Manishaben Jadav

Tragedy Inspirational

4.7  

Manishaben Jadav

Tragedy Inspirational

છૂટાછેડા

છૂટાછેડા

2 mins
197


"વૈશાલી, ઓ વૈશાલી શું કરે છે યાર. જરા ઉતાવળ કરીને. મોડું થાય છે. તમે સ્ત્રીઓ પણ કેટલું તૈયાર થાવ છો. તૈયાર થઈને આવો ત્યાં જ પ્રસંગ પતી જાય." મિતેશ બોલ્યો.

વૈશાલી કહે," એવું અમને સ્ત્રીઓને જ વાર લાગે તૈયાર થવામાં. પોતે ઉઠ્યા ત્યારથી તૈયાર થતા હતા. હમણાં છેક નીચે આવ્યા. યાદ છે કે કરાવું. આ તો સ્ત્રીઓ કામ પતાવી તમને તૈયાર કરી પછી સમય મળે તો વાર તો લાગે હો. ચાલો હવે મોડું નથી થતું."

વૈશાલી એક ગૃહિણી છે. તે બ્યુટીપાર્લર ચલાવી ઘર ખર્ચમાં મદદ કરે છે. મિતેષ એક કંપનીમાં નોકરી કરે છે. બંને એક શહેરમાં પરિવારથી દૂર અલગ રહે છે. આજે બંને ગામડે આવ્યાં એક લગ્નમાં.

વૈશાલી અને મિતેષ તૈયાર થઈ લગ્નમાં જવા રવાના થયા. મિતેષના મોટા બાપાની દીકરીના લગ્ન હતાં. લગ્ન પૂર્ણ કરી બંને પરત ફર્યા. આમ તો વૈશાલી અને મિતેષ બંને નાની નાની વાતમાં ઝઘડી પડતા. પણ એમનો પ્રેમ પણ કંઈ ઓછો ન હતો.

આમ ને આમ તેમના લગ્નજીવનને પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા. કેટલા પ્રયત્ન કરવા છતાં તેમના ઘરે પારણું ન બંધાયું. ડોક્ટરના કહેવા મુજબ મિતેષના શરીરમાં કંઈ ગાંઠ જેવું છે. જે એમને બાળક બનવામાં અવરોધરૂપ છે. બની શકે કે તે ક્યારેય બાપ ન બની શકે.

મિતેષ આ વાત જાણતો હતો. તે વૈશાલીને આ વાત જણાવે તો વૈશાલી કયારેય તેને છોડવા તૈયાર ન થાય. મિતેષની ઈચ્છા હતી કે વૈશાલી તો ખુશ રહે. એ તો મા બનવાની ખુશી માણે. મિતેષે ધીમે-ધીમે વૈશાલી સાથે ઝઘડા કરવાનું ચાલુ કર્યું. બંને વચ્ચે ચડસાચડસી વધતી ગઈ.

આખરે એક દિવસ મિતેષે ગુસ્સામાં કહી દીધું કે તું મને નથી ગમતી. હું તારી સાથે નથી રહેવા માગતો. બસ વૈશાલી ઘર છોડીને જતી રહી. છૂટાછેડાના કાગળ પર સહી કરી બંને છૂટા પડ્યા.એક હસતી રમતી જોડી જામે સદાય માટે રડતી થઈ ગઈ.

"પ્રેમની સગાઈ બાંધીતી જન્મોજન્મની,

તૂટી એક પળમાં જાણે રડતી રડતી."


Rate this content
Log in

Similar gujarati story from Tragedy