ડોશીનો અંગુઠો
ડોશીનો અંગુઠો
'હવે ક્યાં સુધી તમે આમ રાહ જોશો. ડોશી કંઈ ઉકલે તેમ નથી! લો આ કાગળો ને અંગુઠો મરાવતા આવો એટલે કામ પતે મારે અહીં બધી.. !' સરલાની રોજ રોજની ટક.. ટકથી કંટાળેલો અશોક આખરી નિર્ણય લઈ ગામ જવા નીકળ્યો!
વારસો પછી આવેલા દીકરાને જોઈને ગંગાબાના વૃદ્ધ ચહેરે વર્તાયો પણ અશોકે ગંગાબાનો સામાન એક પોટકામાં તૈયાર કર્યો! 'ચાલો બા, હવે તમારે અહીં નથી રહેવાનું! 'પણ દીકરા અહીં તો તારા..બા..પા..ની!
'લો બા, અહીં એક અંગુઠો મારો ને ઊભા થાવ.
પોટકું અને ગંગાબાને લઈ અશોક શહેર તરફ આવી રહ્યો છે! બસનો હોલ્ટ અને...
' ચાલ
ો બધા બેસી ગયા. ' બોલતા કન્ડક્ટરે ઘંટડી વગાડી!
'મારો દીકરો. 'ગંગાબાના શબ્દો ગળામાં રહી ગયા!
બસ ગંગાબાને લઈને શહેર તરફ ઊપડી પણ અશોક ?!
* * *
'લે આ પકડ તારી અ.. ના..મ...' બોલતા અશોક કોટડીની અંદર ચાલ્યો ગયો!
'લખી આપનાર, દસ્તાવેજ લખી આપનાર આ દસ્તાવેજ લખી આપ્યાનું કબુલ કરે છે. નીચે 'ડોશીનો અંગુઠો' જોઈ સરલા મનોમન હરખાઈ રહી છે!