છે કોઈ એવી ભાષા???
છે કોઈ એવી ભાષા???


મનમાં ઉઠતાં વિચારો ને એક વાર્તા નું રુપ આપી મારી વાત કંઈ જુદી રીતે જ રજુ કરવા માંગુ છું
એવી કોઈ ભાષા છે ??
જે બોલ્યા વિના સમજાય જાય...
હા જાણું મૌન પણ એક વાણી જ છે..
અને આંખો ની ભાષા...બધું બધું જ જાણું છું..
આજે મને તેરમી તારીખનું પેપર મળ્યુ...ફાટી ગયું છે તો ખબર નથી કે કયા વરસ નું છે.પણ એક આર્ટીકલ વાંચ્યો..ચોક્કસ પણે એ લવ સ્ટોરી જ હોય તો જ મારી પાસે પણ હોય.
વાત ની શરૂઆત કંઈક આમ થાય છે કે,છોકરી જેનું નામ સેજલ છે એ એના બોય ફ્રેન્ડ ને સમજાવતી હોય છે જેનું નામ વિશાલ છે.બંને જણાં બાગ માં બાંકડે બેઠા હોય છે..હાથ માં હાથ નાખીને... અનહદ પ્રેમ છે બંને વચ્ચે..એક વિચારે ત્યાં બીજો એનો જવાબ આપે...એ હદ સુધી નો એમનો પ્રેમ..પરંતુ બંને ની જાતી અલગ હોય છે..બંને જણ એટલા સંસ્કારી ઘરમાંથી આવે છે કે પોતાના માંબાપ સામે એ લોકો પોતાના પ્રેમને પણ મહત્વ નથી આપતા.
હવે ખરી વાત અહીંથી શરુ થાય છે..
વિશાલ પોતાના કરિયર પર ધ્યાન આપે છે સાથે નોકરી પણ કરે છે.આ બાજુ સેજલ હજી ભણે છે. સેજલ વિશાલ ને કહે છે કે જયાં સુધી વિશાલ ના મેરેજ ના થઈ જાય ત્યાં સુધી બંને સાથે રહે..સેજલ વિશાલ ને ભરપુર સાથ આપે છે, એના ભણવામાં એની નોકરી માં, દરેકે દરેકમાં દિલથી સાથ આપે છે અને વિશાલ પણ સેજલને હંમેશા ખુશ રાખવાનો અને આગળ વધવામાં ખૂબ સાથ આપે છે, પરંતુ વિશાલ આ સંબંધને અહીયાં જ અટકાવી દેવામાં માને છે કારણ કે આ સંબંધને લીધે એ પોતાના કરિયરમાં કે એને ગમતી બીજી કોઈ એક્ટીવીટી કરી શકતો નથી એવું એને લાગે છે, પ્રેકટીકલી વિચારવા જઈએ તો સાચું જ છે, બીજી બાજુ સેજલને પાછળથી વધારે તકલીફ થશે એમ વિચારીને એનાંથી દૂર થવા માંગે છે.
સેજલ અને વિશાલે કંઈ કેટલાંય સપનાઓ જોયેલા સેજલ એ બધા જ વિશાલ સાથે જીવવા માંગે છે,એને બધી જ રીતે સાથ આપી વિશાલના સપના પૂરા કરવામાં એનો સાથ આપવા માંગે છે,કદાચ...કદાચ વિશાલ સેજલને એની કમજોરી માને છે પરંતુ ખરા અર્થમાં સેજલ વિશાલની ઢાલ બનીને એના જીવનમાં કોઈ બીજું ન આવે ત્યાં સુધી એની પડખે પડછાયાની જેમ એના એક એક કદમ પર સાથ આપવા માંગે છે.વિશાલની જે શરત હોય એ બધી જ માનવા તૈયાર છે ફકત એને એ પ્રેમ કરતા પોતાની જાત ને રોકી શકતી નથી, વિશાલ એને ફ્રેન્ડ બનીને રહેવા કહે છે ,ફોન પર વાત ઓછી કરી દેવાની, એકબીજાને આઈ લવ યુ ના કહેવાનું, આવું તો ઘણું ઘણું કહે છે.એ પણ સેજલને એટલું જ ચાહે છે, પરંતુ...
એના વિના રહી શકે એમ પણ નથી અને સાથે રહેવું પણ નથી.
આ કેવો પ્રેમ..?? બંને એકબીજાની ભલાઈ જ વિચારે છે. સેજલ પોતાના પ્રેમને ટકાવી રાખવા માટે વલખાં મારે છે,પ્રેમની ભીખ માંગે છે પણ વિશાલ સમજતો જ નથી.
હવે કઈ ભાષામાં સેજલ એને સમજાવે...!!???એ એને સુઝતું જ નથી,બંને પારાવાર દુ:ખી છે...શું કરવું હવે???
બસ વાર્તા અહીં આમતો પતી જાય છે, પણ પતતી નથી ...
આથી મને એવો વિચાર આવે છે કે એવી કોઈ ભાષા છે???
જે બોલ્યા વિના સમજી શકાય..!!!
છે કોઈ એવી ભાષા??