Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Mariyam Dhupli

Horror


3.3  

Mariyam Dhupli

Horror


ભય

ભય

5 mins 15.1K 5 mins 15.1K

શયન ખંડના બારણે ટકોરા પડ્યા. ગાઢ ઊંઘમાંથી ઉભી થતી સનાયા એ આંખો ચોળી ઘડિયાળ પર નજર ફેંકી. અડધી રાત્રે આજે ફરી શયન ખંડના બારણે ટકોરા શા માટે પડી રહ્યા હતા, એ સનાયા સ્પષ્ટ રીતે સમજી ગઈ. બાજુની પડખે ઊંઘી રહેલા રવિને જગાડવું બિનજરૂરી લાગ્યું. વહેલી સવારે મિટિંગ છે એની. રવિની ઊંઘમાં ખલેલ ન પહોંચે એ રીતે ચોરની માફક અવાજ કર્યા વિના બ્લેન્કેટ હડસેલી એણે સ્લીપર પહેર્યા. શાંતિથી બારણું ઉઘાડી કોરિડોરમાં આવી ઉભી અને ધીરે રહી બારણું વાંસી દીધું .

"મમ્મી, ડર લાગે છે, હું તમારી જોડે ઊંઘીશ ...."

બારણાં ની બહાર ઉભો રહેલો નાનકડો દીપ દયનીય ચહેરે માને તાકી રહ્યો. 

"દીપ આ આપણું ઘર છે, ને આપણા ઘરમાં જ વળી કેવો ડર ?" 

એક અઠવાડિયાથી માં દીકરા વચ્ચેની પુનરાવર્તિત ચર્ચા ફરી આરંભાઈ. દીપ હવે સાત વર્ષનો થઇ ચૂક્યો હતો. હવે એને પોતાનાજ અંગત શયનખંડમાં ઊંઘવાની ટેવ પાડવી જોઈએ. રવિની વાત સંપૂર્ણ તર્ક યુક્ત હતી. બાળકોને દરેક બાબતમાં સ્વાવલંબીપણું ગ્રહણ કરતા શીખવવું એ વાલીઓની સૌ પ્રથમ ફરજ. સનાયા અને રવી એ ઉપરના માળે દીપ માટે એક અંગત, સુંદર, અતિઆધુનિક સગવડોથી સજ્જ ઓરડો તૈયાર કર્યો હતો. દીપની બધીજ પસઁદગીઓને આવરી લેતી ઓરડાની શણગાર પદ્ધતિ અત્યંત આકર્ષક હતી. આમ છતાં દીપ હજી પણ આમજ અર્ધી રાત્રી એ ઊંઘમાંથી ઉઠી સનાયા પાસે આવી જતો . માતા પિતા વિના ઊંઘવા માટે હજી પણ એનું કુમળું હૃદય તૈયાર ન હતું. તેથી કોઈ પણ બહાને એ સનાયા અને રવિના શયનખંડમાં પ્રવેશ મેળવવા જુદી જુદી ભાવાત્મક પ્રયુક્તિઓ યોજી રહ્યો હતો, એ સનાયા સારી પેઠે સમજી રહી હતી.

"મમ્મી મારા ઓરડામાં કોઈ છે . હું ત્યાં નહીં રહું." આંખોમાં ભયના ભાવો જોડે એ માંને મનાવવા મથી રહ્યો. 

"જો દીપ હવે બહુ થયું. આ બધા બહાનાઓની જરૂર નથી. તું હવે નાનકડું બાળક નથી. યુ આર એ ગ્રોનપ બોય ..." દીપના ગાલ વ્હાલથી થપથપાવી સનાયા દરરોજની જેમ ફરીથી એને સમજાવવાનો પ્રયાસ કરી રહી.

"મમ્મી સાચું કહું છું . ત્યાં કોઈ છે. મને ડર લાગે છે." 

દીપ નું શરીર ધ્રુજી રહ્યું હતું. આખો દિવસ ઓફિસની ભાગદોડ અને ઘરના કામકાજ પાછળ ની દોડાદોડીથી થાકેલી સનાયાના મગજમાં જાણે જરાયે જોર બચ્યું ન હોય એવા થાક અને કંટાળાના સંમિશ્રિત હાવભાવો એના ચ્હેરા ઉપર ફરી વળ્યાં. પણ આજે આપેલી ઢીલ દરરોજની ટેવમાં પરિણમી જશે. બાળમાનસ ને ખુબજ ધૈર્ય અને ધીરજથી કેળવવું પડે. રવિના શબ્દો યાદ આવતાજ સનાયા એ ચ્હેરા ઉપર ના ભાવો બદલી માતૃત્વ અને સ્નેહ ભર્યા સ્મિત જોડે દીપના ખભે હાથ મુક્યો :

"આઈસ્ક્રીમ ખાઈશ ?" 

માના પ્રશ્નથી મુંજાતો દીપ સ્તબ્ધ બની સનાયાને તાકી રહ્યો .

"લેટ્સ એન્જોય ઘી આઈસ્ક્રીમ..." 

દીપની કુમળી માનસિકતાને નાજુક રીતે સંભાળતી સનાયા આઈસ્ક્રીમને બહાને દીપને રસોડામાં લઇ ગઈ. ફ્રિજમાંથી એની ગમતી બટરસ્કોચ ફલેવર વાળી આઈસ્ક્રીમ ટેબલ ઉપર ગોઠવી. પોતાનાં હાથ વડે આઈસ્ક્રીમ ખવડાવતા એણે દીપના હ્રદયના ડરને દૂર કરવા પ્રયત્ન આરંભ્યો.

"તું વિજ્ઞાન ભણે છે ને ?"

આઈસ્ક્રીમનો સ્વાદ માણતા દીપ એ આંખો પલકારી માની વાતમાં હામી પુરાવી.

"વિજ્ઞાનમાં પ્રયોગ કરવામાં આવે છે. શા માટે ?" 

આઈસ્ક્રીમ ખાતા ખાતાજ દીપ એ વિચારીને જવાબ આપ્યો :

"સાબિતી મેળવવા."

સનાયા એ સ્મિત જોડે અપેક્ષિત ઉત્તર વધાવી લીધો :

"તદ્દન સાચો જવાબ. જે બાબતની કોઈ સાબિતી કે પુરાવા હોય, જેનો સંપૂર્ણ પણે અનુભવ મેળવ્યો હોય, જેને તમે સ્પર્શ્યું હોય, નરી આંખે નિહાળ્યું હોય. એજ સાચું હોય, સત્ય હોય. બાકી બધુજ ભ્રમણ, વ્હેમ, અસત્ય. સમજ્યો ?"

દીપના માથા ઉપર વ્હાલથી હાથ ફેરવતા સનાયા એ મશ્કરીના લ્હેકામાં પૂછ્યું :

"ભૂતને કદી જોયું છે ?" 

આઈસ્ક્રીમ સમાપ્ત કરી દીપ એ અત્યંત ગંભીરતાથી હકારમાં માથું ધુણાવ્યું. સનાયાનો ચ્હેરો પણ મશ્કરી ત્યજી વિસ્મયતાથી ગંભીર બની રહ્યો. 

" ફિલ્મમાં..." દીપના જવાબથી સનાયા ખડખડાટ હસી પડી. સનાયાનો હસતો ચહેરો નિહાળી દીપના ચ્હેરા પર પણ આખરે હાસ્ય ડોકાયું. માંની ખુશ મિજાજીનો લાભ લેતો દીપ ફરીથી ભાવાત્મક ચહેરે માને રીઝવવા મંડી પડ્યો :

"મમ્મી ફક્ત આજે તમારી જોડે ઉંઘી જાઉં. કાલથી પ્રોમિસ ઉપરના ઓરડામાં જ ઉંઘવા જઈશ ...." 

માસુમ, નાનકડા, જોડેલા હાથો એ આખરે એને મનાવીજ લીધા. 

"પણ આવતી કાલથી... " 

સનાયાના અધૂરા વાક્યથીજ ખુશ થતો દીપ માતા પિતાના શયન ખંડ તરફ ડોટ મૂકી રહ્યો . 

એ નિર્દોષ ભાવોને નિહાળી રહેલી સનાયાની આંખો માં ઊંઘની લહેર ફરી રહી. મોઢા માંથી નીકળી રહેલા બગાસાને હાથ વડે આળસથી સમેટી એણે ટેબલ પરની આઈસ્ક્રીમ વાળી ખરડાયેલી રકાબીને સિન્ક મા સરકાવી. 

ઉપર ના માળ ઉપર નજર ફેંકી. પપ્પા પાસે દોડી ગયેલો દીપ ટેવ પ્રમાણે ઉપરના એના ઓરડા માંનું એ સી ખુલ્લુંજ છોડી આવ્યો હશે, એ યાદ આવતા દાદર ચઢી એ ઉપરના માળે પહોંચી . 

શયનખંડનું બારણું ખુબજ જમી ગયું હોય એમ ખુલવાનું નામજ લઇ રહ્યું ન હતું. સનાયા ખુબજ અચંભાથી શરીરનું બધુંજ બળ વાપરી બારણું ઉઘાડવા જોર પૂર્વક પ્રયત્ન કરી રહી. નવું જ નખાયેલું બારણું આમ જામ કઈ રીતે થઇ જાય ? આખરે બારણું અંદર તરફ ધસ્યુંને ઊંડા શ્વાછોસ્વાસ જોડે સનાયા અંદર તરફ ધકેલાય. ઓરડામાં પ્રસરેલા અંધકાર થી એની મૂંઝવણ બમણી થઇ. દીપને તો અંધારામાં ઊંઘતા ખુબજ ડર લાગે. એના શયનખંડની ટ્યુબલાઈટ તો રાત્રે પણ ચાલુજ રાખવી પડે ! એક અજાણ્યા ભયથી એનું હ્ય્યું ધબકી રહ્યું. એ સી ની સ્વિચ ઑફ કરી, એની પડખે આવેલી ઓરડાની મુખ્ય સ્વિચ ઓન કરી. આખા ઓરડામાં ઝીણવટથી ફરી રહેલી ભય યુક્ત આંખોમાં કશું જ ન જડતા હય્યાનો ધબકાર જરા શાંત થયો. પાછળ વળી મુખ્ય સ્વિચ ઓફ કરવા લંબાયેલ હાથ થીજી ગયો. થોડીજ ક્ષણ પહેલા આંખો ઉપરથી ઉતાવળમાં ઉડી ગયેલું દ્રશ્ય સાચું હતું ?

નહીં ...નહીં ....નહીં... એ કઈ રીતે શક્ય હોય શકે ? દીપ તો નીચે ...

ધ્રુજતા વિચારો અને કંપતા શરીર જોડે સનાયા એ આંખો એ ઉતાવળમાં નિહાળેલ દ્રશ્ય ની પુષ્ઠી કરવા નજર ફરી પાછળ તરફ ફેરવી.

ખુબજ શાંતીથી ,ગાઢ નિંદ્રામાં પોઢેલો દીપ એની પથારી પર જ હતો.

મોઢામાંથી ચિસ બહાર નીકળી શકે એ પહેલાજ સનાયાનું શરીર ભોંય ઉપર ઢળી પડ્યું.


Rate this content
Log in

More gujarati story from Mariyam Dhupli

Similar gujarati story from Horror