STORYMIRROR

Bhumi Joshi

Drama Romance

3  

Bhumi Joshi

Drama Romance

ચાંદની રાત

ચાંદની રાત

4 mins
248

અવની આજે ખૂબ ખુશ હતી. પાંચ વર્ષ પછી તે આજે આરવને મળી રહી હતી. આટલા લાંબા સમયમાં ઘણું બધુ બદલાઈ ગયું હતું. બસ બદલાયું ના હતું તો અવનીનો આરવ પ્રત્યેનો પ્રેમ. અવની આરવને ખૂબ પ્રેમ કરતી હતી. અને આરવ પણ. પણ સમય અને સંજોગો એ બંનેને એકમેકથી ઘણા દૂર કરી દીધા હતાં. આરવ ને યાદ કરતા કરતા એની સામે ભૂતકાળ તરવરી ઊઠ્યો.

*

અવની તેની સહેલી ધારા સાથે આજે કોલેજમાં આવી હતી બંનેનો આજે કોલેજનો પ્રથમ દિવસ હતો કોલેજ કેમ્પસમાં પ્રવેશ કરતા જ તેની નજર આરવ પર પડી. બંને જાણે વર્ષોથી એકમેક ને ઓળખતા હોય તેમ એકબીજાને જોઈ રહ્યા હતાં. બંનેનો આ પહેલી નજરનો પ્રેમ હતો.

થોડા દિવસો આવી જ રીતે બંને એકમેક ને નજરોથી નિહાળી મલકાયા કરતા. બંનેમાંથી કોઈ પણ વાતની શરૂઆત કરતું ન હતું. એક દિવસ અવનીની ફ્રેન્ડ કોલેજ આવી નહોતી. અવની એકલી જ બેઠી હતી. ત્યાં પાછળથી કોઈ મધુર સ્વર અવનીના કાને અથડાયો.

"હાય અવની ઘણા દિવસથી હું તને દરરોજ જોઉં છું. અને કદાચ તું પણ મને પસંદ કરે છે. મને ગોળ-ગોળ વાત કરતા નથી આવડતું. સાચું કહું તો હું તને ખૂબ પ્રેમ કરું છું. શું તું મારા પ્રેમને સ્વીકારીશ. ?"

આરવ નું આમ અચાનક પ્રપોઝ સાંભળી. અવની થોડી વાર તો અવાચક રહી ગઈ. પણ તેને અંદરથી ખુશીનો પાર નહોતો. અને એ જ ખુશી તેના ચહેરા પર શરમની લાલી પાથરી રહી હતી.

આરવ અવની નો હાથ પોતાના હાથમાં લઈ નજરથી નજર મીલાવતા અવની ને પૂછ્યું.". હું તારા મોઢેથી તારો જવાબ સાંભળવા માગું છું. મારા દિલને તો પૂરી ખાતરી છે. પણ બસ શબ્દોની તસલ્લી જોઈએ છે."

અવની આરવને વળગી પડી. બંને ક્યાંય સુધી મૌનના મહાસાગરમાં. પ્રેમની ભરતીનો અહેસાસ મહેસૂસ કરી રહ્યા હતાં.

પછી તો દરરોજ બંને મળતા. લેક્ચર પતે એટલે કેન્ટીનમાં બેસી વાતો કરતા. તો ઘણીવાર બંને દોસ્તો સાથે પિક્ચર જોવા પણ જતાં. બંને ભણવામાં ખૂબ હોશિયાર હતાં. એટલે કોલેજમાં હંમેશા ટોપર રહેતા. જોતજોતામાં કોલેજ પતી ગઈ.

અવનીના પપ્પા ખૂબ જ પૈસાદાર હતાં. વળી અવની તેની એક માત્ર દીકરી હતી. અવનીએ ઘરે તેના પપ્પાને આરવ અને તેના સંબંધોની વાત કરી. અને તેની સાથે લગ્ન કરવા છે તેવી ઈચ્છા દર્શાવી.

અવનીના પપ્પાએ આરવને મળી પોતે નક્કી કરશે. તેમ જણાવી આરવને મળવા બોલાવ્યો.

"વેલકમ આરવ. અવની મારી એકની એક દીકરી છે. અને મારે પૈસાની કોઈ કમી નથી. પણ મારે તારી કાબિલિયત પણ જાણવી પડે. અવની એ મને તારી વાત કરી. તું અનાથ છે. અને તારા કાકા એ તને ભણાવ્યો છે. મને એ વાતથી કોઈ પ્રોબ્લેમ નથી. પણ હું ઈચ્છું છું કે તું ખરેખર અવનીને પ્રેમ કરતા હોય તો તારી કબિલિયતથી કંઈક નોકરી મેળવી પગભર થા. હું તને પાંચ વર્ષનો સમય આપું છું. આ પાંચ વર્ષ દરમિયાન ના તું અવની ને મળીશ કે નહીં એને ફોન કરીશ. પણ હું તને પ્રોમિસ આપું છું કે. તું પાછો નહીં આવે ત્યાં સુધી હું એના લગ્ન કોઈ બીજા સાથે નહીં કરું."

"તું જતા પહેલા અવની ને મળી શકે છે. "

અવનીના પિતાની વાત સાંભળી થોડીવાર આરવ ને કંઈ સમજ ન પડી કે શું કરવું. પણ પછી તરત જ તેને ખ્યાલ આવી ગયો કે. અવનીના પિતા સાચું જ કહે છે. એમ પણ લગ્ન પછી અવની ને સાચવવા માટે તેણે કંઈક નોકરી કરવી પણ જરૂરી હતી. તે અવની પાસે ગયો.

"આરવ મને ખબર છે કે પપ્પાએ તને શું કીધું. હું મારા પપ્પાને ખૂબ સારી રીતે જાણું છું. પણ તું મારા પર અને મારા પપ્પા પર ભરોસો રાખ. હું તારી છું અને સદાય તારી જ રહીશ. .પાંચ વર્ષ તો શું પૂરી જિંદગી પણ હું તારો ઈન્તજાર કરવા તૈયાર છું. મારા દિલની હર ધડકનમાં તું ધડકે છે. "

આંખોમાં આંસુ સાથે અવની આરવને વળગી પડી. આરવે અવની નો હાથ પોતાના હાથમાં લઈ કપાળ પર પ્રેમભર્યું ચુંબન કરી. તેને ચૂપ કરાવી કહી રહ્યો હતો.

"અવની તારા પપ્પાએ આપેલા સમયમાં જરૂર કોઈ સારી નોકરી શોધી લઈશ. બસ તું મારા પર ભરોસો રાખી મારી રાહ જોજે. અને તારા પપ્પાની ઈચ્છા પ્રમાણે હું તને ફોન કે મેસેજ કે મળવાની કોશિશ નહીં કરું. અને તું પણ ન કરતી. આપણો પ્રેમ સાચો છે એની મને ખાતરી છે અને સમય મને ચોક્કસ સાથ આપશે."

આરવ અવની ને મળી જલ્દીથી નીકળી ગયો. અવની આરવને જોઈ રહી હતી. અને દોડીને પોતાના પપ્પા ને વળગી પડી.

**

આજે શરદ પૂનમની રાત હતી. ચાંદની રાતમાં ચાંદ ખીલી ઉઠ્યો હતો. અને અવની પણ આરવના ઈંતજારમાં સોળે શણગાર સજી બેઠી હતી.

પાંચ વર્ષમાં આરવ ખૂબ મોટો બિઝનેસમેન બની ગયો હતો. અને આજે તે અવનીને એના ઘરે મળવા આવવાનો હતો. અવનીના પિતા પણ આરવનો ઈન્તજાર કરી રહ્યા હતાં.

પાંચ વર્ષમાં આરવની પર્સનાલિટી ઘણી જ બદલાઈ ગઈ હતી. એક જાજરમાન વ્યક્તિત્વ સાથે આરવ અવનીના ઘરમાં દાખલ થયો.

અવની ના પિતા એને જોઈ ખુશ થતા બોલ્યા" આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને ખબર હતી તું સાચા અર્થમાં એક હીરો છો. અને મારી એ પરખ ખોટી નહોતી. આજે હું રાજીખુશીથી અવનીનો હાથ તારા હાથમાં સોંપુ છું. બસ મારી અવનીને આવી જ રીતે હંમેશા ખુશ રાખજે. આ ઘર તારું જ છે. અને અવની પણ. મારા તમને બંનેને આશીર્વાદ.

અવની આરવ ને જોઈ હર્ષઘેલી થઈ ગઈ. આરવની બાહોમાં જઈ આરવને પોતાના પ્રેમરસથી ભીંજવી નાખ્યો. બંને પ્રેમભર્યા હૈયા ચાંદની રાતમાં એકબીજાની બાહોમાં મસ્ત હતાં. ચાંદ પણ બંનેના પ્રેમ ને જોઈ જાણે શરમાઈ રહ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Drama