Dina Vachharajani

Drama

3.5  

Dina Vachharajani

Drama

ડીયર ડાયરી

ડીયર ડાયરી

1 min
194


દસે દમ!

ડીયર ડાયરી, આજે તો તું જ મારી ડીયર અને નીયર પણ છે. બાકી બઘા તો દૂર 'લોક 'થઈ ગયાં છે. આજે દાંતે બળવો કરતાં હું દુ:ખી દુ:ખી થઈ ગઈ. આમ તો સામાન્ય સંજોગોમાં દુ:ખે સાંભરે રામ! આ પરિસ્થિતિમાં મને પહેલી વાર સાંભરી કામવાળી બાઈ!

આમ તો લગભગ બઘા ઘરમાં, નવરા બેઠા સર્વ સભ્યો થોડી ઘણી મદદ કરે જ છે. પણ 'જેનું કામ તે કરે' ને ન્યાયે મુખ્ય જવાબદારી અને વઘારે કામ તો ગૃહિણીઓ ને જ રહે છે. ઘરની વહુ-દીકરી વર્ક ફ્રોમ હોમ ને અંતર્ગત ઘરેથી કામમાં વ્યસ્ત હોય! નહીં તો પણ જુવાન પેઢી ઘરકામથી જલ્દી થાકે! ખેર,આમ દસ દિવસમાં મારો તો દમ નીકળ્યો. . .ખરું પૂછો તો દાંત દરદે એવો અહેસાસ આપ્યો. .

પર અભી તો યે શુરુઆત હૈ. .લોકડાઉન હજી લંબાય પણ. એ ન લંબાય તો પણ જ્યાં સુઘી પરિસ્થિતિ સામાન્ય ન થાય સોશિયલ ડીસટન્સ રાખવું અત્યંત આવશ્યક છે. અમારા જેવા સિનિયર અને બાળકો છે એવા ઘરમાં તો ખાસ. બાઇઓ ઘરમાં આવે એટલે તમે હાઇ રીસ્કમાં જ આવી જાઓ. . જાત મહેનત એમને 'મિસ કરતાં' લાંબો સમય કરવી પડશે. તો બોલો જાત મહેનત ઝીંદાબાદ.


Rate this content
Log in

Similar gujarati story from Drama