ડાયરીમાનું ગુલાબ
ડાયરીમાનું ગુલાબ


આજે ભગવાનની મંદિરની બાજુમાં મૂકેલી ડાયરી, સવાર થતા જ આજે ડાયરી ખોલીને ડાયરીમાનું ગુલાબ જોયું...ને ચોંધાર આંસુ નીર બની છલકાયા. શહીદ વીર જવાન જતા જતા યાદગીરી આપીને ગયો હતો. અને કહ્યું હતું મારો પ્રેમ કૃષ્ણ જેવો છે. એની બધી વાતો યાદ કરીને આજે બેઠી છે. તેની પત્ની તો આજે ખરેખર રાધા બની હતી. આ શહીદ થયેલા પતિ એ આપેલા ગુલાબને પ્રેમ પ્રતિક દિવસે "વેલેન્ટાઇન" દિવસે વીર શહીદ યાદમાં આપીને ગયા હતા એ ડાયરીમાનું ગુલાબ છેલ્લા સ્પર્શ ને સ્પર્શી ને જય હિંદ .....બોલીને પોતાની વેદના ઓછી કરી રહી હતી.
લખેલી ડાયરીના શબ્દો...અશ્રુ ધારે વાંચી રહી હતી.
હું જઉં વીર જવાન બની
દેશ કાજે ભકિત કરવા.
કૃષ્ણ ભકિતમાં સદા યાદ કરજે મને
ડાયરી માનું ગુલાબ જોજે જરા.
સાહસ કરી યાદ કરી લે જે મને
રાધા બની ડાયરી ખોલી જોજે જરા
થઇ જાઉં શહીદ તો વીરતાનું પ્રતિક
સમજી,ડાયરીમાનું ગુલાબ જોજે સદા.
જયહિંદ...ભારતમાતકી જય બોલ જે સદા.
શહીદ થયેલા વીરજવાનોનાં કુટુંબને આજે ગુલાબનું ફૂલ આપી આપણે શત્ શત્ વંદન કરીએ.
જય ભારત.