ભૂલ જીંદગીની
ભૂલ જીંદગીની
જીવનમાં ભૂલોથી પણ ઘણું શીખાય છે. માટે સતત શીખતાં રહેવું. આપણે એક વાર્તામાંથી જોઈશું.વાત છે બે મિત્રોની કે સારી એવી મિત્રતા હતી, તેવું સમજવું એ બંનેની ભૂલ હતી.
"મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો જાય,
દુ:ખ માં આગળ રહે ને સુ:ખ માં પાછળ જાય ;
માહીન અને રેહાન એમ બે મિત્રો હતા,તે બંને શાળાએથી ઘરે આવવા હતા,વરસાદ પણ ધોધમાર પડતો હતો.ત્યાં જ તેમના પર હુમલો કરવામાં આવ્યો તે રસ્તા સૂમસામ હતો. કોઈ મદદએ આવે તેમ પણ નહતું. તે બે મિત્રોમાંથી એક માહીનને પકડી પાડ્યો. તે હુમલાખોરે બીજો તેની મદદ કરવાના બદલે દોડી ને નાસી છુટ્યો.તે બુમાબુમ કરી શોર મચાવવા લાગ્યો તેની મદદે કોઇ ન આવ્યું.
તેને તેઓએ કેદ કરીને રાખ્યો,પહેલાં વિનંતી કરી પણ તે લોકોને કોઇ ફર્ક પડ્યો નહીં, પછી તેને અહીંથી છુટવા યુક્તિ વિચારી. તેને બાંધી રાખ્યોને પછી ડરાવવામાં આવ્યો.ને તેના ઘરે પૈસાની માંગણી કરતો ધમકી ભર્યો ફોન કરવામાં આવ્યો. તેના ઘરે શોધાશોધ તો હતી જ તેના ઘરમાં તેને ગુમ થવાની રાત્રે જ તેનો પરિવાર પોલીસને ફરિયાદ કરે છે. તેની તપાસ કરવામાં પોલીસ લાગી જાય છે .
તે પછી યુક્તિ કરીને નાસી જાય છે. તે દોડતા બેભાન થઇ જાય છે. તેને ઈજા પણ થયેલી હોવાથી લોકો હોસ્પિટલમાં લઈ જાય છે. પછી તેનો ઇલાજ થાય ત્યાં ને પછી તેની તપાસ કરતાં પોલીસ ત્યાં પહોંચી જાય છે. ને તેને પહેલાં શાંત પાડી ને પોલીસ તેનું બયાન લે છે.પછી તેના બયાનના આધારે પોલીસ તેને પકડે છે. તે હુમલાખોરો ને
જેલમાં લઈ જાય છે. તેમને સજા પણ થાય છે.
મોરલઃ આ વાર્તા તમને સારા મિત્રની ઓળખ કરતાં શીખવે છે. મિત્રો તો તમને ઘણાં મળશે પણ સારા મિત્રોની સાચી હકીકતથી આ વાર્તા તમને અવગત કરાવે છે. કેમકે જીંદગી બગડવાની શરુઆત ખરાબ મિત્રોની સોબતમાં થાય છે માટે કાળજી રાખવી કે આ માણસની દોસ્તી યોગ્ય છે કે નહીં બધી બાજુ ખાડા છે.તેમાંથી પાણી તમારેજ નિકાળતા શીખવું પડશે.