ડિફીકલ લાઈફ
ડિફીકલ લાઈફ
હું તો આમ પણ મુક્ત રીતે વાત કરવામાં માનુ છું.નહી ખોટો બોજ મનમાં લઈ ફરવું.
મને પોસાઈ નહી હોં આવું. મૌન.. બોન... આપણું કામ નહી.
સમય સંજોગ જોઈ વાત કરવી બાકી આપણી મસ્તીમાં ધૂમ હોં......
હું મારી જાત ને ખુબ લકી માનુ છું..
આવી બડાઈ કરવામાં મને સેજ પણ સંકોચ નથી થતો યાર, જૂઠ બોલી બીજા જૂઠ બોલવા પડે એવું કામ કરવું નહી આપણે ને આજ મારો નેચર ઘણા સમજી શકતા નથી,
કારણ હું એમનાં વિચારો કે સ્વાભાવ સાથે મેળ પડે કે પડતો નહી માટે હું હંમેશા એકલો રહી જવ છું, પહેલા ઘણું દુઃખ થતું પણ હવે બધું હસી નાખું છું....
જે થાય ખરું બસ વધારે લમણાં લેવા નહી અને બચી જિંદગી શાંતી થી કાઢી નાખવી ક્યાં બધી જનજાળ લઈ મરવું, એનાં કરતા સીધું જવું સારું જે છે. એમાં ખુશ રહી અને એકવાત તો કોઈ અમર બની આવીયુ નથી સારા કે ખરાબ બધાં એજ મોક્ષનાં માર્ગે જવાના જ છે કેમ આટલી બધી હૈયા હરોળ કરવી,.
"જે જાય છે એને જવાદો અને જે છે એમાં ખુશ રહું બસ "
હમણાં થોડા સમય પહેલા મારા મોટા ભાઈની બેબી માટે વાત આવી હતી લગ્ન માટે તો અમને પણ બોલાવ્યા તો અમે પણ ગયા જ્યાં મારું સ્થાન તો ઑપચારિક હતું, બાકી આગળ બીજા બધાં,.
જેમાં મારા સગા કાકા હું જ્યાં ખુરશી પર બેઠો હતો બીજા બધાં સામે પણ કેટલી નવાઈની વાત થઈ મારા પાપાનું ઘર, જ્યાં હું મોટો થયો ત્યાં મને કોઈ હવે જાણતું નથી, તો મને પર હસી આવી ગઈ ખુદ મારા પોતાના પર કે વાહ રાજ તું તો કોઈ બીજી દુનિયામાંથી આવ્યો છે તને કોઈ જાણતું નથી.
મારા સગા કાકાશ્રી મને કહે, તમે કોણ છો ? અને મેહમાન હોવ સામે બેસો.... આમ.. તેમ...
બીજા પણ પૂછિયું વળીયા અમારી સાથે નથી આ ભાઈ જોવો આ વાસ્તવિકતા મારી પડતી ની આવી સગા ભાઈઓ કે કાકાઓ પણ મને ઓળખતા નથી,
ત્યાં કોઈ બોલિયું આતો રાજ છે, અને કાકાશ્રી બોલે શું પછી બસ હસીમાં કાઢી નાખીયુ..
હું જવાબ આપી શકતો પણ મારી મોટાભાઈ ની દીકરીનું કામ હતું મારે બગાડવું ન હતું માટે, આ અપમાન સહન કરી લીધું અમે.
પણ મેહમાનમાં એક ચતુર વ્યક્તી હતા એ ભાઈ બોલ્યા તમે સગા ભત્રીજા ને નથી ઓળખતા ?
મારે વાત વાળવી પડી નાં... નાં... એવું કંઈજ નથી પણ ઓપરેશનમાં મારો ચહેરો બદલાય ગયો અને ઘણા સમયથી મુલાકાત થઈ નથી. માટે આવું બંને. માટે ચિંતાનું કારણ નથી ત્યાં મોટાભાઈ ની દીકરી મારી પાસે આવી અને વળગી ને રડી પડી કાકા તમારી જેવું કોઈજ નથી મારે કોઈજ જોઈતું નથી બસ તમે આવશો તો બધું આવી ગયુ..
આવા અનુભવ તો ઘણા થયા આ નાનકડી લાઈફમાં..
જે હોય તે પણ શાનદાર જીવન જીવ્યો છું અને છેલ્લા દિવસોમાં આમજ જીવન વિતાવીશ, પૈસા કરતા હું સબંધને મહત્વ આપું છું.
માણસ ભુલાય જશે પણ એ સબંધ નહી અને સાથે વિતાવેલ સમય જેવો હતો સારો કે ખરાબ પણ યાદ રહી જાય છે....
હું લગભગ 13વર્ષથી આ જિંદગી સાથે જજુભીં રહ્યો છું એક પોતાની છાપ ઊભી કરવા, પોતાનું સ્થાન કે અસ્તિત્વ
પ્યાર ઓછો ને ફીટકાર વધુ મળ્યો જે આવ્યાં મારા જીવનમાં એ એક નવો જખ્મ આપી જતા રહેતા, અને હું સુન્ય મનસક બની જોઈ રવ.
હું કોઈને ઈન્વિટેશન આપતો નથી પણ મારો નેચર જ એવો છે લાગણી અને સારા બોલ મળે તો હું એમાં ખેચાઈ જવું છું, પણ પહેલા કહેં બધાં અમે સમજીએ છીએ તને પણ પછી એજ દગો આપી જતા રહે.
હા મારો વાક એટલોજ મને લાગણી, હૂંફ અને સહકાર જોઈએ છે પણ બધાં મને રમકડું સમજી રમી લે અને મન ભરાય જાય એટલે જતા રહે તો કોઈ કેમ આ બાબત સમજતું નથી આ માણસ છે તમારા બધાજ ની જેમ મારું પણ દિલ છે મને પણ તકલીફ થાય છે.
જેમ તમને લાગી આવે છે એમ મને પણ લાગી આવે છે
મને એતો નથી ખબર મારી પાસે કેટલો સમય છે, હા બસ એટલું જાણું છું હું વધારે સમય ટકી રેહવાનો નથી,
અફસોસ કંઈજ નથી હું આજ જતો રહું તો પણ બસ એકજ વાતનો અફસોસ છે, મારી લાગણી, મારી ફીલિંગ, કેમ કોઈ સમજી શકતું નથી ?.
એક હીરો જેવી પર્સનાલિટી થી લઈને આજ મારી આવી પરિસ્થિતિ સુધીની મારી સફર શાનદાર રહી, બેમિસાલ રહી, જાનદાર રહી.
એક ભવમાં ઘણા બધાં રોલ કરી સાત ભવનું જ્ઞાન મળી ગયુ મને...
હજી હમણાંજ એક ભાઈ આવ્યાં ઘેર અને મને ક્હે તમારી જેવી હિંમત કોઈ રાખી શકે નહી, તમે ખુબ સ્ટ્રોંગ છું, ત્યારે મેં કહીંયુ યાર એવું નથી, પણ જયારે બાળકો અને પત્ની સામે જોવ તો આપોઆપ હિંમત આવી જાય છે,
આવી દર્દનાક એન્ડ મારો હશે જે કલ્પના બહાર છે
કારણ એટલુંજ કે રોઝ પોતાને મરતા જોવ છું, મારી પત્ની નાં શબ્દો કહું કંઈક આવા હતા.
"અમર પટ્ટો તો કોઈ લઈ આવીયુ નથી પણ તમને આમ પીડાતા અને રોઝ મરતા જોવ છું તો ઘણું લાગી આવે છે,
ઘણા દાખલો આપે તમે તો નસીબદાર છો કે હમણાં કયુ બહાર અકસ્માત થયો હોય અને એક પલમાં જીવ જતો રહે તો એનાં પરિવાર પર શુ વીતી રહી હોઈ,
પત્નીએ જવાબ આપ્યો એ સારું અકસ્માત વાળું મોત
અને નજર સમક્ષ આમ રિબાતા હોય એ દર્દ કળવું મુશ્કેલ છે..
બિકોજ રિયલ લાઈફ આવી કળવી મુશ્કેલ છે...
પોતાના પ્રિયજન ને આમ પળ પળ.. મરતા જોવું એનાથી વધારે કોઈજ દર્દ હોય જ નહી,
આતો એજ વાત થઈ ચહેરો હસતો રાખી ગમ બધાં એ ખોટા ચેહરા પાછળ ઢાંકી દીધા.
સાચેજ આ લાઈફ ખુબજ ડિફીકલ છે.

