STORYMIRROR

Nilang Rindani

Tragedy

4  

Nilang Rindani

Tragedy

દાદા ની ચોકલેટ

દાદા ની ચોકલેટ

8 mins
231

સુકુમાર દીવાનજી અને ધૈર્ય દીવાનજી.

દાદા અને પૌત્રની જોડી આખા વડોદરાના નાગર સમાજમાં ચર્ચિત હતી. સુકુમારભાઈની ઉંમર સહેજે ૬૦ વર્ષની હતી અને તેમનો પૌત્ર ધૈર્યની ઉંમર ૨ વર્ષની. હવે વાચકોને થશે કે આમા ધૈર્યના માતા પિતાનો ઉલ્લેખ કેમ ના થયો ? તો જણાવી દઊં કે કુદરતની ક્રૂર થપાટે ધૈર્યના માતા-પિતા, એટલે કે સુકુમારભાઈનો દીકરો કલરવ અને તેમની વહુ વૃષાંગીને મૃત્યુને શરણ કરી દીધા હતા. ધૈર્ય ઉપર ઈશ્વરની કૃપા વરસી કે ચમત્કાર, જે કહો તે પણ તેનો આબાદ બચાવ થયો. સુકુમારભાઈની જીવન સંઘ્યા એ જ્યારે જવાબદારીમાંથી મુક્ત થવાનું હોય તેને બદલે એક એવી જવાબદારી આવી પડી કે તે એમાંથી છટકી શકે તેમ નહોતા, અને કેવી રીતે છટકી શકે જ્યારે પોતાનો વારસની જ જવાબદારી આવી પડી હતી.

પૈસે ટકે ખૂબ સુખી હતા સુકુમારભાઈ. એક મોટી કંપનીમાંથી એક બહુ જ ઊંચી જગ્યાએથી નિવૃત્ત થયા હતા એટલે બાકીની જિંદગી તો આરામથી નીકળી જ શકવાની હતી. સુકુમારભાઈના ધર્મપત્ની સુલક્ષણાબેનનો સ્વર્ગવાસ અમુક વર્ષો પહેલા થઈ ચૂક્યો હતો એટલે આમ જુવો તો કલરવ અને વૃષાંગી જ તેનેમાંટે સર્વસ્વ હતા. પરંતુ કુદરતનું ગણિત વિચિત્ર હોય છે અને ભલભલા તેમાં થાપ ખાઈ જાય છે. પરંતુ સુકુમારભાઈએ કુદરતના આ ક્રૂર નિર્ણયને ખેલદિલીથી સ્વીકારી લીધો હતો. હવે તો ધૈર્ય જ તેમનું વિશ્વ અને ધૈર્યમાંટે તેના દાદા વિશ્વ. સુકુમારભાઈ ૬૦ વર્ષની ઉંમરે ફરી પાછા એકમાતા-પિતાની બેવડી ભૂમિકામાં આવી ગયા હતા. ધૈર્યને હજી એવી કોઈ સૂઝ નહોતી કે તેમાતા-પિતા વિહોણો થઈ ગયો છે. જીવન રૂપી અફાટ સમુદ્ર તેની સમક્ષ ઘુઘવાટા કરી રહ્યો હતો. કઈ કેટલી ભરતી અને કઈ કેટલી ઓટ તેણે જોવાની બાકી હતી. પરંતુ હાલમાં તો તેના દાદા સુકુમારભાઈ એક પ્રખરનાવિક તરીકે તેને આ અફાટ સમુદ્ર પાર કરવામાં પોતે હલેસાંમાંરીને તેની મદદ કરી રહ્યા હતા. 

સમયના કાંટાને ફરવામાંટે કોઈ ઉપકરણની જરૂર નથી પડતી. તે તો બસ ફરે જ જાય છે.., ફરે જ જાય છે. અહીં પણ સુકુમારભાઈ અને ધૈર્યનું વહાણ જીવનરૂપી અફાટ સમુદ્રમાં આગળ વધી રહ્યું હતું. ધૈર્યને શહેરની એક પ્રતિષ્ઠિત શાળામાં દાખલ કર્યો હતો. સુકુમારભાઈ પૈસે ટકે સુખી હતા એટલે તેમણે ઘરે એક રસોયણબાઈ પણ રાખી હતી, એટલે તેમને ખાવા પીવાનો તો કોઈ વાંધો હતો જ નહીં. ધૈર્ય પણ ભણવામાં ઘણો જ હોંશિયાર હતો. દાદાનો એક વણલખ્યો નિયમ હતો. અને એ હતો કે રોજ સવારે જ્યારે ધૈર્ય નિશાળે જવા નીકળે એટલે તેના હાથમાં એક "મંચ" ચોકલેટ આપે, અને ધૈર્યના મોઢાં ઉપર ચોકલેટની મીઠાશને પણ ફિકી કરે તેવું સ્મિત ઉભરી આવતું. અને દાદાનું લોહી આ જોઈને વધી જતું.

બપોરે ધૈર્ય નિશાળેથી આવવાનો હોય તેની ૧૦ મિનિટ પહેલાંથી જ કાગને ડોળે દરવાજામાં ઉભા રહી જતા. ધૈર્ય જેવો આવે કે તરત દાદા તેને તેડી લેતા, પછી તેને એક ખુરશી ઉપર બેસાડીને જેમ રાજાનો દાસ રજાના પગરખાં ઉતારે તેવી રીતે દાદા પણ જમીન ઉપર પલાઠી વાળીને ધૈર્યના પગરખાં ઉતારે. પગરખાં ઉતારતી વખતે દાદા પૂછે "મારા કુંવર આજે શું ભણ્યા ?".....અને ધૈર્ય તેની કાલી ઘેલી ભાષામાં ઉત્તર આપતો..."દાદા...છેને....છેને.... આજે અમાલા ટીચરએ મને વેલી દૂદ્દ (very good) કીધું"....અને દાદાની છાતી હરખથી ફાટ ફાટ થતી. તેને માંથે વાત્સલ્ય સભર હાથ ફેરવીને ધૈર્યનું કપાળ ચૂમી લેતા. પછી દાદા અને પૌત્ર, બન્ને સાથે બેસીને જમતા. જમી લીધા પછી દાદા ધૈર્યને લઈને શયનખંડમાં જતા અને થોડો આરામ કરતા. સાંજે થોડું નિશાળનું ઘરકામ કરાવી, દાદા અને પૌત્ર તેમની સોસાયટીના બગીચામાં જઈને બેસતા. ધૈર્ય બીજા બધા બાળકો સાથે રમવામાં મશગુલ થઈ જતો અને સુકુમારભાઈ થોડો ભૂતકાળ, થોડો વર્તમાનકાળ અને થોડો ભવિષ્યકાળ નું મિશ્રણ કરીને તેમાંથી ઉદભવતી લાગણી નું મનોમંથન કરીને બાળકોની મસ્તી નિહાળતા નિહાળતા પોતે પણ બાલ્યવસ્થામાં અજાણતા પગરણ કરી લેતા. આમ સંધ્યાકાળની વિદાય સાથે દાદા અને પૌત્ર પણ ધીરે ડગલે પોતાના ઘર તરફ પ્રયાણ કરતા.

ચાલતાં ચાલતાં ધૈર્ય દાદાને સઘળી વાતો કરતો અને દાદા પણ ઉત્સુકતાથી તેને સાંભળતા. ઘરે પહોંચીને ફરી પાછો થોડો અભ્યાસ કરીને ૮-૮:૩૦ વાગ્યે રાતનું વાળુ કરી લેતા અને પછી એયને દાદા અને પૌત્ર ટીવીની સામે ગોઠવાઈ જતા. ધૈર્યને ગમતી ટીવી ચેનલ જ દાદા જોવાનો આગ્રહ રાખતા. ધૈર્યને ટીવી જોતી વખતે જે આનંદ ચહેરા ઉપર ઉભરતો તે જોઈને સુકુમારભાઈ પોતે આનંદની ચરમસીમા એ પહોંચી જતા. આવી જ રીતે એક રાત્રે સુકુમારભાઈ ધૈર્યની કાલી ઘેલી દુનિયામાંથી બહાર આવીને બીજા ઓરડામાં આવ્યા, જ્યાં કલરવ અને વૃષાંગીની સુખડના હારથી સજેલી અને ભીંત ઉપર ટાંગેલી તસ્વીર સમક્ષ ઉભા રહ્યા. એકીટશે તસ્વીર સમક્ષ નિહાળી રહ્યા હતા સુકુમારભાઈ આંખની નીચે વૃદ્ધત્વની ચાડી ખાતી કરચલીઓ અશ્રુભીની થઈ હતી, અને અનાયાસ જ મુખમાંથી શબ્દો સરી પડ્યા "દિકરા કલરવ.....તું અને તારી વહુ તો મને મધદરિયે મૂકીને જતા રહ્યા. પણ તને જરીક પણ વિચાર આવ્યો કે આ ઘરડા બાપ નું શું થશે ? કેટકેટલી ભૂમિકા ભજવવી પડે છે, ખબર છે તમને બન્નેને ? ધૈર્યનામાંં બાપની, તેની દાદીની, દાદાની તો ભજવી જ રહ્યો છું, પણ તેનાથી પણ ઉપર ધૈર્યની જ ઉંમરનો થઈને તેના સખાની ભૂમિકા પણ ભજવવી પડે છે. તું તો નથી રહ્યો કલરવ, પણ તારી નિશાની આપણા ઘરમાં જરૂર કલરવ કરી રહી છે. અને હું આ સર્વમાં માંરી બાકીની જિંદગી જીવી રહ્યો છું. તું જે જવાબદારી આપીને ગયો છે તે હું નિભાવી રહ્યો છું. ચાલ બેટા, હવે ધૈર્યને સુવાનો સમય થયો છે હું જાઉં છું." તસ્વીર સામેથી ખસીને સુકુમારભાઈ પોતાના શયનખંડમાં ગયા જ્યાં ધૈર્ય રાહ જોતો જ હતો કે ક્યારે દાદા આવે અને એકનાની વાર્તા સંભળાવે. દાદા આવી ગયા. નાની વાર્તાની શરૂઆત થઈ અને ધૈર્યની આંખો ઘેરાવા લાગી. શયનખંડની બત્તી બુઝાવીને સુકુમારભાઈ પણ નિંદ્રાને આધીન થયા.

કુદરતના સમયના ચક્રને કોઈ રોકી નથી શકતું. તેની ફરવાની પ્રક્રિયા તેની ઝડપ મુજબ ચાલતી જ રહે છે. ધૈર્ય પણ હવે મોટો થવા લાગ્યો હતો. કદાચ એમ કહો તો ચાલે કે યુવાન થઈ ગયો હતો. તો પછી સુકુમારભાઈ પણ તેમની જિંદગીનો આખરી દાવ રમી રહ્યા હતા. પરંતુ તેમનો વણલખ્યો નિયમ હજી પણ અકબંધ રહ્યો હતો. ધૈર્ય આટલો મોટો થયો હતો પરંતુ તે બહાર નીકળે એટલે તેને "મંચ" ચોકલેટ આપવાનું સુકુમારભાઈ કદી પણ ભૂલતા નહીં. સોસાયટીના નાકે આવેલી દુકાનમાં પોતે જઈને ચોકલેટ લઈ આવીને પોતાની પાસે રાખી મૂકે અને રોજ તેમાંથી ધૈર્યને એક ચોકલેટ આપે. દેશ દુનિયામાં કોરોના મહામારીના પગરણ મંડાઈ ગયા હતા. ચોતરફ હાહાકાર મચી ગયો હતો.માંણસો ટપોટપ મરી રહ્યા હતા. બધા ઋગ્નાલયો ભરચક હતા. આવા વખતમાં સહુ કોઈ સાવચેતી રાખીને જીવતા હતા. રસ્તા ઉપર એમ્બ્યુલન્સની સાઈરનોના કર્કશ અવાજથી દિવસની શરૂઆત થતી હતી. ધૈર્ય એ તેના દાદાને તાકીદ કરી હતી કે કામ વગર બહારનીકળવું નહીં. કઈં પણ અગત્યનું કામ હોય તો તેને કહી દેવું જેથી દાદા એ ઘરની બહાર નીકળવું ના પડે.

એક દિવસ સુકુમારભાઈ પોતાનો કબાટ સરખો કરતા હતા અને તેમનું ધ્યાન ગયું કે તેમણે જે ચોકલેટનો ડબ્બો રાખ્યો હતો તેમાં ચોકલેટ ખલાસ થઈ ગઈ હતી. તેઓને વિચાર આવ્યો કે સોસાયટીના નાકે જઈને દુકાનેથી ચોકલેટ લઈ આવે જેથી તેમનો નિયમ ભંગના થાય. મોઢાં ઉપરમાંસ્ક ચડાવીને સુકુમારભાઈ ધીરી ચાલે સોસાયટીના નાકે આવેલી દુકાને પહોંચ્યા. થોડી ભીડ હતી દુકાનમાં, પરંતુ જેમ તેમ કરીને ચોકલેટ લઈને સુકુમારભાઈ પરત ઘરે આવ્યા. આવીને ખરીદેલી ચોકલેટને ડબ્બામાં મૂકી અને પછી કોઈકનાનું મોટું ઘરકામ કરવા લાગ્યા. આમ બે - ચાર દિવસ પસાર થઈ ગયા. 

તે દિવસે સવારથી જ સુકુમારભાઈને અસુખ લાગતું હતું. માંથું પણ ભારે લાગતું હતું. તો પણ પોતેમાંંડમાંંડ ઉભા થઇને ચા બનાવી અને પોતે પીધી. ધૈર્ય ચાલવામાંટે બહારનીકળી ગયો હતો. એટલે તેની ચા નહોતી બનાવી. સુકુમારભાઈ પરત પોતાના પલંગ ઉપર આવી ગયા. ગળામાં પણ થોડો દુખાવા જેવું થતું હતું. થોડી વાર પછી ધૈર્ય આવ્યો પણ ત્યાં તો સુકુમારભાઈને તાવ પણ ચડી ગયો હતો. ધૈર્ય તરત જ તેમને દવાખાને લઈ ગયો. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને ડૉકટર એ અમુક ટેસ્ટ કરવાનું કહ્યું. જે તે ટેસ્ટ કરાવ્યા અને તેની રાહ જોવામાં બીજા ૪૮ કલાક નીકળી ગયા, પરંતુ ત્યાં સુધીમાં તો સુકુમારભાઈની તબિયત વધારે બગડી ગઈ હતી. તેમને શ્વાસ લેવામાં પણ થોડી તકલીફ થવા લાગી. ખેર, ટેસ્ટના રિપોર્ટ પણ આવી ગયા અને જેનો ડર હતો તે જ નીકળ્યો. સુકુમારભાઈ કોરોના પોઝિટિવ હતા. તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. તેમની ઉંમર અને શ્વાસની તકલીફને ધ્યાનમાં લઇને તેમને તુર્તજ આઇ.સી. યુ.માં દાખલ કરી દીધા. સ્થિતિ થોડી ચિંતાજનક હતી. ધૈર્યને હોસ્પિટલમાં જવાની પરવાનગી નહોતી એટલે તે પણ લાચાર હતો. કદાચ અત્યાર સુધીનીજીંદગીમાં સૌથી વધુ લાચારી અનુભવતો હોય તો તે આજે હતી. ડૉક્ટર ફોન કરીને સ્થિતિ જણાવી દેતા હતા. બે દિવસ....ત્રણ દિવસ.... ચાર દિવસ.....સુકુમારભાઈની સ્થિતિમાં કોઈ ફરક નહોતો પડતો. દિવસે દિવસે તેમની તબિયતનાજુક થતી જતી હતી. ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જતું હતું. ડોક્ટરો એ ધૈર્યને તાકીદ કરી દીધી હતી કે સ્થિતિ કાબૂમાં નથી, એટલે કોઈ પણ પરિસ્થિતિમાંટે તૈયાર રહેજો.

તે દિવસે સવારે ધૈર્ય ઉઠીને બેઠો જ હતો. મન વિચારો એ ચડી ગયું હતું. તેના દાદાની સ્થિતિ વિશે ઘણો ચિંતિત હતો અને સૌથી વધુ પીડાદાયક તો એ હતું કે પોતે કઈં કરી નહોતો શકતો. જે દાદા એ તેને દુનિયાની બધી જ સવલતો આપી તેને જમાંટે આજે એ લાચાર હતો.. મનના વિચારોને રોક લગાવી તેની મોબાઈલ ફોનની ઘંટડી એ. વિચાર અવસ્થામાંથી બહાર આવ્યો ધૈર્ય અને ફોન લીધો. હોસ્પિટલમાંથી ડૉક્ટરનો ફોન હતો. ધૈર્યના ચહેરાના ભાવ બદલાઈ ગયા હતા. હળવેથી જ્યાં બેઠો હતો ત્યાંથી ઊભો થઈ ગયો. કાનમાં જાણે કે ગરમ સીસું રેડાયું હોય તેવો ભાસ થયો. થોડા શબ્દોની આપ લે પછી ધૈર્ય એ મોબાઈલ ફોન ટેબલ ઉપર મૂક્યો અને ફરી પાછો સોફા ઉપર બેસી ગયો. કદાચ ફસડાઈ પડ્યો. બંને હથેળીઓથી પોતાનુંમાંથું દબાવીને બેસી રહ્યો. સુકુમારભાઈ તેને છોડીને જતા રહ્યા હતા.

ધૈર્ય હોસ્પિટલે પહોંચ્યો. કદાચ આજે તેને ઘરથી હોસ્પિટલનું અંતર જોજનો દૂર લાગ્યું. તેના પગ નહોતા ઉપડતા. આઈ.સી.યુ.ના વોર્ડમાં પહોંચ્યો ધૈર્ય. ડૉક્ટર તેની રાહ જ જોતા હતા. સીધા જ તેને અંદર લઈ ગયા, અને એક નજર ધૈર્યની તેના દાદા ઉપર પડી આજે દાદા તેને આવકારવા ઉભા નહોતા થયા. "અલે આવી ગયોમાંલો દિકલો"....પડઘો પડ્યો કાનમાં ધૈર્યને.પરંતુ તે પડઘો જ હતો અને હવે બાકીની ધૈર્યની ઝીંદગી આવા અસંખ્ય પડઘા સાંભળીને વીતવાની હતી. ધીરે પગલે ધૈર્ય તેના દાદાના નિશ્ચેતન શરીર તરફ આગળ વધ્યો. જે દાદાને તેણે ઈસ્ત્રી કડક ઝભ્ભા લેંઘામાં જોયા હતા તે આજે એક પ્લાસ્ટિકના કવરમાં લપેટાયેલા હતા. ધૈર્યને તેની લાચારી ઉપર ઘૃણા ઉપજી. જે દાદાએ આખી જિંદગી તેને મનગમતા કપડાં પહેરાવ્યા હતા તેનેમાંટે આજે એક સાદું કપડું સુધ્ધાના લઈ જઈ શક્યો. ધૈર્યની આંખો અનરાધાર વરસી રહી હતી. તેના દાદાની બીડાયેલી શાંત આંખો જાણે કે તેને કહી રહી હતી.

"દિકરા તારું ધ્યાન રાખજે અને ખૂબ ભણજે. હું સદાય તારી સાથે છું. હું અત્યાર સુધી તારી સાથે રહ્યો, હવે હુંમાંરા કલરવ પાસે જાઉં છું. આવજે માંરા દીકરા."

ધૈર્યને તો જાણે પૃથ્વી ગોળ ગોળ ફરી રહી હતી. મહામહેનતે પોતાને સ્વસ્થ કરવાની કોશિશ કરી જ રહ્યો હતો ત્યાં "સાહેબ, આ દાદા અહીં આવ્યા ત્યારે તેમના ઝભ્ભાના ખિસ્સામાં આ ચોકલેટ હતી." ધૈર્ય પેલા વોર્ડ બોય તરફ જોઈ રહ્યો. જે "મંચ" ચોકલેટ તેના દાદા તેને રોજ આપતા હતા તે તેની સમક્ષ હતી. અને સ્વસ્થતાનો બાંધ ત્યાંજ તૂટી પડ્યો. ધૈર્યના સહારા એવા તેના બંને પગે પણ આજે તેનો સાથ છોડ્યો. જમીન ઉપર ફસડાઈ પડ્યો ધૈર્ય. ચોધાર આંસુ એ તેની બંને આંખો ઉપર જાણે કે હુમલો કર્યો છે. કદાચ પોતાની જાતને આજે મોટો ગુનેગાર સમજી રહ્યો હતો ધૈર્ય. દાદા તેનો વણલખ્યો નિયમ તેમની વિદાય પછી પણ પાળતા ગયા અને આજે પોતે તેના દાદાને એક સારો ઝબ્બો પણના પહેરાવી શક્યો ? જો તેણે તેના દાદાને તાકીદ પણ કરી હોત કે હમણાં બહાર ક્યાંય જતા નહીં તો આજે આ ચોકલેટ તેના દાદા ખુદ તેને આપી શક્યા હોત. પરંતુ આજે તેના હાથમાંં ચોકલેટ સિવાય કશું જ નહોતું રહ્યું.

ધૈર્યની આંખોની સાથે સાથે આજે દાદાની ચોકલેટ પણ પીગળી રહી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy