Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Inspirational Thriller

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Inspirational Thriller

ચતુર કરો વિચાર - ૫: બટર સ્કોચ

ચતુર કરો વિચાર - ૫: બટર સ્કોચ

3 mins
354


આજે શાંતિલાલ ઘણા ખુશ હતાં...એક તો તેમના ઘરે પૌત્રનો જન્મ થયો તે ખુશી અને સાથે દીકરી મીનાનું વેવિશાળ નકકી થયેલ...તેનો આનંદ અને સંતોષ.

" મીનુ, બેટા આજે તો આઈસ્ક્રીમ ખાવો પડશે...હો..., આ ડાયાબિટીસ જાય તેલ લેવા...!"

શાંતિલાલ જ્યારે અતિ આનંદની અવસ્થામાં આવી જાય એટલે ડાયાબિટીસ ની કડવાશ ભૂલી આઈસ્ક્રીમની મીઠાશ ઉપર ઓળઘોળ થઈ ઉઠતા...ને એ પણ બટર સ્કોચ ફ્લેવર જ..!

આવા વખતે તેમને રોકવા કે ટોકવા મુશ્કેલ થઈ ઉઠતું.

જો કે આ રઘવાયો જીવ...આઈસ્ક્રીમ ખાય એ દિવસે મેથીના દાણાનો ફાકડો પણ ઊંઘતા પહેલાં મારી લેતો..ને એ રીતે પોતાના મનને ને ઘરના સભ્યોને અમથો દિલાસો આપીને ...ડાયાબિટીસ કંટ્રોલ રાખ્યાંનો સંતોષ કેળવી લેતો...!

આજે તો બેવડી મીઠાશ તેમના જીવનમાં ઉમેરાઈ હતી પછી ક્યાંથી ઝાલ્યા ઝલાય...!

આખી જિંદગી સંચા ઉપર લોકોના શરીરને શણગારવાનું કામ કરતા આવેલ શાંતિલાલ દરજીનું જીવન જાણે હવે શણગાર સજી રહ્યું હતું.

આ બંને ખુશાલીમાં પોતાની કથળતી તબિયત, નવા જમાનાની રીતભાતો ના કારણે લથડતી કમાણી ને પરણિત ને ગ્રેજયુએટ દીકરાની ખટકતી બેકારીનો પ્રશ્ન જાણે શાંતિલાલના હૃદયે હાલ પૂરતો કોરાણે મૂક્યો..

સાંજે પત્ની અને દીકરો દવાખાનેથી આવે એટલે ચારેની આઈસ્ક્રીમની પાર્ટી નકકી એવું દીકરીએ મનમાં ઠસાવ્યું...ને શાંતિલાલ સંચા ઉપરથી ઊભા થઈ...આઈસ્ક્રીમ જેવા ગળ્યા ગાલ રાખી ઉપડ્યા...ગાંધી રોડ તરફ.

***

" હવે...કેટલું વ્યાજ ભરવું પડે તેનું વિચાર્યું છે...શાંતિભાઈ..?"

અરમાન ફાઇનાન્સમાં બેઠેલા શાંતિલાલ તરફ આ પ્રશ્ન ફેંકતા પીન્ટુ શેઠે રિવોલ્વિંગ ખુરશીને બંને બાજુ ગુમાવવાનું શરુ કર્યું હતું.

"અરે...શેઠિયા...જો જો ને...મારા દીકરાને હવે સારી નોકરી મળી જ સમજો...મારું વ્યાજ સારા પગલાંનું જન્મ્યું છે... બધો ઉપાડ ચૂકતે કરી દેશું...પછી વ્યાજ ભરવાનું નઈ રે ' ને..?"

" હા, પણ...હાલ તો એક સંચા પર કેટલો બોજો નાખીશ...શાંતિ..? સમજ, તારા મકાનના તો અગાઉથી કાગળિયા મારી પાસે છે.. જ.., તારા બૈરીના દાગીના ગીરવે મૂકી હમણાં દવાખાના ના બિલનો જોગ કર્યો છે..

હવે, દીકરીના લગ્ન માટે ....!!?"

પીન્ટુ શેઠ પણ અવઢવ મિશ્રિત ચિંતામાં પડી જઈ શાંતિલાલ સામે જોઈ રહ્યા હતાં.

એક બાજુ આવતી ' વસંત પંચમી ' એ દીકરીના લગ્ન આવી રહ્યા હતાં...ને આ બાજુ દેવાના ડુંગર...! 

શાંતિલાલ થોડીવાર વિચારમગ્ન રહ્યા..!

" શેઠ, ચિંતા ના કરો...આમ પણ એ ચાર રસ્તે આવેલું મકાન આખી દુનિયાનું પૂછપરછ કેન્દ્ર થઈ ગયું છે...તમે, કોમર્શિયલ કરવા લેવા માંગો છો ને..? કરો કિંમત ને મારું બધું દેવું ચૂકતે...! દીકરીનો અવસર એ ઘરમાં પૂરો કરું ત્યાં લગી આ આપણા બે વચ્ચે વાત રાખજો ..પછી હું મારો જોગ કરી લઈશ. અને...આ બધો હિસાબ કરતા જે રકમ વધે તેમાંથી માથા પર છત ઊભી કરીશ હવે..!"

"શાંતિ.... તું હજુ વિચાર, મકાન આપી દે છે...પછી...શું..?"

"શેઠિયા...હજુ શાંતિના હાથ પગ અડીખમ છે ને..! આંખો ની ઝાંખપ એટલી પણ નથી કે ...દુનિયાના લૂગડાં સીવી ના શકું...! ને...મારો દીકરો પણ નોકરીએ લાગશે....ફરી ઊભું કરીશ...બધું...!"

આટલું બોલતા બોલતા...શાંતિલાલ નો સદા હસમુખ રહેતો ચહેરો ...હતાંશાની ચાડી ને રોકવા મથી રહ્યો..!

***

ઉતાવળા પગલે ચાલવાની ટેવ વાળો બાપ આજે ધીમા પગલે ઘરે આવ્યો...ને...સંચા ઉપર હાથ ફેરવતો...ઘરની દીવાલો ને પતરા જોઈ રહ્યો...

" પપ્પા...! શું વાત છે? "

" અરે...કંઈ નઈ...બેટા...આ તો વિચારું છું કે, તારા લગ્ન નો માંડવો જોવા આ ઘર પણ કેટલું ઉતાવળું છે...હેં...!!"

મીનુ શરમાઈને પાછી રસોડામાં ચાલી ગઈ.

વળી, પાછું...શાંતિલાલ ટહુકી ઉઠ્યા..

" અને, પાછું...સાંભળ...મીનુ..., ભઈલો ને તારી મા આવે એટલે તરત બટર સ્કોચ ના પાંચ કપ લઈ આવ..."

" એ ..હા પપ્પા, પણ પાંચ કેમ..? "

શાંતિલાલ સહસા બોલી પડ્યા...

" આજે જરા મન વધારે કડવું થઈ ગયું લાગે છે...એટલે મારા બે કપ..."

હવે, ઘરના દીવાલો ને પતરા જાણે..શાંતિલાલ ને એકટીશે

જોઈ રહ્યા હતાં..!


Rate this content
Log in

Similar gujarati story from Abstract