ડરવું જરૂરી છે
ડરવું જરૂરી છે


ડર તો ઘણા પ્રકારના હોય છે પણ મારી વાત જુદી છે. કારણ કે મેં મારા નાનીમા ને બિલકુલ પથારીવશ જોયેલા. કારણ કે એમનો એક પગ કાપી કાઢવો પડેલા. નાની નાની બાબતોમાં એમને બીજા લોકોની મદદ લેવી પડતી. એમને ડાયાબિટીસ હતો. કોઇક વાર કઈક વાગી ગયેલું. એમાંથી પગમાં સડો થઈ ગયો હતો. પથારીમાં સૂઈ રહેવાથી પીઠમાં ભાઠાં પડી ગયા હતા. ત્યારબાદ મારા મમ્મી ને પણ ડાયાબિટીસ આવ્યો. પરંતુ દવાઓ શાેધાઈ હતી. નિયમીત દવા લેવાથી વાંધો ના આવ્યો.
પરંતુ એક વખત એ બહારગામ જતી હતી અને એનું પાકીટ ચોરી ગયું. એમાં એની દવાઓ હતી. મમ્મી ને લાગ્યું કે અઠવાડિયા માટે કંઈ વાંધો નહિ આવે. પણ મમ્મી પાછી આવી ત્યારબાદ તેને આંખે ઓછું દેખાતું હતું. મમ્મી એ આ વાત કોઈને કરી નહિ. અને એક દિવસ આંખે દેખાવાનું બંધ થઈ ગયું. મમ્મીની હાલત જોઇને હું બહુ જ ગભરાઇ ગઈ હતી. બસ ત્યારથી મારા મનમાં ડર પેસી ગયો હતો. હજીપણ હું ગળી વસ્તુઓથી દૂર જ રહું છું. બટાટાની તો સામે પણ નથી જોતી. ઠંડા પીણા પણ નથી પીતી. મને હંમેશા ડર પેસી ગયો છે કે આ રીતે પથારીમાં સૂઈ રહેવું પડશે તો?
જોકે હું માનું છું કે આ ડર ના કારણે હું સવારે ચાલવા પણ જઉ છું. કસરત પણ કરુ છું. સાવચેતી ના કારણે હું કદાચ બચી પણ જઉ. પણ રાતદિવસ મને ડાયાબિટીસનો બહુ જ ડર લાગે છે.