"ચ્હા-રોટલી"
"ચ્હા-રોટલી"
ચાય બોલો ચાય ભાઈ ચાય બોલો ચાય કરતો રાજન ટ્રેઈનમાં ચડી ગયો. હાથમાં ચ્હાનો મોટો કિટલ અને કાગળના કપ લઈ એ એક ડબ્બાથી બીજા ડબ્બામાં ફરે જતો હતો. કપડા મેલા થઈ ગયેલા અને શરીર પરસેવાથી રેલમ-છેલ હતું. આખો દિવસ ફરીને થાક્યો પણ સૌ કોઈ બસ ઠંડુ પીણું આવે એની રાહ જોઈ રહ્યા હતા.
આખા દિવસનો થાક ઉતારવા એ સ્ટેશનના ઓટલે બેઠો અને ત્યારે એની મમ્મી એના માટે ખાવા બપોરે બનાવેલી રોટલી લઈ આવી, એ સમયે જ સ્ટેશન પર એક કાકા એમની રોટલીના સાથ માટે ચ્હા શોધતા આવી ગયા અને એમણે ચ્હા લીધી, આમ પણ રાજન કોઈ ચ્હા ખરીદે એ ઈચ્છતો હતો એને તો ચ્હા ઘરાક સાથે જમવામાં સાથ પણ મળી ગયો, પછી એ કાકાએ રાજન સાથે બેસી બપોરની ગરમીની ચર્ચા કરી અને બંનેએ ચ્હા રોટલીની મજા માણી....!