STORYMIRROR

Daxa Ramesh

Drama Thriller

3  

Daxa Ramesh

Drama Thriller

બીજે નોરતે..."ચહેરો"

બીજે નોરતે..."ચહેરો"

2 mins
15.1K


સ્ત્રી સ્વરૂપની માતાજી રૂપે ઉપાસના કરતા સમાજમાં..

આજે પણ એક કમાતી ધમાતી સ્ત્રી પણ, કેવા પ્રોબ્લેમ્સ ફેસ કરે છે !!

"ચહેરો"

દિવ્યા ને લેબર પેઈન ઉપડ્યું. હોસ્પીટલ જવા, કોઈ સાથે ન આવ્યું. 'બ્રેવ ગર્લ' દિવ્યા જાતે હોસ્પીટલ ગઈ એક જ પ્રાર્થના કરતી કરતી..

મારૂ બાળક દીકરો હોય કે દીકરી, તેનો અણસાર, તેનો ચહેરો, બસ, તેના પપ્પા જેવો હોય.

જોબ કરતી દિવ્યાની, પીઠ પાછળ, ચરિત્ર પર એલફેલ બોલતાં, આ સમાજ, પરિવાર, સાસરિયા!!! અને સામે??? કાઈ ન બોલતો, ધંધાના કામે અઠવાડિયે બેત્રણ દિવસ જ ઘરે આવતો તેનો પતિ!

દિવ્યાએ મોકલેલા સમાચાર મુજબ, એ આજે આવી જશે, ડાયરેક્ટ હોસ્પિટલે જ!

દિવ્યા વિચારી રહી કે, એ બધાને ક્યાં ડીએનએ ટેસ્ટ બતાવતી ફરીશ કે, જન્મ લેનાર બાળકનો પિતા એ તેનો પતિ જ છે?? હે ભગવાન! મારા બાળકનો ચહેરો...!!

આ "વેણ" કરતાંય ભયંકર વેદના પેલા મહેણાંટોણાના "વેણ" ની!!... "ઓહ !! "

અહીંની એક નર્સ, દિવ્યાની દૂરની નણંદ થતી. ડોક્ટર અને નર્સે પોતાના પ્રયત્ન ચાલુ કરી દીધા. એમણે જોયું કે દિવ્યાને, પ્રસૂતિની પીડા પારાવાર થતી હતી. પણ, દિવ્યા... મક્કમતાથી બધું દર્દ સહી.. હોઠ ભીડી..કુદરતે એને સાથ આપ્યો ને....

"...ઉંવા.. ઉંવા...!!" અવાજ સાથે, નવજાત બાળકે પોતાના ક્ષેમકુશળની છડી પોકારી!!

અતિ વ્યાકુળ બનેલી, દિવ્યા એ નર્સને પૂછ્યું, "બેન, મારુ બાળક...??"

નર્સે કહ્યું, "અભિનંદન, ભાભી, તમને મસ્ત મજાનો બાબો આવ્યો છે.. મારા ભાઈ પર ગયો છે.. !!અસલ એના પપ્પા જેવો જ ચહેરો છે... !!

....અને, દિવ્યા..સહી ન શકાય એવી પારાવાર પીડામાંથી ઉગારી લેવા બદલ કુદરતની આભારી બની. એણે પોતાના ચરિત્રના સર્ટિફિકેટરૂપે બાળકનો "ચહેરો" ચૂમી લીધો.


Rate this content
Log in

Similar gujarati story from Drama