બિનશરતી પ્રેમ
બિનશરતી પ્રેમ
ના થાય પુછીને, ના થાય કહીને કે ના થાય પુછપરછ કરીને, ના થાય સમય જોઈને કે ના થાય ઉંમર જોઈને બસ અચાનક જ થઈ જાય ઈ પ્રેમને થયા પછી પણ થતો જ રહે એ સાચો પ્રેમ. કોઈ માનવી કદી પ્રેમ વગર જીવી નથી શકયો ભગવાન જેવા ભગવાનને પણ પ્રેમની જરૂર પડે છે તો આપણે તો મનુષ્ય અવતાર છીએ. લવ. કોમ એક લાગણીની વેબસાઇટ છે એમાં સર્ચ માત્ર હુંફ અને લાગણીઓ જ થાય છે.
કોઈ વ્યક્તિને પ્રેમ થાય તો એ બિનશરતી હોવો જોઈએ. જેમ કે અમુક ગુનાઓ માટે બિનજામીનપાત્ર હોય છે તેમ પ્રેમ એક લાગણીઓનો ગુનો જ બને છે તો એ પણ બિનશરતી હોવો જોઈએ સાચું છેને ? બિનશરતી એટલે કેવું ?સમાજ પ્રેમને એક જ જ્ઞાતિના હોય તો જ સ્વીકાર છે તો આ ખોટું છે. પ્રેમ જ્ઞાતિ કે વ્યક્તિ જોઈને નથી થાતો. પ્રેમ લાગણીઓનો બંધનકર્તા છે. સવાલ કોઈ સમાજ પ્રત્યે નથી વરસોથી ચાલી રહેલી પરંપરા છે. અમુક કિસ્સાઓમાં આ પરંપરા તુટી છે તો અમુક કિસ્સાઓમાં મજબૂત થઈને અખંડ બેસી ગઈ છે. જયાં પ્રેમની સુવાસ સર્વત્ર થઈ છે ત્યાં બિનશરતી પ્રેમનો સ્વીકાર થયો છે.
પ્રેમ કરનારા બે વ્યક્તિ એ પણ પ્રેમ બિનશરતી કરવો જોઈએ. આપણે સમાજમાં ઘણા એવા કિસ્સાઓ જોયાં જ હશે અથવા જોયાં છે, લગ્ન પહેલાંની શરતો: છોકરો લગ્ન પછી અલગ રહેશે, મને સારો અને મોઘો મોબાઇલ જોશે, કામવાળી તો હોવી જ જોઈએ, મને ફરવા તો જવું જ પડશે, વૃદ્ધ મા-બાપની સેવા નહીં કરું આવી અનેક પ્રકારની શરતો સાથે લગ્ન થતાં હોય છે શું લગ્ન વ્યક્તિ સાથે છે કે જરુરિયાત સાથે ? એ સમજાતું જ નથી. ગુણ, વલણ કે સ્વભાવ જોવાતો નથી માત્ર દોલત જોઈને સંબંધો બને છે આ વાસ્તવિકતા છે, છેલ્લા કેટલાક વર્ષોમાં આવી પરંપરા એ સ્થાન અપનાવ્યું છે. આપણે બધા જ જાણીએ છીએ પણ કશું જ કરી શકતા નથી. કારણ સમાજીક ભય છે કે જો કંઈક કરશું તો નીચું જોવુ પડશે આ હકીકતની વાત છે.
એક દિકરો જયારે પ્રેમમાં પડે ત્યારે શરત વગરનો પ્રેમ હોય છે પરિવાર માટે છોકરી કોણ છે ? શું છે ? જ્ઞાતિ શું છે ? આ બધી બાબતો વિષે વાત જ નથી થતી ! કેમ ? શું કામ ? અને જયારે એક દિકરી પ્રેમ કરે ત્યારે લાખો સવાલો ઉભા થાય છે, શું સવાલો હોય છે એ બધા ફરજિયાત જાણે જ છે કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે નહીં જાણતું હોય હું માનું ત્યાં સુધી ! આમાં આપણો સમાજ એવું કહે દિકરો -દિકરી એક સમાન કયા અર્થમાં કહે છે એ નથી સમજાતું.
બે વ્યક્તિ જયારે પ્રેમ કરે છે ત્યારે વિશ્વાસથી બનતો હોય છે પણ જયારે શરતો લાગુ પડે ત્યારે જ પ્રેમ નબળો પડતો જાય છે. જેમ કે શંકા કરવી, મોબાઇલ ચેક કરવા, પર્સ ચેક કરવું, એકબીજાને છેતરવા, એકબીજાને છુટછાટ ન આપવી આવા બધી શરતો પ્રેમને બદનામ અને નબળો કરે છે.
પ્રેમ તો બિનશરતી જ હોવો જોઈએ તો જ પ્રેમ સાથે જીવન જીવવાની આશા સંપૂર્ણ થાય છે. એકબીજાને પુરેપુરી સ્વતંત્રતા આપવામાં આવે તો કયારેય સંબંધમાં તિરાડ નહીં પડે, બને એટલો એકબીજાને સમય આપવાનું પણ જરૂર છે સાથે વાતો કરવી, કયારેક ફરવા જવું, ડિનર પર જવું આવી નાની પળોને જીવનમાં કેદ કરીને રાખવી આથી સંબંધો મજબૂત અને પ્રેમ અખંડ રહે.

