ચાંદને કહો
ચાંદને કહો
ચાંદની અને ચંદન પૂનમની રાતે દરિયાકિનારે એક ભેખડ ઉપર બેઠાં હતાં. વાતો કરતાં કરતા શેર શાયરી પર ચડી ગયાં. બંને શાયર તો નહીં પણ પોતાનાં પુરતી કૃતિઓ રચી લેતાં હતાં. મોજાંનો અવાજ રાતને માદક બનાવતો હતો.
ક્યાંય સુધી આ દોર ચાલ્યો હોત.....પણ
ચંદને ચાંદ ઉપર એક શાયરી શરૂ કરી.
"ચાંદને કહો,
તને આટલું ગુમાન શાને !
તને ખબર છે ?
તારા ઉપર પણ દાગ..."
એ શાયરી પુરી કરે તે પહેલાં જ ચાંદની એકાએક ત્યાંથી ઊભી થઈ ગઈ.
ચંદન પણ ઝડપથી ઊભો થઈ ગયો. એને કાંઈ સમજાયું નહીં.
ચાંદની કેમ કરીને કહે કે એનાં સુડોળ, ગોરાં
શરીર પર પણ આવો જ સફેદ.

