દદુ જીમ
દદુ જીમ
વિશાલ તેના દાદા ભેગો રહેતો હતો. વિશાલ નાનો હતો ત્યારે જ તેના મમ્મી પપ્પાનું અવસાન થઈ ગયું હતું. દાદાએ જ તેને મોટો કર્યો. વિશાલને પહેલેથીજ ભણવામાં થોડો ઓછો રસ હતો. વિશાલને રમતગમતમાં જ વધારે રસ હતો, પણ તે ખૂબ આળસુ હતો તેથી પોતાની આળસને લીધે તે ક્યારેય પણ એમાં પણ આગળ ના વધ્યો.
વિશાલ ખવાપીવાનો પણ શોખીન હતો. રોજ કૉલેજ પરથી જ્યારે ઘરે આવે ત્યારે રસ્તામાં ખોટી થતો જ. દાદા રોજ પૂછે કે બેટા તું કે એમ મોડો આવ્યો ? તો વિશાલ રોજ કંઈક અલગઅલગ બહાનાઓ બતાવતો. દાદા સમજી ગયા કે કંઈક તો "અલગ ખીચડી રંધાઈ રહી છે."
એકવાર દાદા, વિશાલ કૉલેજ પરથી છૂટ્યા પછી રોજ ક્યાં જાય છે તે જોવા માટે તેની પાછળપાછળ ગયા. તે સમયે ખૂબ વરસાદ ચાલુ હતો, છતાંપણ દાદાજી ગયા અને જોયું તો વિશાલ મિત્રો સાથે ગરમગરમ ભજીયા અને મરચા ખાતો હતો, અને તેની ડિશમાં ભજીયાથી વધારેતો મરચા હતા. અને વિશાલ ખાતાખાતા બોલતો પણ હતો કે" અરે યાર, બિટું! આ તારા ભજીયા, કરતા તો તારા આ તીખાં, તળેલા મરચાની સુગંધ વધારે લલચાવે છે અહીં આવવા માટે."
આ બધું જોઈને દાદા, ઘરે જતા રહે છે, વરસાદના કારણે રસ્તામાં દાદા ઘણા હેરાન થાય છે, પરંતુ જેમતેમ કરીને ઘરે પહોંચે છે. અને વિશાલની આવવાની રાહ જોવે છે. થોડીવારમાં વિશાલ આવે છે ને તરત ફ્રિજમાંથી આઈસ્ક્રીમ લઈને ખાવા લાગે છે, પાછળથી અવાજ આવે છે કે, આટલા તીખાં મરચા ખાઈશ તો રોજ આવી રીતે જ જીભ બળશે.
વિશાલ પાછળ જુવે છે તો દાદાજી હતા, વિશાલ કહે છે "તમે !" તો તરત દાદાજી બોલે છે, "હા, હું."
વિશાલ પૂછે છે કે, "પણ દાદાજી તમને કેવી રીતે ખબર પડી ?" દાદાજી તરત કહે છે,"બેટા,હું આજે તારી પાછળપાછળ આવ્યો હતો જોવા કે, તું રોજરોજ ક્યાં જાય છે ? તો ખબર પડી." આ સાંભળીને વિશાલ નીચું જોઈને કહે છે, "કે તમને આમ રોડ પર ખાઈએ તે ના ગમે માટે હું નોહતો કહેતો."
આ સાંભળીને તરત દાદા બોલ્યા," બેટા મને તારી ચિંતા થાય, તું બહારે ખાઈશ અને તારી તબિયત બગડી જશે તો ? અને આજેતો વરસાદ પણ ચાલુ હતો, માટે હું ના પાડતો હોઉ છું. પણ વાંધો નહીં તને ભાવતું હોઈ તો તું ખાજે, પણ રોજરોજ નહી."વિશાલ પણ દાદાજી પાસે માફી માગે છે.
વિશાલની કૉલેજ પૂરી થઈ જાય છે, અને હવે તો દાદાજીથી પણ કામ નથી થતું, માટે તે વિશાલને પોતાનો ધંધો સંભાળવાનું કહે છે, પણ વિશાલને તે વાતમાં રસ નથી હોતો. થોડા દિવસ જાય છે, પછી દાદાને વિચાર આવે છે, કે વિશાલને કામ પર લગાવવા માટે તેની ગમતી વસ્તુ હશે તો તે કામ એકાગ્રતા થી કરશે. અને પોતાના વિચાર પર કામ શરૂ કરવી દે છે.
અચાનક એક દિવસ વિશાલ સૂતો હોય ત્યારે, દાદા તેને બોલાવે છે ને કહે છે કે, "બેટા હાલ આપણે તારા ઓલા ફેવરિટ ભજીયા વાળાને ત્યાં ભજીયા ખાવા જઈએ." વિશાલ ખુશ થઈ જાય છે ને બને ત્યાં પહોંચે છે તો જોવે છે કે, ત્યાં ઘણા બધા લોકો હોઈ છે ને સેનુક ઉધાઘટન હોઈ તેવું લાગે છે.
દાદાજી, વિશાલને ત્યાં લઈ જાય છે ને કહે છે કે બેટા આ "તારા માટે જ છે, મે ઘણું વિચાર્યું કે તને કામે ચડાવવા શું કરું ? તો તરત વિચાર આવ્યો કે આ તીખાં તળેલા મરચા તને બોવ ભાવે, અને તને રમતગમતમાં નાનપણથી જ રસ માટે આ જીમ તારા માટે જ બનાવ્યું છે. આ તીખાં, તળેલા મરચાની સુગંધને લીધે તું અહીં આવીશ, અને આ "જીમ"પણ તને ગમે છે, માટે તું હવે આ જીમનું ઉદ્દઘાટન કર અને એમાં ખૂબખૂબ આગળ વધે."
વિશાલ આ વાત સાંભળીને આનંદથી ઉછળી પડે છે. અને ત્યારે ચોમાસુ પણ હોય છે ને વરસાદ પણ સરું થાય છે, બધા ખૂબ ખુશ હોય છે ને, ઉદઘાટન કરીને તરત બધા ગરમગરમ ભજીયા પણ ખાઈ છે. વિશાલ રોજ તીખાં, તળેલા મરચાની લાલચમાં જીમ પર જાય છે ને એકાગ્રતાથી કામ કરે છે. આમ, દાદાના વિચારને લીધે વિશાલ કામ પણ કરવા લાગ્યો, અને થોડાજ સમયમાં, તેને આજુબાજુના ગામમાં પણ પોતાનું જીમ ખોલ્યું. અને વિશાલ નવું જીમ હંમેશા ચોમાસામાં જ સરું કરતો. વિશાલએ પોતાના જીમનુ નામ , પણ " દદુ જીમ " રાખ્યું હતું.
આમ, દાદાજીની યુક્તિથી વિશાલ કામે ચડ્યો, અને પોતાની કામ પ્રત્યેની એકાગ્રતાને લીધે તે ખૂબ આગળ વધ્યો. અને આને લીધે દાદાજી, અને વિશાલનું જીવન પણ આનંદથી ભરાઈ ગયું !
