ, કોઈ માથાકૂટ વગર સવજી પટેલે શાંતિથી લીધેલી ચાની પહેલી ચૂસકી પછી...મને રાહત હતી.

પટેલ, બધુજ બરાબર છે, ચંદાએ આપઘાત કરેલો છે, એ ઘના ઠાકોરની વિધવા બહેન છે અને તમે કીધું ઈમ તેને મેં દવાખાને મોકલેલ છે. અને મુદ્દામાલમાં, ખાલી ઘાસલેટનો ડબ્બો, દિવાહરીની પેટી હજુ જેમને તેમ છે, કોઈ તેને છ્બ્યુ નથી. સવજી પટેલ હવે વાસ્તવમાં હળવો થઈ ગયો હતો. એક તો આવતીકાલનો ડિસ્ટ્રીકમાં સી.એમના પ્રોગ્રામનો ચાંપતો બંદોબસ્તની જફા અને તેમાં આ આવી પડેલી કૂબાગામની ફરિયાદથી મુજાયેલ હતો પણ કેસના બધાજ તાણા-વાણાં હાથવગા હોઈ, ખાલી પંચનામું કરવાનું હતું. મુખી મને ખાતરી હતી કે તમારા કામમાં જોવા પણું નહીં હોય, ચાલો ઘટના સ્થળે. પંચનામું ત્યાં કરશું.

કૂબા ગામની કેરીની વાડીઓની ખેતી ઉપજ, સ્મૃદ્ધિ, ગામની સ્વચ્છ શેરીમાં ડોકાતી હતી. "પારકી પંચાતે મજા"ના હેતુ એ ભેગુ થયેલું ટોળું, પોલીસ પટેલ અને મુખીની સવારી સાથે જોડાતા ભેગો થયેલો જમેલો ભીલવાસમાં પહોચ્યો ત્યારે સવારનો ઉજાસ રેલાતો હતો. જુલૂસ ધના ઠાકોરની ડેલીએ પહોચ્યુ, ત્યારે માથું પકડી ઉભકલા પગે ફળિયામાં બેઠેલો ઘનો, સવજી પટેલ અને મુખીને જોતાં ઊભો થઈ ગયો.

રાત આખી કરેલી દોડધામથી સવજી પટેલનો પિત્તો સાતમા આસમાને હતો, ધનાને જોતાં વેત તડૂકયા, અરે તારા બાવડામાં બંગડિયું પહેરેલી હતી ધનીયા ! તું ક્યાં હતો... આ તારી હાજરીમાં શું થવા દીધું ? તું ચંદાનો માં-જણ્યો ભાઈ થઈને, બહેનને સળગી દેકારો મચવા દીધો ? તને આ ઉપરવારાનો પણ ડર નહતો ? સવજી પટેલના ગુસ્સો હૈયા વરાળ નીકળી જતાં હવે મંદ પડયો. પટેલે ગરીબ ગાય થઈ ઉભેલા ધના ઠાકોરને જોતાં અવાજમાં નરમી સાથે બોલ્યા.ચાલો બહુ થયું, કાયદાના હાથ બહુ લાંબા છે, હાલ બોલ તારે શું કહેવાનું છે ?

સાહેબ વાત લાંબી નહીં રાખું.. આ બધા 'દેકારા' પાછળ, મે ફૂંકેલી ચરસની બીડીઓ છે ... ડગલેથી માથાને લૂછતા ધનો બોલ્યો, મારી બેન તો બિચારી જનમથી જ દુખીયારી, જનમતાં વેત માતાનું છતર છીનવાયેલ. લોક કાલમુખી નામથી બોલાવતા, સવારે મૂઈનું મો જોવાનું ટાળતાં, પણ હું તેને રાજી રાખતો. તેના લગન થયા.. અને ટૂંકમાં વિધવા થઈ પછી આવી. ભર જુવાની અને ઉપરથી પાછું ભીનું વાન, ગામ અખૂય તેની પાછળ, પણ મારી બહેન ચંદા સાચવીને રહે. મને શું ખબર હતી કે મારા ભાઈ જેવા ભાઈબંઘ ભીમો અને ચંદુ તેની પાછળ લટ્ટુ બની તેની પાછળ કામાંધ હતા.. હુ ગઈકાલે સાંજથી વાડીએ ચોકીએ હતો..ત્યાં ચંદુ અને ભીમા સાથે ચરસ ભરેલી બીડિયુંની મહેફિલમાં હતો.

......મુંબઈના શેઠની વાડીએ,કેરીઓના ભારથી લચી પડેલા આંબાની રખવાળી માટે આંબાવાડિયામાં જ ખાટલી ઢાળીને સૂતેલા ધનાના ભઈબંધો, ચંદુ અને ભીમો રોજ મોડી રાત સુધી નશીલી બીડીઓના દમ મારતા, અને ધના હારે ગામ આખાની પટલાઈ કરી વાતો ડહોળતા. આજે રાત ઠીક ઠીક આગળ વધી ચૂકી હતી. ચંદુએ છેલ્લી અને ત્રીજી વાર મોટા ટીમરુનાં પાનમાં તમાકુ સાથે ચરસ ભરી વણીને બનાવેલ બીડીને ધખાવી ત્યારે કસ ખેચવા પડાપડી થઈ, અને વારા ફરતી વારો ઈમ ચંદુએ પેટાવેલી બીડીને ભીમાએ ફૂંકી બરાબર પ્રજ્વલિત કરી, પછી ધનાને ધરતાં ભીમાએ કહ્યું: "લે ધનજી ભાઈ …તું પણ મારી લે એક બે દમ…"આમ ધનામાંથી.. ઘનજીભાઈ!!!, ધનને લાગ્યું આ આંબાવાડીયાનું પોતે માલિક અને બીજી.. એની પ્રજા.. બેરવાર માં ત્રણ તોલા ચરસ ફૂંકી મારેલો..તેમાં નહીં નહીં તો અડધો અડધ તો એનેજ ફૂંકેલો...અને તેની અસરમાં રાજાપાટે સોનેરી સમણે હતો.

"માન ના માન પણ, ધનજી હમણાંથી તું કાંક ડખોળાયેલો રહે છે….." ભીમાએ ટકોર કરી. ધનાએ ખાટલીએથી બેઠાં થતાં જ બીડી હાથમાં લીધી. ઉપરાઉપરી ત્રણ ચાર ફૂંકો મારતાં, હવે બીડી ઉપરનો ગલ ધનાના મોં પર લાલ ટમ-ટમતાં પ્રકાશની ઝાંય વેરી રહ્યો હતો. ટમ-ટમ થતાં બીડીના અજવાળે એના મોં પરની વિવશતા પકડી પાડતાં ચંદુ બોલ્યો, પહેલા તો "ધના…! ક્યાં લગી.. સાંજ પડતાં તું રોજ કાશીને પૈસા આપી.....?, કોક સારા ઘરની છોરી હાળે ફેરા ફરીલે બધા લડવા હાથ.. ના રોજનું ચૂકવણું.. અને ચોવીસે કલાક સેવા કરવાવારી હંગાથે. આમ અડધી અડધી- પૂરી રાત લગી આંબાવાડીએ કેટલા વરસ પડી રહીશ …તું કઈ કર તારું દુ:ખ અમારાથી જોયું નથી જતું." ચંદુની વાત સાંભળી ધનાને ઉધરસ ચડી. ભીમાએ બીડી પાછી લઈ લીધી. દરમિયાન ઘનાનો હાથ ધ્રૂજી જતાં બીડી પરનો ગલ એના પગ પર પડયો….ચંદુએ ત્વરાથી એ ગલ ખંખેરી નાખ્યો. પણ ત્યાં લગી ધનાના ધોતિયાને કાણું પડી ચૂક્યું હતું.

"કાણું તો પડી ગ્યું….…" ભીમો ગણગણ્યો..

"મારા તો જીવતરમાં, કાણું નઈ ભીમા, ભગદાળું પડી ગયુ છે ભઈ…પછી ધોતિયા પર કાણાં પડે એની કાંઈ નવાઈ ખરી ?" ધનાએ એ ભીમાની વાતને બીજે વાળી.

થોડીવાર સુધી ત્રણેય જણ ચૂપ થઈ ગયા. ચારસવાળી બીડીની તીજી વારની મહેફિલ પતી, અને, ચરસના નશાની ભરમાર ત્રણેય ઉપર ચાલુ થઈ. અંધારિયો વૈશાખી પવન હવે જોર પકડી રહ્યો હતો. ખર…ખર…ઘસાતાં આંબાનાં પાનાં અને છૂટી છવાઈ તૂટી પડતી કેરીઓનાં ધીબાધીબ અવાજ જ વાતાવરણમાં પ્રભુત્ત્વ જમાવી રહ્યો. ઘનો આખરે બોલ્યો, ચાંદાને હું મારા જીવ કરતાંયે વધારે વહાલી ગણતો'તેને સાસરે વળાવી, અને માંડ છૂટ્યો.. અને વિધવા બની પાછી આવી. એ મારી જીવનભરની બલા બની કોટે વળગી છે ભીમા … આ ખાધું પીધું..તેને જોઈ બળે છે, ધનાનો સ્વર ઊંચો થતો થતો આખરે આજના ડબલ ચરસના નશે ઘાનાને શાંત પડી નિશ્ચેત કરી દીધો.

ચંદુ અને ભીમો.. બંને ધનાના જિગરી, ધનાને ઘેર જાય અને તેની વિધવા બહેન ચંદાને જોઈ,આંકડાનું મધ હોય તેમ નરી લાળ્યું પડતાં રહેતા. ચંદા ભર જુવાનીમાં વિધવા બની હોવા છતાં દેહના આવેગને મ્યાનમાં રાખી તે બંનેને કોઈ કાઠું આપતી નહીં. અને દૂર રહેતી.. પણ આજે મધરાતે.. ડેલીએ ટકોરા પડતાં, અંદરથી પૂછ્યું.. તો ભીમાએ..ભારોભાર ડોળ કરતાં જણાવ્યુ એ તો ઘનજી ભાઈની તબિયત સારી નથી એટલે, એને ડેલીએ છોડવા આવ્યા છીએ, ઝટ ડેલી ખોલો એટલે તેને ઢોલીએ પોઢળી પાછા જઈએ. ચંદાએ ડેલીના દરવાજાની ફાંટમાંથી જોયું તો ધનો ખાટલીએ પડેલો હતો અને ભીમો અને ચંદુ, ખાટ પકડી ડેલીએ ઉભેલા હતા. તેને પળના વિલંબ વગર દરવાજાની સાંકળ ખોલી અને, ભીમાં અને ચંદુએ ધનાને ઢોલીએ સુવાડ્યો. અને ચંદા પાસે પાણી માંગ્યું, ચંદા પાણી લઈ આવે ત્યાં લાગી ભીમાએ ડેલીને સાંકળ ચડાવી માંરેલી અને, ચંદા પાણી લઈ આવી ત્યારે બંને તેની ઉપર વરુ બની તૂટી પડેલા, ચંદા મજબૂત શરીરની.. પણ બાઈ માનહ. કેટલી ઝીંક લે, તે આખરે ખડી પડી.. અને નરાધમોએ તેમની લાલસા પૂરી કરી.. ખાટલી લઈ પાછા વળી ગયેલા.

.....અને પોલીસ પટેલ સાહેબ આ અમારા મુખીએ જ્યારે પાણી છાંટી જગાડયો ત્યારે મોડુ થઈ ગયેલું હતું.

ત્યાં લગી સવજી પટેલના જમાદાર ગામના ખેતરેથી ભીમા અને ચંદુને શોધી પકડી લાવ્યા હતા...સવજી પટેલના તાપથી ડરી બંને આરોપીઑ ગુનાના એકરાર સાથે હાથ જોડી પટેલની સામે ઊભા હતા.પંચનામું પતાવી સવજી પટેલ સરકારી દવાખાને ચંદાનું બયાન લેવા ગયા ત્યારે ઘનો પણ તેની બેનના હાલ જોવા સાથે ગયો હતો.

સવજી પટેલને બયાન લખાવતા અસહાય અને દર્દથી કણસી પડી રહેલી ચંદાએ બંને નરાધમોને દોરડે બંધાયેલા જોઈ કળ વળી. તે ધનાને જોતાં બોલી ...માફ કરજે ભાઈ ઘના.. તારા "નશા''પ્રેમે મારી આ હાલત છે .. હું શું કરત ? અને ક્યાં જાત ?.. કૂવો પુરું તો આ મારા માર્યા પછી પણ મડું ચૂંથાત અને તારા ભાઈબંધના પાપથી ચૂંથાયેલ મારૂ પેટ "દેકારો" બોલાવે... એના કરતાં મુદ્દામાલનો નાશ કરું.. એમ વિચારી મે લોટો ભરી પહેલા ઘાસલેટ પીધુ અને બાકીના ઘાસલેટથી સ્નાન કરી, મે મારી જાતે મારા શરીરે દીવાહરી ચાંપી.

બહેનના વેણ સાંભળી, ઘાનાને તેની જાત ઉપર નફરત હતી, એને મનમાં ચાલતા વિચારો બાજુએ રાખી, ચંદા પાસે જાય છે ત્યારે ચાંદાનું પ્રાણ પંખેરૂ ઉડી ગયેલું હતું. ધનો હવે એકલો પડી ગયેલો હતો, તેને રોમે રોમ બીડી દાઝાડી રહી હતી. 

*હાથે પહેરવાના હાથી દાંતના કડા. 

~ નશો કોઈ પણ રૂપે વિનાશક છે, બીડી – સિગારેટ પીવાની આદત તબિયત માટે હાનિકારક છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama