Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here
Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here

Sharad Trivedi

Romance


3  

Sharad Trivedi

Romance


બીજો પ્રેમ

બીજો પ્રેમ

3 mins 176 3 mins 176

આજે 17મી જૂન છે. બરાબર આજ દિવસે તમને દેવની ફ્રેન્ડ રીકવેસ્ટ એફ.બી.પર મળેલી. તમે એની પ્રોફાઈલ ચેક કરતાં, એ તમારી સાથેજ તમારી કેડરમાં સરકારી સર્વિસમાં જોડાયેલો અધિકારી હતો. તમે ફ્રેન્ડ રીકવેસ્ટનો સ્વીકાર કરેલો. તમારા એફ.બી.પરના એક ફોટોને એણે લાઈક કરી 'બ્યુટીફુલ' કૉમેન્ટ કરેલી. ત્યારે તમને એના પર ગુસ્સો આવેલો અને થયેલું કે શું માનતો હશે એની જાતને ? ઓળખા-પીછાણ વગર ગમે તે લખી દે છે. આમ તો આ કૉમેન્ટ કંઈ ખોટી ન હોતી. તમે સુંદર તો છો જ. પણ તમને એ કૉમેન્ટ એ વખતે ગમેલી નહી,નેહા.

પછી તો એક જ કેડરના અધિકારીઓના વૉટ્સ એપ ગૃપમાં તમે બંને હતાં એટલે એકબીજાના મોબાઈલ નંબર પણ મળ્યા. તમારું અને દેવનું જૉબ ફંકશન એકજ હતું એટલે એક વાર કોઈ કામ સબબ તમારે એની સાથે વાત કરવાની થઈ. એણે તમને એ કામમાં મદદ કરી. પછી તો તમારો નાનો મોટો વહીવટી પ્રશ્ન હોય તો તમે દેવ આગળ રજૂ કરતાં એ પ્રશ્નનું એ સચોટ સમાધાન આપતો. તમારા ઉપરી અધિકારી પણ એ બાબતે તમારી પ્રશંસા કરતાં થઈ ગયેલાં.

તમારા વચ્ચે કામ સબબ થતી વાતચીત પછી તો અંગત થતી ગઈ. તમે સારા મિત્રો બની ગયાં. એકમેક વિશે, એકબીજાના પરિવાર વિશે સંપૂર્ણ જાણકારી ધરાવતાં થઈ ગયેલાં. દરેક દિવસે ચેટીંગ અને વાતચીત સામાન્ય બાબત થઈ ગયેલી. તમે બંને તમારી બંનેની જાણ બહાર એકબીજાંની બહુ નજીક આવી ગયેલાં.

એક વખત નવરાત્રીમાં રમવા માટે તમે તૈયાર થઈ 'સેલ્ફી' લઈ દેવને મોકલેલી.દેવે 'નાઈસ' રીપ્લાય આપેલો. તમને એની પહેલી કૉમેન્ટ યાદ આવી ગયેલી. તમે પૂછ્યું 'બ્યુટીફૂલ' નહી. એણે કહેલું 'વેરી બ્યુટીફૂલ, ચૂમી લેવાની ઈચ્છા થાય એવી.' તમે કહેલું કોણ ના પાડે છે ? આ રૉમેન્ટિક વાતચીતે તમારી વચ્ચે વાવેલું પ્રેમનું બીજ ધેધુર વડલા સમું બનીને આજે ઉભું છે.

તમારા અને દેવના એ રૉમેન્ટિક સંવાદ પછી તમે રુબરુ મળેલાં. સ્ત્રી સહજ સ્વભાવે તમે એને પોતાનામાં સમાવી લેવા ઉત્સુક હતાં. એકાંત પણ હતો. ત્યારે દેવે તમને રોકેલા અને કહેલું, 'નેહા આપણો પ્રેમ વિશુદ્ધ પ્રેમ છે. આપણે કોઈકના છીએ, દિલથી એકબીજાના રહીએ એ બરાબર, પણ દેહથી એકબીજાનાં થઈશું તો તું સ્નેહલને અને હું દીપાંક્ષાને અન્યાય કરીશ. સ્નેહલ તને અને દીપાંક્ષા મને ભરપૂર પ્રેમ આપે છે. એ બંને આપણો પહેલો પ્રેમ છે જ્યારે આપણે બંને એકબીજાનો બીજો પ્રેમ છીએ. બીજા પ્રેમમાં વધુ પરિપક્વતા હોય ને ? આપણે એકબીજાના છીએ, એક બીજાને મનથી,દિલથી પ્રેમ કરતાં રહીશું પણ લક્ષ્મણ રેખા કયારેય નહી ઓળંગીએ.' તમે પણ એ બાબતે દેવ સાથે સંમત થયેલાં.

એ પછી તો ધણીવાર એકબીજાને મળ્યાં છો.બંને પરિવારને પણ ગાઢ નાતો બંધાઈ ગયો છે. એક બીજાના ધરે આવવાનું, બંને પરિવાર વેકેશનમાં સાથે ફરવા પણ જાઓ છો. દીપાંક્ષા અને તમે, દેવ અને સ્નેહલ સારા મિત્રો છે. હા, દીપાંક્ષા અને સ્નેહલને તમારા બંનેના બીજા પ્રેમની ખબર નથી. તમે બંને સામે હોવ છો ત્યારે આંખો પ્રેમ કરે છે, એકાંતમાં મળો ત્યારે એકબીજાના બંને હાથ પકડી 'આઈ લવ યુ' કહો છો. તમારા સંતાનોને દેવ પાસેથી પિતા જેવું વાત્સલ્ય પ્રાપ્ત થાય છે. તમારા સાંન્નિધ્યમાં દેવના સંતાનો માતૃતુલ્ય લાગણીમાં ન્હાય છે. હા નેહા, તમે અને દેવે એકબીજાને સાચો પ્રેમ કર્યો છે. માત્ર ગમતી વ્યકતિનેજ નહી ગમતી વ્યકતિ સાથે જોડાયેલી તમામ બાબતોને ચાહી છે.

તમારો આ બીજો પ્રેમ માત્ર પ્રથમ પ્રેમની મુગ્ધતાજ નથી ધરાવતો,પરિપક્વતાની એરણે પણ સિદ્ધ થયો છે.


Rate this content
Log in

More gujarati story from Sharad Trivedi

Similar gujarati story from Romance