Nayana Charaniya

Drama Inspirational

3  

Nayana Charaniya

Drama Inspirational

છેલ્લો દિવસ

છેલ્લો દિવસ

1 min
249


  એક વ્યક્તિ હંમેશા દુઃખી રહેતો. આમ તો એને કોઈ વાતની ઓછપ ન હતી પણ તે છતાંય તે મૃત્યુ પામેલા લોકોને જોઈને વધુ દુઃખી થઈ જતો ! દિવસે ને દિવસે એનું શરીર પાછું પડતું ગયું. એની એકની એક દીકરી હતી એ હજી નાની હતી પણ પિતાની આ દશા જોઈ ન શકી એને એક યુક્તિ વિચારી.એના પિતા સંત - મહાત્મા પર ખૂબ શ્રધ્ધા રાખતા. એને એના જ ગામમાં આવેલ એક સંતને કહ્યું,

" ગુરુજી આપ જ મારા પિતાનું દુઃખ દૂર કરી શકો છો મહેરબાની કરી એમને પાછા જીવતા શીખવાડો."

એ સંતે બધી પરિસ્થિતિ જાણીને એના પિતાને મળવા ચોક્કસ સમય આપ્યો. બીજા દિવસે આપેલ સમયે એ માણસ ત્યાં ગયો અને સંતને કહ્યું,

" મહાત્મા, હું જોઈ રહ્યો છું કે લોકો મૃત્યુ પામે છે એ પણ અચાનક જ એમની કેટલીય ઇચ્છાઓ અધૂરી રહી જાય છે અને કેટલીય ઇચ્છાઓ પૂર્ણ કરવા માટેના પ્રયાસમાં જ જીવન નીકળી જાય છે... હું ખૂબ દુઃખી થઇ જાઉં છું આ જોઈને મારી દીકરી હજી નાની છે મારે શુ કરવું જોઈએ મહેરબાની કરી મને કહો."

સંતે કહ્યું," બસ છેલ્લા દિવસે મોજથી જીવી લેવું જોઈએ. જ્યારે એમના આ જવાબથી એક ભાઈ આશ્ચર્ય સાથે પૂછ્યું, "છેલ્લો દિવસ છે એ ખબર કેમ પડે ? "

સંતે કહ્યું, " દરેક દિવસને જીવનનો છેલ્લો દિવસ સમજી મોજથી જીવી લેવું !"

જીવનનું પરમ સત્ય ક્ષણમાં શું થાય કોણ જાણે તેથી જ દરેક ક્ષણનો પૂરો આનંદ માણી લેવો.


Rate this content
Log in

Similar gujarati story from Drama