Kaushik Dave

Tragedy Fantasy Others

4.4  

Kaushik Dave

Tragedy Fantasy Others

છેલ્લી ઈચ્છા

છેલ્લી ઈચ્છા

1 min
66


બોલ પ્રિયે તારી છેલ્લી ઈચ્છા કઈ છે ?

ઈચ્છા ? ને છેલ્લી !

હા...બસ તારી છેલ્લી ઈચ્છા પુરી કરવી છે.

એટલે ?

એનો જવાબ આપી શકું એમ નથી.

ઓકે..પણ મને ખબર છે તું કેમ આવું કહે છે. મને ખબર છે કે હવે હું બે ચાર દિવસ કે એક અઠવાડિયું જ જીવવાની છે. તું મારી સેવા કરીને થાક્યો નથી એ ખબર છે પણ ડોક્ટરે જવાબ આપી દીધો છે એ ખબર છે. આર્થિક રીતે પણ ખુવાર થયો છે એટલે હવે મારી ઈચ્છા...

તેણીનો અવાજ તરડાઈ ગયો.

મોઢામાંથી અવાજ ઓછો થવા લાગ્યો.

મુખમાંથી ફીણ જેવું થવા લાગ્યું.

શું થયું તને.. તારી તબિયત ફરીથી બગડી છે. તું બોલ નહીં. હું હમણાં જ ડોક્ટરને બોલાવું છું.

ફરીથી તેણીએ બોલવાનો પ્રયત્ન કર્યો.

ધીમો અવાજ આવ્યો.

બસ છેલ્લી ઈચ્છા આવતા જન્મે પણ આપણે સાથે...

આટલું બોલતાની સાથે જ તેણીએ પ્રાણ ગુમાવી દીધો.

તેણીના મુખ પર આંસુના ટીપા પડવા લાગ્યા.

એ ચોધાર આંસુએ રડવા લાગ્યો.

તેણીનો હાથ પકડીને ધીરેથી બોલ્યો..

તારી છેલ્લી ઈચ્છા પુરી કરીશ..જો ઈશ્વર સાથ આપે તો.

એ... સાથે એ પણ ઢળી પડ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy