Daxa Ramesh

Crime Drama Inspirational

4  

Daxa Ramesh

Crime Drama Inspirational

બર્થડે બમ્સ

બર્થડે બમ્સ

3 mins
15.3K


પ્રોફેસર દેવાંશ, એક પોતાની જ નહીં પણ, ઘણી બધી કોલેજીઝમાં જઈને વિદ્યાર્થીઓને મોટીવેટ કરવાં સ્પીચ આપવાં જતાં. એમની બધી વાતોમાં એક વાત કોમન રહેતી જે તેઓ દરેક જગ્યાએ ભૂલ્યા વગર શૅર કરતાં.

"નકલ ને અક્કલ નહીં !!

ઉજવવો બર્થડે બમ્સ નહીં !!'"

આ તેમનો મુખ્ય ટોપિક રહેતો.

જન્મદિવસ આવે એ તો કેટલી ખુશીની વાત!!

પણ, ફક્ત, કોલેજમાં પહોંચ્યા પહેલાં જ! પછી તો ન જાણે ક્યાંથી ઘુસી ગયું..

"બર્થડે બમ્સનું ડીંડક??""

અને રમત, મજાક ને ગમ્મતનાં નામે "બર્થડે બોય" ને મારવાનું ઝનૂન રામ જાણે ક્યાંથી, કેમ ને કેવી રીતે ફેલાઈ ગયું??

દેવાંશ સરને યાદ આવ્યા એનાં પોતાનાં કોલેજ કાળનાં દિવસો કે જ્યારે ...

"હોસ્ટેલમાં બરાબર બારને ટકોરે રૂમનું બારણું .. ઠક ઠક..!!. ઠક ઠક..!! થયું, મૌલિક સમજી ગયો. આજે એનો બર્થડે ચાલુ થયો. એણે સમી સાંજથી જ પોતાનાં રૂમમાં ઘુસીને અંદરથી સ્ટોપર લગાવી દીધી હતી.

જેથી એનાં ફ્રેન્ડઝ એને બાર વાગે આવીને, બર્થડે બમ્સ મારે નહીં!

પણ, એમ છોડે તો યાર શેનાં?? ઘણી વાર સુધી બારણું ખખડાવ્યું.. પણ, મૌલિકે ખોલ્યું જ નહીં! કારણકે ગયા અઠવાડિયા નો બનાવ જ એની નજર સમક્ષ આવ્યો!

એક છોકરાંને એનાં બર્થડે ની રાતે " બર્થડે બમ્સ" ના નામે, ચપ્પલ ને શુઝ થી મારી, મારી ને.. એનાં બમ્સ એવાં સોજાડી દીધાં હતાં કે એ એક અઠવાડિયું તો એ સરખું ચાલી પણ નહોતો શક્યો!!

બીજા એકને તો, પાણીનાં ટાંકામાં ઝબોળી ઝબોળી ને માર્યો હતો!

એક છોકરાને તો બાથરૂમ વિભાગમાં લઈ જઈને લોબીમાં એનું ટીશર્ટ કઢાવીને ફર્સ પર પાડ્યો અને પગેથી ખેંચીને આખી લોબીમાં ઢસડ્યો!!

બીજા એક ને તો, રૂમ માં ઘુસીને, બે છોકરાઓએ એને પકડી રાખ્યો અને બાકીનાં બધાએ એને 'બર્થડે બમ્સ' એવાં માર્યા કે એને આખાં શરીરે લાલ ચકામાં ઉપસી આવ્યા હતાં !!

ઘણીવાર તો ગર્લ્સની પણ, બર્થડે બમ્સ ની આડમાં શારીરિક છેડછાડ કરી લેવામાં આવે છે!!

મૌલિકે રૂમનું બારણું ખોલ્યું જ નહીં!!

બધા ફ્રેંન્ડ્ઝ વારાફરતી, ખખડાવી ને થાક્યા!!

સવારે, જ્યારે કોલેજ જવાનો સમય થયો અને બધાં જતાં રહ્યાં એવી ખાતરી થયાં પછી જ મૌલિક, ધીમેકથી રૂમમાંથી બહાર નીકળ્યો અને ચુપકીથી કોલેજ જવાં, હોસ્ટેલનાં મેઈન ગેટ સુધી પહોંચ્યો..

અને અચાનક જ એનાં ફ્રેન્ડઝ આવી પહોંચ્યા .. ""એ... હાલો.. નીકળ્યો.. મૌલિકયો..!! બર્થડે બમ્સ... હાલો..!!"

અવાજ કાને અથડાતાં જ મૌલિક વગર વિચાર્યે ભાગ્યો.. ગેટની બહાર, પાછળ પડેલાં મિત્રોથી બચવા!! અને રોડ પર ઓચિંતા જ એક ટ્રક નીકળીને દોડેલાં.. મૌલિક પર..કાળનો પંજો ફરી વળ્યો...!!!

એક ચીસ...!!!

લોહીનું ખાબોચિયું .. !!

ક્ષણ માત્રનો તરફ્ડાટ..!!

અને...

એક કારમી શાંતિ ....!!!

બધા જ મિત્રો , પત્થરસમાં બની ગયાં, ન રડી શક્યા ન કશું જ બોલી શક્યા!!

ફક્ત ને ફક્ત...

અફસોસ!! પારાવાર અફસોસ!!

આત્મગ્લાની થી સૌ કોઈ ખિન્ન થયાં!!

પણ, શું કરવું?

બાજી બગડી ગઈ એક ધબકતી જિંદગી નિશ્ચેતન થઈ...!!

આખી હોસ્ટેલ, કોલેજ અને શહેરનું યુવા જગત સ્તબ્ધ!

તે દિવસ અને આજની ઘડી, મૌલિકનાં દરેક મિત્ર, મૌલિકનો જન્મદિવસ, પુણ્યતિથિ અને સૌ પોતપોતાનો જન્મદિવસ,

"બર્થડે બમ્સ" નામનાં દુષણને દૂર હટાવી, અને કેક કાપી ઉજવણી કરવાને બદલે...,

રક્તદાન શિબિર યોજે છે.

અનાથાલયનાં બાળકોને પોતાને હાથે મીઠાઈ ખવડાવે છે.

વૃદ્ધાશ્રમમાં, વૃદ્ધોને જમાડવાં જાય છે!"

દેવાંશ સરે, પોતાની આંખો લૂછીને, કોલેજનાં વિદ્યાર્થીઓને કહ્યું,

"દોસ્તો, મૌલિકનાં ફ્રેન્ડઝ પોતાની શ્રદ્ધાંજલિ સારામાં સારી રીતે આપવાનો પ્રયત્ન કરે જ છે!!

પણ, ગાયઝ!! એક જીવનદીપ બુઝાયાં પછી!!

શા માટે કોઈ સારાં કામની શરૂઆત કરવાં માટે આપણે બિગ લોસની રાહ જોઈએ ?? ગમે એવડું ઉત્તમ કાર્ય પણ, ગયેલાંને પાછું લાવી શકતું નથી..

માત્ર તેની યાદ જ લાવે છે અને સાથે અફસોસ અને આંસુ!!

હવે કોઈ માઇનો લાલ છીનવાઈ ન જાય તે માટે આપણે સૌ, જાગૃતિ લાવીને, આપણી મોજમસ્તી, સલામત, નિર્દોષ રીતે કરીએ!!

બધાનાં જીવનમાં ખુશી ભરીએ!


Rate this content
Log in

Similar gujarati story from Crime