BINAL PATEL

Romance Others

3  

BINAL PATEL

Romance Others

ચેક મેટ

ચેક મેટ

6 mins
905


'સાક્ષી, જલ્દી આવ... મારે મોડું થાય છે. બ્રેકફાસ્ટ કરીને હું જલ્દી નીકળીશ. આજે મારે મિટિંગમાં જવાનું છે.', સૂરજે સવારમાં ડાઇનિંગ ટેબલ પર બેસ્ટ કહ્યું.

'કમિંગ સ્વીટહાર્ટ...', સાક્ષીએ કહ્યું.

સૂરજ અને સાક્ષીએ પ્રેમ લગ્ન કરીને એકલા જ રહેવાનું વિચાર્યું. મા-બાપની યાદ તો આવે, પરંતુ માતા-પિતા એમના લગ્નથી નારાઝ હતા એટલે દિલથી ફોન પર પણ વાત ના કરે અને વધારે વાર મળવા પણ ના આવે. જિંદગી ચાલતી ગઈ ને સમય વીતતો ગયો. આજે લગ્નને ત્રણ વર્ષ પુરા થઇ ગયા છે. કાલે એમની એનિવર્સરી એટલે સાક્ષીએ મનમાં કાંઈક વધારે સરસ રીતે એનિવર્સરી ઉજવાય એવી તૈયારી કરી હતી.

સૂરજની પહેલી કિરણ આંખ પર પડી, સૂર્યમુખીનું ફૂલ ખીલે એમ ખીલી ગઈ, સૂરજ સામે જોઈ રહી પછી થોડું શરમાઈને નીચે ઉતરી. કુદરતના સાનિધ્યમાં રહેનાર સાક્ષીને સવારે જાગીને પંખીઓના અવાજમાં ખોવાવું ગમતું એટલે નીચે ગાર્ડન તરફ ગઈ. સવારની તાજી હવાને પોતાના મનમાં ભરીને તૈયાર થવા બાથરૂમમાં જતી હતી, ત્યાં સૂરજનું લેપટોપ અને ફોન કોણ જાણે બહાર જ ડ્રોઈંગ રૂમમાં જ રહી ગયા હશે એટલે એ લેપટોપ બંધ કરીને ફોન ચાર્જમાં મુકવા ગઈ.

'સૂરજ જરાય સાચવણીવાળો નથી. આ લેપટોપ આખી રાત ચાર્જમાં રહ્યું અને ફોન પણ અહીંયા. હવે આજના દિવસે એની સાથે મારે કોઈ મગજમારી કરવી નથી એટલે હું કાલે એની સાથે વાત કરીશ. મનમાં ને મનમાં બબડાટ કરીને એ બધું બંધ કરવા ગઈ ત્યાં જ થોડી ક્ષણ માટે થોભી ગઈ અને જાણે પગ નીચેથી જમીન ખસી ગઈ એટલી મોટી ફાળ પડી. અવાજ જાણે અંદર રૂંધાઇ ગયો. શબ્દો જાણે એક ક્ષણ માટે ચકરાવે ચડી ગયા. એનિવર્સરીની આ સવાર આવી હશે એ વાત એના માનવામાં આવતી ન હતી. થોડી ક્ષણો બાદ સ્વ્સ્થ થઈને લેપટોપ લઈને બેઠી.

'શિખા શર્મા ? આ તો સૂરજની બોસ છે કદાચ. સૂરજ એની સાથે...'

મનમાં થોડું વિચારીને બબડી અને લેપટોપ જોઈ રહી પછી ફોન લઇ થોડું વધારે ઊંડાણથી ચકાસવા બેઠી. કારણકે સાક્ષી વધારે સમજદાર અને ખૂબ સમજુ છોકરી. સાથે એક સારી ભણેલી ગણેલી અને કમાઉં છોકરી હતી. જે દરેક વાત કે વસ્તુને સમજી વિચારીને પછી જ એના પર પગલાં લેતી. શિખાએ લેપટોપ અને ફોન બંને જોયા અને બધું જ ધીમે .ધીમે સમજમાં આવી ગયું. પરંતુ સમજમાં આવેલી વાત સત્ય હોઈ શકે એ વાત એ માનવા તૈયાર જ ન હતી.

શિખા શર્મા જે સૂરજની કંપનીની સી.એ.ઓ છે સાથે એક પત્ની અને માતા છે. શિખા સાથેની બેવાર મુલાકાત થઇ હતી. પરંતુ ક્યારેય એવું નથી લાગ્યું કે સૂરજ અને શિખા ? કઈ જ સમજમાં નથી આવતું શું કરું ! આજના દિવસે આ વાત જાણીને મારે ખુશ થવું કે દુઃખી એ જ ખબર નથી પડતી. થોડું પોતાની જાતને સ્વસ્થ કરીને નાહી-ધોઈને રેડી થવા બાથરૂમમાં ગઈ. ત્યાં મમ્મીનો ફોન આવ્યો, એનિવર્સરી વિષ કરી અને વધારે વાત ના કરી શકી. પાણીના નળની સાથે પોતાના અશ્રુની ધારા સાથે જ વહી રહી. 

'સાક્ષી, શું વાત છે આજે તું રેડી નથી થઇ હજી ? આજે એનિવર્સરી છે. આપણે મંદિર જવાનું છે. આજનો આખો દિવસ આપણે સાથે જ રહીશું ને.. તું બાથરૂમમાં શું કરે છે સ્વીટી ? હજી નાહવાનું પત્યું નથી ? ' સૂરજે જાગીને તરત જ બૂમ પાડી.

સાક્ષી રેડી થઈને બાથરૂમમાંથી બહાર આવી.

'ઓહ! સ્વીટી, હેપ્પી એનિવર્સરી માય લવ... આઈ એમ સો લકી ટુ હેવ યુ. સ્ટે વિથ મી ફોરએવર.. લેટ'સ ડાન્સ..', સૂરજે કહ્યું.

'સેમ ટુ યુ સૂરજ... થેન્ક યુ ફોર ડુઇંગ ઍવેરીથીંગ ફોર મી.' સાક્ષીએ કહ્યું.

'હું જલ્દી રેડી થઇ જાઉં પછી આપણે નીકળીએ મંદિર જવા. આજે પૂજા પણ કરવાની છે પછી તારી ફેવરિટ રેસ્ટોરન્ટમાં લંચ અને પછી મુવી રાત્રે ડિનર કરીને જ આવીશું. ઓહ એસ ! તારો આઈસ્ક્રીમ પણ ખાઈશું.' સૂરજ બોલતો બોલતો રેડી થવા ગયો.

સાક્ષી બ્રેકફાસ્ટ રેડી કરીને ઓફિસના કપડાં પહેરીને બેઠી. સૂરજ આવ્યો અને ટેબલ પર બેઠો..

'સાક્ષી, તે ઓફિસના કપડાં પહેરી લીધા ? તે રજા નથી લીધી ? શું થયું છે તું કઈ બોલતી નથી આજે ? ઓલ ઓકે ?', સૂરજે પૂછ્યું.

'હા, મારે આજે જોબ પર જવાનું છે, એક અર્જન્ટ મિટિંગ આવી ગઈ છે. આજે હું કોઈ પણ સંજોગોમાં રજા લઇ શકું એમ નથી. સવારે જ ઇમેઇલ આવ્યો છે અને પછી સાંજે એક ઓફિસ ડીનર પાર્ટી છે. અમારો એક પ્રોજેક્ટ આજે સક્સેસફુલી પૂરો થયો છે તો મારે તો આજનું આખું શિડયુલ ફૂલ છે. અને હા, મારો મૂડ ઓલ રાઈટ છે. તું કેમ છે ? તારે શું પ્લાન છે આજે ? હવે તું ઓફિસ જવા જ નીકળી જા તને ત્યાં વધારે મઝા આવશે અને ઘરે તું કંટાળી જઈશ'. સાક્ષીએ કહ્યું.

સાક્ષી બ્રેકફાસ્ટ કરતા બધું વાતો કરીને ઉભી થઇ. ટેબલ પર ચેસની ગેમ કાલની અધૂરી રહી ગઈ હતી. સાક્ષીનોજ દાવ ચાલતો હતો પરંતુ એને ત્યાં જ સ્ટોપ કરી રાખી હતી.

'સૂરજ, આ ચેસની ગેમ પૂરી કરીએ.'

બંને બેઠા છે. સાક્ષીએ ચાલ ચાલી અને સીધી જ રીતે કહ્યું...

'ચેક મેટ મિ. સૂરજ શાહ..અરે ! સોરી, મિ. સૂરજ શંકરભાઇ શાહ.. ચેક મેટ. ફાઈનલી આઈ વૉન.', સાક્ષી બોલીને ઉભી થઇ ગઈ ચાલવા લાગી.

'આજે ખબર નહીં, જીતવાની ખુશી કરતા હારવાનું દુઃખ વધારે છે મિ. શાહ. અરે હા ! આ તમારો ફોન અને લેપટોપ જે તમે ભૂલથી ડ્રોઈંગ રોમમાં જ મૂકીને સુઈ ગયા હતા. દોસ્ત, હું નહતી કેહતી કે તારી સાચવણી નથી. તું કામમાં પરફેકશન લાવ. આજે તારા આ જ સ્વભાવે તને બે વર્ષે પણ પાડી દીધો.. ટેક કેર.' સાક્ષી બોલી.

'સાક્ષી, લિસન... મારા લેપટોપમાં જ હતું એ સચ્ચાઈ નથી.. હું અને શિખા તો.... બસ'

'શટ આપ મિ. શાહ. મને તમારી સફાઈમાં રસ નથી. ડોન્ટ વરી. હું તમને કદી ડિવોર્સ આપીને નથી જવાની પરંતુ આજના દિવસથી આપણે એક ઘરમાં એક અજનબી બનીને રહીશું, એ મારો આખરી નિર્ણય છે. દુનિયા માટે આપણે પતિ-પત્ની, એક છત નીચે ક્યારેય નહીં. અને હા, તમે જો આ ઘરમાંથી ખુશીથી જવા માંગતા હશો તો જઈ શકો છો. પરંતુ તમને ડિવોર્સ આપી આઝાદીની ઉડાન તો હું નહીં જ ઉડવા દઉં. આજે એનિવર્સરી પર તમને મારા તરફથી આ જન્મની સૌથી મોટી અને છેલ્લી ગિફ્ટ. હું તમારી સામે જ રહીશ પરંતુ 'સાથે' ક્યારેય નહીં. તમારું ડિસિશન મને રાત સુધી કહી દેજો. થેન્ક યુ.' સાક્ષી ધારદાર શબ્દોમાં બોલી.

'સાક્ષી, મારી વાત સાંભળ. દરેકને પોતાની વાત બોલવાનો અને પોતાની બેગુનાહિ સાબિત કરવાનો મોકો મળવો જોઈએ... હું ખોટું નથી... શિખા એના પતિ સ્વરાજથી કંટાળી હતી અને અમે અચાનક જ એક દિવસ લંચ રૂમમાં મળી ગયા અને અમે બંને જસ્ટ સારા ફ્રેન્ડ છીએ. એનો પતિ હવે એની સાથે રહેવા નથી માંગતો અને બીજા ઘણા પ્રોબ્લેમ થયા છે. એટલે બે બચ્ચાઓ સાથે એ શું ડીસીજન લે. એ વાતની ચર્ચા અમે એક વર્ષથી કરી રહ્યા છે. અમે વધારે કલોઝ નથી સાક્ષી... હું મારી લિમિટ સમજુ છું. તે જે મેસેજ વાંચ્યા એ મજાક મસ્તીમાં થયેલી અમુક વાતો છે જે અમે ક્યારેક કરીએ છે. એ દિવસે રાત્રે હું લેટ આવ્યો'તો ત્યારે એના ઘરે સ્વરાજ ન હતો એ વાતની મને જાણ ન હતી અને એણે મને ઘરે બોલાવ્યો હતો. અમે થોડા નશામાં હતા. કારણ કે ત્યાં પાર્ટી રાખેલી હતી અને બધા ગેસ્ટ ગયા પછી હું પણ ઘરે આવવા નીકળ્યો પરંતુ એ સમયે...', સૂરજ બોલતો જાય છે..

'સૂરજ, ચેસની ગેમમાં રોજ તું મને હરાવે છે આજે જિંદગીની રેસમાં પણ તે મને હરાવી જ દીધી. હું આજે પહેલી વાત ચેસની ગેમ જીતી અને જિંદગીની રેસમાં પણ કદાચ હું જીતી ગઈ. મારા ખાલીત્રણ વર્ષ જ કુરબાન થયા. આજે હું જીતીને પણ હારી ગઈ સૂરજ. પરંતુ હા, એક વાત જરૂર કહીશ કે શિખા કે કોઈ બીજી છોકરી સાથે આ વર્તન ના કરતો બધા 'સાક્ષી પરિમલ શાહ' જેવા મજબૂત દિલ અને મજબૂત અભિગમ ધરાવતા નથી હોતા.' સાક્ષી કાર તરફ ચાલતા બોલી.

'સાક્ષી, મારી વાત સાંભળ.. હું...',

'મિ. સૂરજ શાહ.. ફાઈનલી, ચેક મેટ.......', સાક્ષી કાર લઈને નીકળી ગઈ. 


Rate this content
Log in

Similar gujarati story from Romance